નાદ (ધ્વનિશાસ્ત્ર)

બ્રહ્માંડની પાર્થિવ ગતિશક્તિ અને તેમાં સમાયેલ તરંગસૃષ્ટિના અનંત લયમાં રહેલું વ્યાપક તત્વ. તેના સંદર્ભમાં પ્રાચીન તત્વજ્ઞોએ ‘નાદ-બ્રહ્મ’ શબ્દનો પ્રયોગ કરેલ છે. શાસ્ત્રકારોએ એમ પણ માન્યું છે કે નિર્ગુણ બ્રહ્મનું સગુણ રૂપ તે નાદ-બ્રહ્મ છે.

વિશ્વના આ નાદની અભિવ્યક્તિના ઊગમસ્થાનને નાદ-બિન્દુ કહેલ છે. નાદનો આવિર્ભાવ બે પ્રકારે થતો હોય છે. એક વ્યક્ત રૂપે અને બીજો અવ્યક્ત રૂપે. અવ્યક્ત નાદને વિસ્તરવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી. તેની અનુભૂતિ ઇંદ્રિયાતીત છે. નિરંતર ચાલતી રહેતી અગમ્ય તરંગમય ગતિ-શક્તિને અનાહત નાદ કહ્યો છે.

આહત નાદધ્વનિ : વ્યક્ત નાદોત્પત્તિ અનાયાસે થતી નથી. પ્રયત્ન વડે ઉદભવ પામતો નાદ તે આહત નાદ છે. આહત નાદ આધિભૌતિક અનુભવ છે. કોઈ પણ પ્રકારના આઘાત કે દબાણથી ભૌતિક માધ્યમમાં ઉપસ્થિત થતો વિક્ષોભ માધ્યમને જ તરંગમય સ્થિતિમાં મૂકી શકે છે. માધ્યમની સ્થિતિસ્થાપકતા અને ઘનતાના ગુણધર્મને કારણે આવા વિક્ષોભની અસર અનુક્રમે આવતા માધ્યમના કણો ઉપર થાય છે અને એવી પ્રક્રિયામાં સંઘનન (condensation) તથા વિઘનન(rarefaction)ના તરંગો રચાય છે. સંકોચ અને વિસ્તરણની અવસ્થાઓ સાથે માધ્યમની બધી દિશાઓમાં પ્રસારણ પામતા જતા આવા તરંગો જીવ-સૃષ્ટિને મળેલ શ્રવણેન્દ્રિયના પટલ ઉપર અથડાઈ નાદની સંવેદના જાગ્રત કરે છે. આ સમગ્ર ઘટના તે આહત નાદની અથવા તો ધ્વનિની છે. આ વ્યતિકરો(phenomena)નું નિષ્કર્ષણ એ છે કે આહત નાદના તરંગો ભૌતિક માધ્યમ વિના વિસ્તરી શકતા નથી અને તેની અનુભૂતિ કર્ણેન્દ્રિયની સંવેદનશીલતા ઉપર આધાર રાખે છે.

સંગીતોપયોગી નાદ : આહત નાદના બે પ્રકાર છે : ભૌતિક રૂપે જોતાં એકધારાં અને નિયમિત એટલે કે ચોક્કસ સમયના અંતરે પૂર્ણ થતાં આંદોલન વડે જાગ્રત થતા આહત નાદને મધુર નાદ કહ્યો છે, જે સંગીતોપયોગી છે. અનિયમિત અને તુરત જ વિરામ પામતાં આંદોલન વડે વ્યક્ત થતો નાદ પ્રત્યાહત નાદ કહેવાય છે, જે માત્ર ઘોંઘાટ જ રહે છે.

