ઍન્થની ડીમેલો ટ્રૉફી

January, 2004

ઍન્થની ડીમેલો ટ્રૉફી : ભારતમાં રમાતી ક્રિકેટ ટેસ્ટ શ્રેણી માટે ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા (C.C.I.) તરફથી તેના સ્થાપક મંત્રી ઍન્થની ડીમેલોની સ્મૃતિમાં અપાતી ટ્રૉફી. ટ્રૉફીનું કદ 14” x 18”. કિંમત લગભગ રૂ. 2,000/- શ્રેણીવિજેતાને પ્રતિકૃતિ અર્પણ થાય છે. ઇંગ્લૅન્ડ વિરુદ્ધ 2-0થી વિજય મેળવવા બદલ ભારતને આ ટ્રોફી 1961-62માં મળી હતી. તે વખતે કપ્તાન નરી કૉન્ટ્રૅક્ટર હતા. ભારતને મળતી ટ્રૉફીની પ્રતિકૃતિ આ બૉર્ડ ઑવ્ કન્ટ્રોલ પાસે રખાય છે.

આણંદજી ડોસા