કોટિન્ગ્હૅમ – રૉબર્ટ

January, 2008

કોટિન્ગ્હૅમ, રૉબર્ટ (જ. 1935, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : આધુનિક અમેરિકન ચિત્રકાર. આધુનિક નગરજીવનનું વાસ્તવવાદી શૈલીમાં આલેખન કરવા માટે તેઓ જાણીતા છે. રસ્તા પરની ગિરદી, વાહનો, નિયૉન-ટ્યૂબથી રચિત જાહેરાતો, વગેરે નાગરી ઘટકો તેમનાં ચિત્રોમાં વારંવાર નજરે પડે છે. નાગરી જીવનની હુંસાતુંસી અને ઉતાવળી ગતિને પણ તેઓ ચિત્રોમાં સ્પષ્ટ દર્શાવી શક્યા છે. વિવેચકોને તેમનાં ચિત્રો આધુનિક નાગરી જીવનની વ્યર્થતા પરના કટાક્ષ સમાં ભાસ્યાં છે.

અમિતાભ મડિયા