મનુષ્યની સક્ષમ શ્રવણેન્દ્રિય એક સેકન્ડના ગાળામાં પૂર્ણ થતા નાદનાં ઓછામાં ઓછાં 20 અને વધારેમાં વધારે 20,000 આંદોલનની અનુભૂતિ કરી શકે છે. સેકન્ડનાં 20થી 30 આંદોલન સુધીનો ધ્વનિ ત્રૂટક સંભળાય છે. ત્યારપછી ઉત્તરોત્તર વધતાં જતાં આંદોલનનો ધ્વનિ નિયમિત થતો જણાય છે. સંગીતોપયોગી ધ્વનિની દોલન-સંખ્યા એક સેકન્ડમાં 40થી 4,000 સુધીની માનવામાં આવી છે, જે આશરે સાત સપ્તકની ગણી શકાય. આવા સંગીતોપયોગી ધ્વનિનું વિશેષ રૂપ એટલે નાદ. નાદના કંપનનું માપ તેની આવૃત્તિ (frequency), એટલે કે એક સેક્ધડના સમયમાં પૂર્ણ થતા દોલનની સંખ્યા (cycles per secondcps) વડે થતું હોય છે.

નાદના ગુણધર્મો : નાદ-ધ્વનિના મુખ્ય ત્રણ ગુણધર્મો સંગીતની અભિવ્યક્તિ માટે મહત્વના છે : 1. નાદનું નાના-મોટાપણું (loudness),  2. નાદની તારતા (pitch) અને 3. નાદની વિશિષ્ટતા (quality અથવા timbre).

નાદનું નાના-મોટાપણું : આઘાત કે દબાણ વડે આંદોલિત થયેલ પદાર્થની ભૌતિક સ્થિતિમાં ફેરફાર કર્યા વિના તેના ઉપરનું ફક્ત આવર્ત બળ ઓછું-વત્તું કરીએ ત્યારે તેના કંપવિસ્તાર(amplitude of vibration)માં વધઘટ થાય છે, કિંતુ કંપનની આવૃત્તિ તેની તે રહે છે. કંપવિસ્તાર વધે ત્યારે ધ્વનિ મોટો અને કંપવિસ્તાર ઘટે ત્યારે ધ્વનિ નાનો સંભળાય છે. દા. ત., કોઈ તંતુવાદ્યના તાર ઉપર દબાણ કરીએ ત્યારે સ્વર તેનો તે રહેતો હોવા છતાં દબાણના પ્રમાણમાં તેનો નાદ ઓછો-વત્તો સંભળાય છે. આવું નાદનું નાનામોટાપણું તેના ઉપરના આવર્તબળને આધારે વધઘટ થતા કંપવિસ્તારના વર્ગ(square)ના પ્રમાણમાં રહેતું હોય છે.

નાદનું નાનામોટાપણું અનુભવવાનાં અન્ય ઉલ્લેખનીય કારણોમાં માધ્યમની ઘનતા, માધ્યમની પોતાની ગતિ, ધ્વનિઉત્પાદક કેન્દ્રનું કર્ણેન્દ્રિયથી અંતર ઇત્યાદિ.

નાદની તારતા (pitch) : નાદની તારતા અર્થાત્ તીવ્રતાનું પ્રમાણ તેની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. આવૃત્તિ વધે તેમ નાદ ઊંચો અથવા તીવ્ર અને આવૃત્તિ ઘટે ત્યારે નાદ નીચો કે ધીમો થાય છે. આંદોલિત પદાર્થની આવૃત્તિનો નિર્ણય તેનાં કદ, આકાર અને ઘનતા પ્રમાણે થતો હોય છે, આથી સંગીતની અભિવ્યક્તિ સમયે આવૃત્તિની તરલતા ઊભી કરવા નાદોત્પાદક વસ્તુના ભૌતિક રૂપમાં આવશ્યક રીતે ઝડપી ફેરફારો કરાતા હોય છે. આ પ્રકારે યોજાતા ફેરફારો નાદની તરંગલંબાઈ વધતીઓછી કરે છે. તરંગ-લંબાઈના પરિવર્તનથી નાદની આવૃત્તિમાં તરલતા પ્રવેશે છે અને બદલાતી જતી તારતા સંગીત-અભિવ્યક્તિનું કલાત્મક રૂપ ધારણ કરે છે.

નાદની વિશિષ્ટતા (quality અથવા timber) : સંગીતમય મધુર નાદ ઉદભવ પામે ત્યારે તેના મૂળ નાદ(fundamental tone)ની સાથોસાથ અન્ય આવર્તક નાદ (harmonics) પણ જાગ્રત થતા હોય છે. સંયોજિત થતા જતા આ આંશિક સ્વરો(partial notes)ની આવૃત્તિ મૂળનાદની અપેક્ષાએ તેનાથી બમણી, ત્રણગણી, ચારગણી – એમ ક્રમે ક્રમે વધતી જતી હોય છે. મૂળ નાદની આવૃત્તિ આ આવર્તક સ્વરોમાં સૌથી ઓછી હોય છે, જેને એકમ ગણવામાં આવે છે.

નાદોત્પાદક કેન્દ્ર : કોઈ કંઠ કે પછી વાદ્ય તેના આકાર, કદ, ઘનતા કે પ્રકાર મુજબ ઉપસ્થિત થયેલ આવર્તકોમાં એક પ્રક્રિયા ઊભી કરે છે, જેથી નાદના આંશિક સ્વરોમાં સ્વર-વિરોધ (dissonance) કે સ્વર-સંવાદ (consonance) થવા લાગે છે. પરિણામે કેટલાક આંશિક સ્વરો દબાઈ જાય છે, કેટલાક વિશેષ મહત્વ પામે છે, જ્યારે કેટલાક લુપ્ત થઈ જાય છે. આવા વિવિધ આવર્તકોથી પુષ્ટિ પામતો જતો છેવટનો પરિણામી સ્વર (resultant note) સ્વરોત્પાદક કેન્દ્રની વિશિષ્ટતા ઊભી કરે છે. નાદની આ વિશિષ્ટતાને કારણે આપણે વાયોલિન કે વીણાનો નાદ, સિતાર કે સારંગીનો નાદ, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સ્વરભેદ ઇત્યાદિ અનેક પ્રકારના નાદ-ભેદ પારખી શકીએ છીએ.

માનવ-કર્ણેન્દ્રિયની રચના એ પ્રકારની છે કે આવર્તક સ્વરો વડે ઉપસ્થિત થતી નાદની વિશિષ્ટતાનું સૂક્ષ્મ વિશ્લેષણ શ્રવણતંતુઓ દ્વારા તેમાં થતું હોય છે. નિકટના આવર્તકોનાં સ્પંદનો શ્રવણ-સંવેદનામાં વિશેષ મધુર જણાતાં હોય છે, જેથી તેની કર્ણપ્રિયતા પણ વિશેષ જણાય છે.

નાદની વિશિષ્ટતાનું તાત્પર્ય એ કે સ્વરો અનુક્રમે સંભળાતા હોય કે એકીસાથે સંભળાતા હોય તેની કર્ણપ્રિયતાનો આધાર તેનાં નાદ-અંતર (musical interval) ઉપર હોય છે. નાદ-અંતરનું માપ સ્વરોની આવૃત્તિઓના ગુણોત્તર-પ્રમાણ (ratio) વડે થતું હોય છે. કર્ણપ્રિય લાગે એવા સ્વરોને આપણે સુસ્વર નાદ (concordant notes) કહીએ છીએ. સંગીતકલામાં આવા સ્વરો સંવાદી કહેવાય છે.

સ્વરવ્યવસ્થા : સંગીત-અભિવ્યક્તિ એટલે નાદને સ્વરો અને લયમાં વ્યવસ્થિત રાખવાનો કલાત્મક પ્રયોગ.

પ્રાકૃતિક રીતે ક્રમબદ્ધ થતા સ્વરોની એક વ્યવસ્થા સંગીતની પરિભાષામાં સપ્તક નામથી ઓળખાય છે. સપ્તકનો મૂળ નાદ ષડ્જ કહેવાય છે. સંગીત–અભિવ્યક્તિ સમયે નાદનું તે મુખ્ય વિરામ-સ્થાન છે જ્યાંથી નાદની ચડઊતર ક્રિયા સતત ચાલ્યાં કરે છે. નાદનાં અન્ય વિરામ-સ્થાનો આવૃત્તિઓના ચડતા ક્રમમાં રિષભ, ગાન્ધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાદ એવા સ્વરો છે. આ છ સ્વરોનાં આંદોલનો ષડ્જનાં આંદોલન સાથે સાપેક્ષ સંબંધ ધરાવે છે, જે સરળ પૂર્ણાંકો વડે દર્શાવી શકાય.

