૧૭.૨૫
રાષ્ટ્રધ્વજથી રાસાયણિક ઉદ્યોગમાં સુરક્ષા
રાસલીલા
રાસલીલા : જુઓ હિન્દી રંગમંચ.
વધુ વાંચો >રાસ સત્યાગ્રહ
રાસ સત્યાગ્રહ : રાસ ગામના ખેડૂતોએ 1930માં મહેસૂલ ન ભરીને કરેલો સત્યાગ્રહ. ગુજરાતના ખેડા જિલ્લાના બોરસદ તાલુકામાં બોરસદથી 11 કિમી. દૂર રાસ ગામ આવેલું છે. હોમ રૂલ આંદોલન(1916-1917)ના સમયથી રાસમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી હતી. ખેડા સત્યાગ્રહ (1918) વખતે ગાંધીજીએ રાસમાં ખેડૂતોની વિશાળ સભાને સંબોધી હતી. અસહકારની લડત(1920-1922)માં રાસમાં દારૂનું પીઠું…
વધુ વાંચો >રાસાયણિક અવક્ષેપન (chemical precipitation)
રાસાયણિક અવક્ષેપન (chemical precipitation) : દ્રાવણમાં રહેલા એક પદાર્થને અદ્રાવ્ય રૂપમાં ફેરવીને અલગ પાડી શકાય તેવા ઘન પદાર્થ રૂપે મેળવવાની વિધિ અથવા ઘટના. ઘણી વાર અવક્ષેપનની વિધિનો ઉપયોગ જલીય દ્રાવણોમાંથી ધાતુ-આયનોને દૂર કરવા માટે થાય છે; દા. ત., સિલ્વર નાઇટ્રેટ જેવા દ્રાવ્ય ક્ષારના દ્રાવણમાં રહેલા સિલ્વર આયનો(Ag+)ને દ્રાવણમાં ક્લોરાઇડ આયનો…
વધુ વાંચો >રાસાયણિક ઇજનેરી
રાસાયણિક ઇજનેરી : જેમાં પદાર્થો તેમની ભૌતિક કે રાસાયણિક અવસ્થામાં ફેરફાર પામતાં હોય તેવાં સંયંત્રો(plants)ની ડિઝાઇન અને પ્રચાલન (operation) તથા પ્રવિધિઓ(processes)ના વિકાસ સાથે સંકળાયેલ ઇજનેરીની એક શાખા. રાસાયણિક ઇજનેરીને લગતી સંકલ્પનાઓ (concepts) તો આશરે એક સૈકા અગાઉ જ વિકસાવવામાં આવી છે, પણ જેમને રાસાયણિક ઇજનેરીના ક્ષેત્રમાં સમાવી લેવામાં આવી છે…
વધુ વાંચો >રાસાયણિક ઇજનેરીમાં પ્રવિધિ નિયંત્રણ (process control in chemical engineering)
રાસાયણિક ઇજનેરીમાં પ્રવિધિ નિયંત્રણ (process control in chemical engineering) : ભૌતિક પ્રણાલીના પસંદ કરેલા પરિવર્તીઓ(variables)ને બરાબર ગોઠવીને પ્રણાલીને ઇચ્છિત (મનપસંદ) સ્થિતિમાં જાળવી રાખવાની વ્યવસ્થા. રાસાયણિક ઇજનેરીમાં કોઈ પણ પ્લાન્ટમાં દ્રવ્યના વહનનો સમાવેશ થતો હોય છે; દા. ત., દ્રવ્યનું એક પાત્રમાંથી બીજામાં વહેવું, પ્રવાહીનું બુદબુદન (bubbling) અને ઉત્કલન, સ્નિગ્ધ (viscous) દ્રવ્યોનું…
વધુ વાંચો >રાસાયણિક ઉત્ક્રાંતિ
