ક્રિસ્ટૉલ, જોશુઆ (Cristall, Joshua) (જ. 1768, કમ્બરોન યુ. કે.; અ. 1847, લંડન, યુ. કે.) : નિસર્ગ ચિત્રો ચીતરવા માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર.

જોશુઆ ક્રિસ્ટૉલે દોરેલું ચિત્ર

1792માં તેમના પિતાએ તેમને કાચ અને પોર્સેલિનનાં વાસણોના ધંધામાં પરાણે ધકેલ્યા. તેમાંથી મુક્તિ મેળવી તેઓ 1795માં લંડનની રૉયલ એકૅડેમીમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ થયા. 1802માં તેમણે વેલ્સ જઈ ત્યાંની મનોહર પ્રકૃતિને નિસર્ગચિત્રોમાં આલેખિત કરી. આ ચિત્રોનું તેમણે 1803માં રૉયલ એકૅડેમી ખાતે વૈયક્તિક પ્રદર્શન કર્યું; જેનાથી તેમની નામના થઈ. પ્રકૃતિના શાંત રસનું આલેખન તેમણે કર્યું છે.

અમિતાભ મડિયા