સંગીત-અભિવ્યક્તિ ફક્ત એક જ સપ્તકમાં પર્યાપ્ત થતી નથી. સામાન્યત: ત્રણ સપ્તકના ગાળામાં તે વિસ્તરે છે. ગાયનવાદન-ક્રિયા જે સપ્તકમાં માનવકંઠની મર્યાદા પ્રમાણે સરળતાથી ચાલી શકે તેને મધ્ય સપ્તક કહે છે. તેથી નીચેનું સપ્તક તે મન્દ્ર સપ્તક અને ઉપરનું તે તાર-સપ્તક કહેવાય છે. આ ત્રણે સપ્તકમાં દરેક સ્વરની આવૃત્તિનો પણ એક સંબંધ છે. મધ્ય સપ્તકના સ્વરોની આવૃત્તિથી મન્દ્ર સપ્તકના તે જ સ્વરો અર્ધી આવૃત્તિ ધરાવે છે જ્યારે તાર સપ્તકમાં તે જ સ્વરો બમણી આવૃત્તિ ધરાવે છે. દા. ત., મધ્ય સપ્તકનો ષડ્જ જો 240 CPSનો હોય તો મન્દ્ર સપ્તકનો ષડ્જ 120 CPSનો અને તાર સપ્તકનો 480 CPSનો હોય છે.

સપ્તકના સાત સ્વરોની આવૃત્તિઓનું ગણિત આ પ્રકારે મૂકી શકાય. મધ્ય ષડ્જની આવૃત્તિને એકમ ગણીએ એટલે કે 1 સંખ્યા વડે દર્શાવીએ તો તાર ષડ્જની આવૃત્તિ 2 સંખ્યા વડે દર્શાવી શકાય. પંચમ સ્વરની આવૃત્તિ આ બંને ષડ્જના અર્ધ ભાગે હોય છે જે ગાણિતિક રીતે  સંખ્યામાં આવે. તેવી જ રીતે ષડ્જ અને પંચમ બંનેના અર્ધભાગે આવતો સ્વર ગાન્ધાર  સંખ્યાનું પ્રમાણ દર્શાવે. આ ગુણોત્તર પ્રમાણની સંખ્યાઓનો અર્થ એ છે કે જો ષડ્જની આવૃત્તિ 400 CPS હોય તો ગાન્ધારની 500 CPS અને પંચમની 600 CPS આવૃત્તિઓ આવે. આથી ષડ્જ, ગાંધાર અને પંચમની આવૃત્તિઓનાં પ્રમાણ 4 : 5 : 6નાં મૂકી શકાય. પ્રાકૃતિક સ્વરસંઘાત(harmonic triad)નાં આ પ્રમાણ છે. આવાં પ્રમાણો ધરાવતી આવૃત્તિઓના સ્વરો એકીસાથે નીકળતા હોય તોયે મધુરતા ધરાવે છે. સપ્તકના સાત સ્વરો આ જ પ્રમાણ વડે જોડાયેલા હોય છે, જે નીચે પ્રમાણે દર્શાવી શકાય :

4       :       5       :       6                               4       :       5       :       6

મ              ધ              સા              ગ              પ              નિ              રે.

                                4       :       5       :       6

આ રીતે સ્વરસંઘાતમાં ગોઠવાયેલા સાત સ્વરોને ક્રમબદ્ધ તેમનાં સ્થાન પ્રમાણે વ્યવસ્થિત મૂકીએ તો સુશ્રાવ્ય સ્વરોની શ્રેણી કે સ્વરમાપક્રમ મેળવી શકાય જેને નૈસર્ગિક કે પ્રાકૃતિક સ્વરગ્રામ (natural scale) કહી શકાય. આવા પ્રાકૃતિક સ્વરગ્રામનાં નાદઅન્તર જાણવા ષડ્જની કોઈ એક આવૃત્તિનો આધાર લઈએ. હિન્દુસ્તાની સંગીતનો ષડ્જ 240 CPSનો ગણાય છે. ષડ્જની આવૃત્તિ તે પ્રમાણે 240 CPS લઈએ અને અન્ય સ્વરોનાં પ્રમાણ મુજબ બીજા આવૃત્તિ-અંકો મૂકીએ તો નીચે પ્રમાણે તેની  વ્યવસ્થા થશે :