રાસાયણિક ઉત્ક્રાંતિ : સાદાં રાસાયણિક તત્ત્વોમાંથી પ્રોટીન, ન્યૂક્લીઇક (nucleic) ઍસિડ, પૉલિસૅકેરાઇડ જેવા જીવનાવદૃશ્યક સંકીર્ણ કાર્બનિક અણુઓની ઉત્પત્તિ. જીવનની ઉત્ક્રાંતિ અંગેની જિજ્ઞાસા જૈવિક અણુઓના ઊગમ વિશે વિચાર કરવા પ્રેરે છે. ભૂસ્તરીય ઇતિહાસમાં કોઈ એવો પ્રાગ્-જૈવિક કાળ હોવો જોઈએ, જે દરમિયાન કાર્બનિક સંયોજનો બન્યાં હશે તથા તેઓ મનુષ્યની જૈવિક પ્રણાલીઓમાં મળતાં સંકીર્ણ…
વધુ વાંચો >રાસાયણિક ઉદ્યોગમાં સુરક્ષા
રાસાયણિક ઉદ્યોગમાં સુરક્ષા : રાસાયણિક ઉદ્યોગમાં કામ કરતા કારીગરોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, તેમને શારીરિક હાનિ ન પહોંચે, પર્યાવરણ પ્રદૂષિત ન થાય તથા ઉપયોગમાં લેવાતાં યંત્રોને નુકસાન ન થાય તે માટે લેવાં જોઈતાં જરૂરી પગલાં. વિભિન્ન પ્રકારનાં રસાયણોના ઉત્પાદન માટે જુદાં જુદાં સાધનોનો ઊંચા દબાણે અને તાપમાને ઉપયોગ થતો હોય છે.…
વધુ વાંચો >રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્રધ્વજ : દેશના સ્વાભિમાનના પ્રતીકરૂપ ધજા, જેની ગરિમા જાળવતાં રાષ્ટ્રજનો પ્રાણ આપવા પણ તૈયાર થઈ જતા હોય છે. આ ધ્વજ કે ધજામાં રેશમી, ઊની, સુતરાઉ એમ વિવિધ કાપડ વપરાય છે. માપ દોઢ x એકના વ્યાપક માપ કરતાં કોઈ વાર ભિન્ન હોય છે. કપડા ઉપર રંગબેરંગી પટા અને ઘણી વાર વિશેષ…
વધુ વાંચો >રાષ્ટ્રનિર્માણ
રાષ્ટ્રનિર્માણ : સંકીર્ણ ભાવનાઓ ત્યજી બૃહત સ્તરે રચાતું રાષ્ટ્રીય જોડાણ. રાષ્ટ્રનિર્માણ એટલે નવા રાજ્ય કે રાષ્ટ્રનો જન્મ નહીં, પરંતુ વિવિધ વર્ગો જૂથો કે લોકો વચ્ચે પ્રવર્તતી સાંકડી રાષ્ટ્રીય લાગણીઓ ત્યાગી સમાજના તમામ વર્ગો, વિભાગો અને સ્તરો દેશની એકતાના મુખ્ય પ્રવાહમાં જોડાય તેવા પ્રયાસો. અહીં બે પ્રક્રિયાઓ એકસાથે ચાલે છે. એક…
વધુ વાંચો >રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ : ભારતીય સંઘરાજ્યના બંધારણીય વડા. તેમની ચૂંટણી, તેમનો કાર્યકાળ, તેમના પદ માટેની લાયકાતો તથા ભારતના બંધારણમાં તે પદ ધરાવતી વ્યક્તિને આપવામાં આવેલા વિશેષાધિકારની વિગતો ભારતીય પ્રજાતંત્રના બંધારણના અનુચ્છેદ 52થી 75માં દર્શાવવામાં આવેલી છે. દેશના જે નાગરિકની ઉંમર 35 અથવા તેના કરતાં વધારે હોય તથા જે વ્યક્તિ લોકસભાની સદસ્યતા ધરાવવાની…
વધુ વાંચો >રાષ્ટ્રપતિ-શાસન
રાષ્ટ્રપતિ-શાસન : ભારતીય સંઘના કોઈ પણ ઘટક રાજ્યનું શાસનતંત્ર દેશના બંધારણની જોગવાઈઓ મુજબ ચલાવી શકાય તેમ ન હોય ત્યારે તેના તાત્કાલિક ઉકેલ તરીકે દેશના બંધારણની કલમ 356 હેઠળ કરવામાં આવેલી જોગવાઈ. ભારતના રાષ્ટ્રપતિ આવા રાજ્યનું શાસનતંત્ર જાહેરનામું બહાર પાડીને પોતાને હસ્તક લઈ શકે, એવી જોગવાઈ ઉપર્યુક્ત કલમમાં કરવામાં આવેલી હોવાથી…
