કુંડિનસ્વામી : સંસ્કૃત ભાષ્યકાર. યજુર્વેદની તૈત્તિરીય સંહિતાના સાયણ, ભવસ્વામી, ગુહદેવ; કૌશિક ભટ્ટ, ભાસ્કર મિત્ર, ક્ષુર, વેંકટેશ, બાલકૃષ્ણ અને હરદત્ત મિશ્ર નામના ભાષ્યકારોની જેમ કુંડિનસ્વામીનું નામ પણ ભાષ્યકાર તરીકે પ્રાપ્ત થાય છે. તેમનું ભાષ્ય મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ નથી. તેમનાં ભાષ્ય કે સ્થિતિસમય વિશે કશી માહિતી મળતી નથી.

વિજય પંડ્યા