320    :       400    :       480    (સાં)            360    :       450    :       540

4               :       5       :       6                       4       :       5       :       6

મ                      ધ              સા      ગ              પ              નિ              રેં

                                4       :       5       :       6

                                [240]  :       300    :       360

બધા સ્વરોને હવે શ્રેણીબદ્ધ રૂપે ગોઠવીએ અને તાર રિષભની આવૃત્તિ(540)ને મધ્ય સપ્તકમાં લાવીએ એટલે કે તેને અર્ધી કરીએ જે 270 થાય તો સ્વર-સપ્તક તેના આવૃત્તિઅંકો સાથે આ પ્રમાણે આવે :

સા              રે      ગ      મ      પ      ધ      નિ      સાં

240:            270:    300:    320:    360:    400:    450:    480:

આ પ્રાકૃતિક સ્વરગ્રામમાં ક્રમિક નાદઅંતર તપાસીએ તો ઇત્યાદિ ક્રમમાં  મુજબ યોજાયેલાં જોવા મળે છે.

ગુણોત્તર પ્રમાણ અનુક્રમે ઊતરતા ક્રમનાં મૂલ્યો છે. આથી  નાદ-અન્તર ધરાવતા સ્વરને ગુરુસ્વર, ને લઘુસ્વર અને  અર્ધસ્વર ગણવામાં આવેલ છે. પ્રાકૃતિક સ્વર-સપ્તકને તેનાં ગુણોત્તર મૂલ્યોમાં નીચે મુજબ મૂકી શકાય :

દુનિયાના બધા દેશોના શુદ્ધ સ્વરગ્રામ ઉપરનાં પ્રાકૃતિક નાદ-અન્તરની વ્યવસ્થા ધરાવે છે, પશ્ચિમના સંગીતનો  M. D. S. (મેજર ડાય-એટૉનિક સ્કેલ : major di  atonic scale) પ્રાકૃતિક સ્વરગ્રામની વ્યવસ્થા પ્રમાણે નીચે મુજબ યોજાયેલો છે :

પશ્ચિમના સંગીતનો બીજો પણ એક સ્વરગ્રામ છે જે ના લઘુ સ્વરસંઘાત (minor triad) વડે બનતો હોય છે, જેનાં નાદ-અન્તર પણ ઉપરનાં ત્રણ પ્રમાણ ધરાવે છે. આગળ આવૃત્તિ-અંકો સાથે દર્શાવેલ પ્રાકૃતિક સ્વરગ્રામમાં ધૈવતની આવૃત્તિ 400 જણાવેલ છે. તેમાં પાંચ આંદોલન ઉમેરી આવૃત્તિ 405 કરીએ તો ધૈવતનું ગુણોત્તર પ્રમાણ  આવે જે પહેલાં હતું અને નિષાદનું ગુણોત્તર પ્રમાણ

પ્રાકૃતિક સ્વરગ્રામમાં ધૈવત અને નિષાદનાં આવાં ફેરફાર કરેલાં નાદ-અન્તર મૂકીએ તો સ્વરગ્રામ

મુજબના ક્રમમાં આવતો જણાશે. સ્વરગ્રામનો આવો ક્રમ બંને બાજુ એટલે કે પૂર્વાંગ અને ઉત્તરાંગમાં યમકત્વ (symmetry) ધરાવતો જોવા મળે છે. હિન્દુસ્તાની સંગીતનો આ બિલાવલ થાટ છે. બિલાવલ થાટનો ધૈવત પ્રાકૃતિક સ્વરગ્રામના ધૈવત કરતાં એક સૂક્ષ્મ સ્વર (micro-tone) ઊંચો છે અને નિષાદ તેટલો નીચો છે. બિલાવલ થાટના સ્વરોનાં નાદ-અન્તરોની યમકત્વમાં રચાયેલી  વ્યવસ્થા જોતાં એવું ફલિત થાય છે કે તેમાં સા-પ, રે-ધ, ગ-નિ અને મ-સાં સ્વરો ષડ્જ-પંચમ સંવાદી ભાવમાં  યોજાયેલા રહે છે.

