પુરાણીજી પારિતોષિક

January, 1999

પુરાણીજી પારિતોષિક : ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિ અને યોગની ગંગા વહાવનાર આનંદપુરુષ શ્રી અંબુભાઈ પુરાણીની સ્મૃતિમાં પૂ. શ્રી મોટા-પ્રેરિત સાહસ પારિતોષિક યોજના. ગુજરાતની પ્રજા જીવસટોસટનાં સાહસ-સેવાનાં કાર્યો પ્રત્યે અભિમુખ બને તથા યુવાવર્ગ અને જનતા આવાં સાહસ સાથે સંકળાયેલાં સેવાકાર્યો કરવા પ્રેરાય ને નીડર બને તે હેતુથી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળાને ગુજરાતના લોકસંત પૂ. શ્રી મોટાની પ્રેરણાથી હરિ: ૐ આશ્રમ, નડિયાદ તરફથી આર્થિક સહાય મળતાં 1962ની સાલથી મંડળે શ્રી પુરાણીજી પારિતોષિક યોજના શરૂ કરી છે.

શ્રી પુરાણીજી પારિતોષિક પ્રતીક

એ મુજબ દર વર્ષે પ્રવાસ, ઉડ્ડયન, નૌચાલન તથા પર્વતારોહણ-ક્ષેત્રે સાહસિક વિક્રમ માટે; પૂર, રોગચાળો, દુષ્કાળ, આગ વગેરે કુદરતી આફતો સામે તથા હિંસક હુમલા સામે વિરલ વિરતાભરી કામગીરી માટે તેમજ અસાધારણ પ્રામાણિકતા અને નૈતિક તાકાત દાખવવા માટે વિજેતાને રોકડ પારિતોષિક, ચંદ્રક તથા પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવે છે. નિર્ણાયક સમિતિ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી બિપિનચંદ્ર દીવાનના પ્રમુખપદે 12 જેટલા સભ્યોની બનેલી છે. આ માટે કુલ રૂપિયા એક લાખ જેટલી રકમ હરિ: ૐ આશ્રમ તરફથી મંડળને મળેલ છે અને તેના વ્યાજની રકમ પારિતોષિક ખર્ચ માટે ઉપયોગમાં લેવાય છે.

અત્યાર સુધીમાં અપાયેલાં આ પારિતોષિકોની કુલ સંખ્યા નીચે મુજબ છે :

ક્રમ

સાહસક્ષેત્ર

પુરુષો

સ્ત્રીઓ

1. હિંસક પ્રાણીનો સામનો કરી ગ્રામજનોને બચાવવાના ક્ષેત્રે

26

07

2. ચોર-લૂંટારાનો સામનો કરી જનતાને બચાવવાના ક્ષેત્રે

43

08

3. આગ-અકસ્માતમાં સપડાયેલાઓને બચાવવાના ક્ષેત્રે

19

01

4. ડૂબતાને બચાવવાના ક્ષેત્રે

71

08

5. રમતગમત તથા સાહસિક પ્રવૃત્તિઓમાં વિક્રમ દાખવવાના ક્ષેત્રે

27

16

6. અસાધારણ પ્રામાણિકતા દાખવવાના ક્ષેત્રે

69

12

7. માનવસેવા તથા લોકજીવનનાં મૂલ્યોની રખવાળીના ક્ષેત્રે

33

02

288

54

ચિનુભાઈ શાહ