કાલાનીન મિશેલ મોરીસ (જ. 30 જુલાઈ 1914; અ. ?) : ઓલિમ્પિક કાઉન્સિલના એક વખતના પ્રમુખ. કૅમ્બ્રિજની મગડેનેલ કૉલેજમાં ભણીને અનુસ્નાતકની પદવી મેળવી. ચીન-જાપાન યુદ્ધ વખતે 1937-38માં પત્રકાર તરીકેની કામગીરી બજાવી. 1938માં સ્વેચ્છાએ બીજા

કાલાનીન મિશેલ મોરીસ

વિશ્વયુદ્ધમાં બ્રિગેડમેજર તરીકે કામગીરી અને નોર્મન્ડીના આક્રમણમાં ભાગ લેવા માટે ‘મેમ્બર ઑવ્ ધી ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ મેળવ્યો. ફિલ્મનિર્માણ અને પુસ્તકલેખનનું કાર્ય પણ સાથે સાથે ચાલતું. 1950માં આયર્લૅન્ડની ઓલિમ્પિક કાઉન્સિલના પ્રમુખ અને 1952માં ઇન્ટરનેશનલ કમિટીના સભ્ય થયા. 1967માં એના કાર્યકારી બોર્ડના સભ્ય પણ બન્યા. 1968માં ઓલિમ્પિક કાઉન્સિલના ઉપપ્રમુખ અને 1972માં પ્રમુખ બન્યા.

કુમારપાળ દેસાઈ