સૂક્ષ્મ સ્વરો અને શ્રુતિવ્યવસ્થા : પ્રાકૃતિક સ્વરગ્રામને બિલાવલ થાટમાં ફેરવવા ગુરુ સ્વર અને લઘુ સ્વર વચ્ચેના ભેદથી જે સૂક્ષ્મ નાદ-અન્તર મળે તેનો ઉપયોગ કર્યો. તે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણેનું સૂક્ષ્મ નાદ-અન્તર  થાય. આવાં વિશેષ બે સૂક્ષ્મ નાદ-અન્તર મેળવી શકાય. એક તે લઘુસ્વર અને અર્ધસ્વર વચ્ચેના ભેદથી અને બીજું લઘુસ્વર સાથે અર્ધસ્વરના યોગ વડે થતા સ્વર અને ગુરુ સ્વર વચ્ચેના તફાવતથી. આ સૂક્ષ્મ નાદ-અન્તરો અનુક્રમે  અને  આવે. આ પ્રકારે અન્ય ત્રણ સૂક્ષ્મ ગણિત-મૂલ્યો મળ્યાં જે  એવા ઊતરતા ક્રમમાં છે. અન્યથા આ સૂક્ષ્મ નાદ-અન્તર ગાણિતિક રીતે ક્રમશ: આવે જે સ્વરોના અને સૂક્ષ્મ સ્વરોના સંવાદી તત્વને સમજવામાં ઉપયોગી થાય તેમ છે.

પ્રાકૃતિક સ્વરસપ્તકનો ક્રમ ત્રણ પ્રકારનાં નાદ-અન્તર ધરાવે છે. સૂક્ષ્મ નાદ-અન્તર પણ ત્રણ પ્રકારનાં છે. આ ત્રણ ત્રણ પ્રકારનાં ગણિત-મૂલ્યોને ઓગણીસમી સદીના અંગ્રેજ સંગીતશાસ્ત્રકાર એલિસની સેન્ટ પદ્ધતિમાં એટલે કે એક સપ્તકના 1,200 સરખા ભાગમાં મૂકીએ તો તે આ પ્રમાણે આવે.

સૂક્ષ્મ નાદ-અંતરની સંખ્યા સાથેનો પ્રાકૃતિક સ્વર-ગ્રામ એલિસ પદ્ધતિ વડે ક્રમબદ્ધ વ્યવસ્થામાં મૂકીએ તો તે નીચે પ્રમાણે આવે :

આ વ્યવસ્થામાં સૂક્ષ્મ નાદ-અન્તરોનો પણ એક ક્રમ જણાય છે, જેને ચક્રિક ક્રમ (cyclic order) નામ આપી શકાય, ઉપરાંત એક સપ્તકના ગાળામાં 22 સૂક્ષ્મ સ્વરો તેમાં આવે છે તે પણ જાણી શકાય છે.

શ્રુતિવ્યવસ્થા : સંગીતની પરિભાષામાં ‘શ્રુતિ’ શબ્દ ઘણો પ્રાચીન છે. સંગીતના સ્વરસપ્તકની યોજનામાં સ્વરગ્રામ અને શ્રુતિનો ઉલ્લેખ મહાભારત-કાળ(ઈ. સ. પૂ. 1000 આશરે)થી થતો આવ્યો છે. તે સમયના સમર્થ વિદ્યાગુરુ વિશ્ર્વાવસુના મંતવ્યનો ઉલ્લેખ કરીને ‘બૃહદદેશીય’ નામના સંગીતના ગ્રંથમાં મતંગે (આશરે છઠ્ઠી સદી) શ્રુતિની વ્યાખ્યા આપતાં લખ્યું છે કે

श्रवणेन्द्रियग्राह्यत्वात् ध्वनिरेव श्रुतिर्भवेत् ।

અર્થાત્, શ્રવણેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય થવાને કારણે ધ્વનિ જ શ્રુતિ કહેવાય છે.

ખરા અર્થમાં જોઈએ તો શ્રવણેન્દ્રિય વડે સાંભળી શકાય, સમજી શકાય અને જેની ઊંચાઈનીચાઈ સ્પષ્ટપણે એક- બીજા નાદથી જુદી  જણાઈ આવે તેવા નાદને શ્રુતિ કહેવાય.