વધુ વાંચો >રાષ્ટ્રવાદ
રાષ્ટ્રવાદ : રાષ્ટ્ર પ્રત્યે તાદાત્મ્ય અને વફાદારીની ભાવના. આધુનિક વિશ્વની વ્યાખ્યા કરનારાં અને તેને ઘાટ આપનારાં જે પરિબળો છે, તેમાં રાષ્ટ્રવાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રવાદની કોઈ ચોક્કસ અને સર્વસંમત વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. નિશ્ચિત ભૂમિપ્રદેશમાં ઠીક ઠીક લાંબા સમયથી રહેતા, એક જાતિના, એક ભાષા બોલતા, એક ધર્મ પાળતા, સહિયારાં…
વધુ વાંચો >રાષ્ટ્રસમૂહ
રાષ્ટ્રસમૂહ : જુઓ કૉમનવેલ્થ
વધુ વાંચો >રાષ્ટ્રસમૂહ રમતોત્સવ
રાષ્ટ્રસમૂહ રમતોત્સવ : રાષ્ટ્રસમૂહના વિવિધ દેશો માટે યોજાતો વિવિધ રમતોનો ઉત્સવ. ઑલિમ્પિક રમતોત્સવ અને એશિયાઈ રમતોત્સવની જેમ આ રાષ્ટ્રસમૂહ રમતોત્સવ પણ દર ચાર વર્ષે રાષ્ટ્રસમૂહના સભ્ય દેશોમાં યોજાતો રહે છે; જેમાં સભ્ય દેશોના રમતવીરો વિવિધ રમત-સ્પર્ધાઓમાં ભાગ લે છે. આ રમતોત્સવનો ઉદભવ 1930માં થયો હતો. કૅનેડાના એક પત્રકાર અને ઍથ્લેટિક્સ…
વધુ વાંચો >રાષ્ટ્રીય આવક
રાષ્ટ્રીય આવક : કોઈ પણ એક નાણાકીય વર્ષ દરમિયાન કોઈ પણ એક દેશમાં ઉપલબ્ધ વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો પ્રવાહ. બીજી રીતે કહીએ તો દેશમાં થતી વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન તે ઉત્પાદનમાં રોકાયેલાં યંત્રો, સંચા, ઓજારો, ઉપકરણો, કારખાનાનું મકાન જેવા મૂડીમાલને થતો ઘસારો (wear and tear, depreciation) બાદ કરતાં…
વધુ વાંચો >રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ
રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ : જુઓ આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય
વધુ વાંચો >રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation (N.I.D.C.)
રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation (N.I.D.C.) : પાયાના ઉદ્યોગો શરૂ કરવામાં મદદરૂપ થવા ભારત સરકારે સ્થાપેલું નિગમ. ભારત સરકારે ઑક્ટોબર, 1954માં ખાનગી કંપની તરીકે રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ કૉર્પોરેશનની રૂપિયા એક કરોડની મૂડીથી સ્થાપના કરેલી. તેનું મુખ્ય મથક દિલ્હીમાં છે. ભારતીય અર્થતંત્રના વિકાસ માટે જે પાયાના ઉદ્યોગો જરૂરી…
વધુ વાંચો >