ઇલેક્ટ્રૉન વહનશૃંખલા

January, 2002

ઇલેક્ટ્રૉન વહનશૃંખલા (electron transport chain) : ઉપચયિક (oxidation) શ્વસન દરમિયાન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રૉનોનું સ્થાનાંતર કરીને ઑક્સિજન સાથેની પ્રક્રિયામાં મદદરૂપ થનાર સહઉત્સેચકોની શૃંખલા. આ શૃંખલામાં અનુક્રમે NAD+ (નિકોટિન એમાઇડ ઍડિનાઇન ડાયન્યૂક્લિયોટાઇડ), FAD+ (ફ્લેવિન ઍડિનાઇન ડાયન્યૂક્લિયોટાઇડ) Co-Q+ (સહઉત્સેચક Q) અને સાયટોક્રોમ (cyt) જૂથના સહઉત્સેચકો b, C1, C અને Aનો સમાવેશ થાય છે. ઉપચયિક પ્રક્રિયા નીચે જણાવ્યા મુજબ થાય છે :

AH2  →  + 2H+ + 2e

A + 2H+  2e + ½ (O2) →  A + H2O

(અહીં A, સહઉત્સેચક )

આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી કાર્યશક્તિના સંચયથી ADP (ઍડેનોસાઇન ડાઇફૉસ્ફેટ) અને P(અકાર્બનિક ફૉસ્ફેટ)નું સંયોજન થાય છે અને 3 ATP(ઍડેનોસાઇન ટ્રાયફૉસ્ફેટ)ના અણુઓ બંધાય છે. ઇલેક્ટ્રૉનની હેરફેર સાથે સંકળાયેલી પ્રક્રિયાને નીચે મુજબ સમજાવી શકાય છે :

સહઉત્સેચકો દ્વારા થતી ઇલેક્ટ્રૉન હેરફેરને અધીન પ્રક્રિયાઓ

એસ. જી. દેસાઈ

બી. વી. પટેલ

અલકા વ્યાસ