જાપાલ-રંગાપુર વેધશાળા

January, 2012

જાપાલ-રંગાપુર વેધશાળા : હૈદરાબાદ નજીક જાપાલ અને રંગાપુર નામનાં ગામ પાસે, 76° 13’ 39’’ પૂર્વ રેખાંશ અને 17° 05’ 54’’ ઉત્તર અક્ષાંશે 695 મી. ઊંચાઈએ આવેલી વેધશાળા. 1968માં અહીં 1.2 મી. વ્યાસનું પરાવર્તક દૂરબીન ગોઠવવામાં આવ્યું અને ઓસમાનિયા યુનિવર્સિટીના ખગોળવિજ્ઞાન વિભાગનાં આધુનિક ઉપકરણો દ્વારા સંશોધનકાર્ય શરૂ કરવામાં આવ્યું. હાલ અહીં જુદાં જુદાં પ્રકાશમાપી અને વર્ણપટ-આલેખ વડે યુગ્મતારાનો અભ્યાસ તથા સૂર્ય અને કોરેટ્સ ઉપર સંશોધન થઈ રહ્યું છે.

દીપક ભદ્રશંકર વૈદ્ય