સપ્તકના ગાળામાં નાદની આવૃત્તિઓ અનેક આવે અને સેંકડો સૂક્ષ્મ નાદ ગણાવી શકાય, પરંતુ એકબીજા સાથે સંબંધ ધરાવતા સંનિધ આવર્તકો જ શ્રવણેન્દ્રિય વડે ગ્રાહ્ય થતા હોય છે. સૂક્ષ્મ નાદોના ગાણિતિક પ્રમાણ વડે આપણે તે જાણ્યું. આ બધા સૂક્ષ્મ નાદ તે શ્રુતિ. પ્રાચીન સમયમાં નાદ-અન્તરના ગણિતનો આશ્રય ન લેતાં કેવળ શ્રવણેન્દ્રિયની સંવેદનશીલતા અને સૂક્ષ્મ સ્વરોની સંવાદિતાના આધારે મધુર નાદની વિવિધતાનો અભ્યાસ થતો. એટલે જ શ્રુતિની યથાર્થ વ્યાખ્યામાં શ્રવણેન્દ્રિય વડે ગ્રાહ્ય થતા સૂક્ષ્મ નાદનો ઉલ્લેખ થયેલો છે.

સ્વરગ્રામમાં શ્રુતિની સંખ્યા, તેનાં પરિમાણ, સ્થાન અને તેની જાતિ ઇત્યાદિના નિર્ણય માટે ભરતમુનિરચિત નાટ્યશાસ્ત્ર(ઈ. સ. પૂ. 200 આશરે)માં ‘ચતુ:સારણા પદ્ધતિ’  નામનો એક પ્રયોગ વર્ણવેલો છે. આ અભિનવ પ્રયોગમાં સિદ્ધ થયેલ છે કે શ્રુતિનાદ ઉત્તરોત્તર ચડતી તારતામાં એક સપ્તકના ગાળામાં 22ની સંખ્યામાં સાંભળવામાં આવે છે. પ્રયોગમાં સપ્તકના સ્વરો કઈ શ્રુતિ ઉપર સ્થાપિત થાય છે તે સમજાવાયું છે. શ્રુતિની ત્રણ જાતિ મધ્યા, આયતા અને મૃદુનાં અલગ અલગ પરિમાણ ઉપર પ્રયોગોનો આધાર છે. પ્રયોગના આદેશમાં ભરતે સૂચવેલો ક્રમ તે સૂચિત ચક્રિક ક્રમ પણ શ્રુતિઓનો જણાયો છે. આમ શ્રુતિ તે આ પહેલાં સૂક્ષ્મ નાદના વર્ણવેલા બધા ગુણો ધરાવે છે.

સ્વરગ્રામમાં શ્રુતિ-વ્યવસ્થા : પ્રાચીન સમયમાં સ્વરગ્રામનિયુક્તિમાં શ્રુતિઓનો ઉપયોગ બે પ્રકારે થયેલો જોવામાં આવે છે : (1) શ્રુતિ ઉપર સ્વર સ્થાપિત કરવામાં અને (2) સ્વરો વચ્ચેનાં અન્તર જાણવા માટે શ્રુતિસંખ્યાની ગણતરી કરવામાં.

સ્વરગ્રામનિયુક્તિમાં શ્રુતિનો ઉપયોગ જે પ્રકારે થતો આવ્યો છે તે અંગે ભરતમુનિના ષડ્જગ્રામની સ્વર-વ્યવસ્થા જોઈ જઈએ. પ્રાચીન સ્વરિત સ્વરો ષડ્જ, મધ્યમ અને પંચમ ચાર ચાર શ્રુતિના અનુદાત્ત સ્વરો રિષભ અને ધૈવત ત્રણ ત્રણ શ્રુતિના અને ઉદાત્ત સ્વરો નિષાદ અને ગાન્ધાર બે બે શ્રુતિના તેમાં વર્ણવ્યા છે. એ સમયના નિયમાનુસાર અંતિમ શ્રુતિ ઉપર સ્વરોની તેમાં સ્થાપના થયેલી છે. પ્રાચીન સમયમાં વીણાવાદન કે વેણુવાદન ક્રિયામાં મધ્યભાગે જે સ્વરની સ્થાપના થતી તે સ્વર વડે સ્વરગ્રામ ઓળખાતા. ભરતનો ષડ્જગ્રામ તેવી રીતે નીચે પ્રમાણેની શ્રુતિ-વ્યવસ્થા ધરાવે છે.

ષ-ગ્રામ :

ભરતે ષડ્જગ્રામમાં ગાન્ધારને બે શ્રુતિ ચડાવીને ત્યાં ધૈવતની સ્થાપના કરી અને મૂર્ચ્છના પદ્ધતિએ અન્ય સ્વરગ્રામની રચના કરી. આ રચનામાં મધ્યભાગે એટલે ષડ્જને સ્થાને મધ્યમ આવતો હોવાથી તે સ્વરગ્રામ મધ્યમગ્રામ નામથી ઓળખાયો. તેની શ્રુતિ-વ્યવસ્થા આ પ્રકારે છે :

બંને ગ્રામનો આરંભ ષડ્જથી માનીએ તો શ્રુતિ-વ્યવસ્થા આ પ્રકારે આવશે.

અહીં સ્વરો ઉપર મૂકેલા અંક શ્રુતિસ્થાનના છે અને સ્વરો સાથે આવતા અંક શ્રુત્યન્તર દર્શાવે છે.

ભારતીય સંગીતમાં રાગસંગીતનો આવિષ્કાર થયો ત્યારથી ષડ્જને મૂળનાદ માનવામાં આવ્યો છે અને ષડ્જનો નાદ શરૂ થાય ત્યાં જ પહેલી શ્રુતિનું સ્થાન મુકાયું છે. એ પ્રકારે 1લી શ્રુતિ ઉપર ષડ્જનું સ્થાન મૂકતાં ષ-ગ્રામ અને મ-ગ્રામ નીચે પ્રમાણે પરિવર્તન પામે :

મેજર ડાયએટૉનિક સ્કેલ : આ પ્રકારે બનતા સ્વરગ્રામોમાં ષડ્જગ્રામનું રૂપાંતર તે હિન્દુસ્તાની સંગીતનો શુદ્ધ સ્વરગ્રામ – બિલાવલ થાટ છે. મધ્ય ગ્રામનું રૂપાંતર તે પાશ્ચાત્ય સંગીતનો M.D.S. (મેજર ડાય-એટૉનિક સ્કેલ) છે, જે પૂર્ણ રીતે પ્રાકૃતિક સ્વરગ્રામ છે.

ઉત્તર હિન્દુસ્તાની સંગીતપદ્ધતિનું પરીક્ષણ કરીએ તો જણાશે કે કોઈ પણ સ્વરની આવૃત્તિને અર્ધ-સ્તર એટલે કે દ્વિશ્રુતિ ઉપર ચડાવીએ તો તે પછીનો ક્રમિક સ્વર તે સ્થાને વિકૃત થતો જણાય છે. બે અર્ધ-સ્વર સિવાયના સ્વરગ્રામના અન્ય પાંચ સ્વરો વિકૃત બને છે. સ્વરગ્રામમાં મધ્યમ પછીનો ક્રમિક સ્વર પંચમ વિચલિત રહેતો હોવાથી મધ્યમને જ વિકૃત થયેલો માનવામાં આવે છે. વિકૃત થયેલા સ્વરોમાં મધ્યમને તીવ્ર અને બાકીના રિષભ, ગાન્ધાર, ધૈવત અને નિષાદને કોમલ થતા માન્યા છે. વિકૃત સ્વરોનાં શ્રુતિ-સ્થાન આ પ્રમાણે છે :

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરામાં સ્વરોની સંક્રમક્રિયામાં શ્રુતિ-અન્તરની દૃષ્ટિએ સંવાદી તત્વો જળવાતાં ન હોય તો સ્વરોને સંવાદી શ્રુતિ ઉપર લઈ જવાતા હોય છે. એટલે કે શુદ્ધ અને વિકૃત એવા સ્વરોનાં બાર શ્રુતિ-સ્થાનો ઉપરાંત અન્ય શ્રુતિ-સ્થાનોનો સંગીત-અભિવ્યક્તિ સમયે ઉપયોગ થતો હોય છે.

ભારતીય સંગીતને આથી જ શ્રુતિ-સંગીત કહેવાયું છે.

મોહનભાઈ જોબનપુત્રા