તારાવિશ્વ-નિર્દેશાંકો

January, 2014

તારાવિશ્વ-નિર્દેશાંકો (galactic coordinators) : તારાવિશ્વનું સ્થાન દર્શાવતા યામો. તારાવિશ્વનાં સ્થાન વિષુવાંશ (right ascension–RA) અને વિષુવલંબ (declination-D)માં દર્શાવવામાં આવે છે, જેને તારાવિશ્વના નિર્દેશાંકો કહે છે; દા. ત., તારાવિશ્વના ઉત્તરધ્રુવના નિર્દેશાંક RA 12 કલાક 49 મિનિટ અને D. + 27° 24´ છે. તારાવિશ્વના શૂન્યતા-નિર્દેશાંકો, જે તારાવિશ્વની નાભિની દિશા દર્શાવે છે, તેના RA 17 કલાક 42.4 મિનિટ અને D. 28°, 53´ છે.

દીપક ભદ્રશંકર વૈદ્ય