ચોનોલિથ (chonolith mould stone) : અંતર્ભેદકોનો એક પ્રકાર. તેનો અર્થ જેવું બીબું એવો આકાર. સામાન્ય રીતે આ પ્રકારનું અંતર્ભેદક તદ્દન અનિયમિત આકારવાળું હોય છે. પોપડાના પ્રાદેશિક ખડકપ્રવિષ્ટ મૅગ્માનો આકાર સંવાદી કે વિસંવાદી પ્રકારમાં બંધબેસતો ન આવે ત્યારે અંતર્ભેદકને માટે ‘ચોનોલિથ’ નામ પ્રયોજવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા