એવન : ઇંગ્લૅન્ડના નૈર્ઋત્ય ભાગમાં આવેલ કાઉન્ટી. 1974માં ગ્લોસેસ્ટરશાયર અને સમરસેટમાંથી તેનું અલગ પરગણું કરવામાં આવ્યું હતું. તેનું ક્ષેત્રફળ 1,336 કિમી. અને વસ્તી 9,34,674 (1991) જેટલી હતી. ઔદ્યોગિક વસાહતોથી દૂર હોવાને કારણે તે મોટેભાગે ખેતીપ્રધાન વિસ્તાર હતો. સમય જતાં તેને જોડેના નગરમાં ભેળવી દેવામાં આવ્યું છે.

નીતિન કોઠારી