ચિત્રકાદિ વટી-ચૂર્ણ

January, 2012

ચિત્રકાદિ વટી-ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. ચિત્રક, પીપરીમૂળ, યવક્ષાર, સાજીખાર, સિંધાલૂણ, સંચળ, બિડલવણ, સામુદ્ર લવણ, ઔદભિદ લવણ, સૂંઠ, મરી, પીપર, હિંગ, અજમો અને ચવકનું કપડછાન ચૂર્ણ બનાવી તેને બિજોરોના રસની અથવા દાડમના રસની એક ભાવના આપી ચાર ચાર રતીના પ્રમાણની ગોળીઓ બનાવાય છે અથવા તો સૂકવીને ચૂર્ણ રૂપમાં પણ રાખી શકાય છે. આ ઔષધ પેટના તમામ કફ વાતદોષજન્ય રોગો, અપચો, આફરો, અગ્નિમાંદ્ય, મંદાગ્નિ, આમદોષ, ઉદરશૂળ તથા સંગ્રહણી વગેરેમાં ઉપયોગમાં લેવાય છે.

 મધુકાન્ત ભગવાનજી પંડ્યા