એક્ઝેકિયાસ (Exekias) (જ. ઈ. પૂ. આશરે 550, ગ્રીસ; અ. ઈ. પૂ. આશરે 525, ગ્રીસ) : ગ્રીક કુંભકાર અને ચિત્રકાર. માત્ર ઈ. પૂ.ની 6ઠ્ઠી સદીની ગ્રીક કલાનો તે શ્રેષ્ઠ કુંભકાર હોવા સાથે સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ કુંભકારોમાંનો એક ગણાય છે. કુલ 11 કુંભો પર તેની સહી જોવા મળે છે : ‘એક્ઝેકિયાસે મને સર્જ્યો.’ (Exekias made me). 2 કુંભ પર તેની સહી જોવા મળે છે : ‘એક્ઝેકિયાસે મને સર્જ્યો અને ચીતર્યો.’ (Exekias made me and painted me.). એક્ઝેકિયાસના કુંભો પર ગૃહરમતો (indoor games), ઘોડેસવાર, કુસ્તી – સિંહ સાથેની કુસ્તી, લડવૈયા, ડૉલ્ફિન અને વહાણોનાં ચિત્રો છે.

અમિતાભ મડિયા