પુનર્નવાદિ ક્વાથ

January, 1999

પુનર્નવાદિ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. પુનર્નવાદિ ક્વાથમાં આવતાં દ્રવ્યો : (1) પુનર્નવા(સાટોડી)નાં મૂળ, (2) દારૂ હરિદ્રા, (3) હળદર, (4) સૂંઠ, (5) હરડે, (6) ગળો, (7) ચિત્રક, (8) ભારંગ મૂળ અને (9) દેવદાર.

આ બધાં દ્રવ્યો સરખે ભાગે લઈ, અધકચરાં ખાંડી તેનો વિધિસર ક્વાથ બનાવવામાં આવે છે. (500 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ઔષધ-ભૂકો નાંખી, 100 ગ્રામ શેષ રાખી, તે બે ભાગમાં સવાર-સાંજ પિવાય છે.)

માત્રા : 2થી 4 તોલા.

અનુપાન : જળ.

ઉપયોગ : શરીર, હાથપગના સોજા, મુખશોથ (ચહેરા પરના સોજા), કિડનીનાં દર્દો, પાંડુ, કમળો, રક્તાલ્પતાજન્ય નબળાઈ તથા પેશાબ ઓછો થવો કે તેની અટકાયત થવી વગેરેમાં લાભપ્રદ છે.

જયેશ અગ્નિહોત્રી