આવર્તક ગતિ

January, 2002

આવર્તક ગતિ (periodic motion) : સમયના એકસરખા અંતરાલ(interval)માં પુનરાવર્તન કરતી ગતિ. પાણીની સપાટી ઉપરના તરંગોની, ગતિમય ઝૂલાની, દીવાલ પરના ઘડિયાળના લોલકની, પૃથ્વીની સૂર્યને ફરતી તેની કક્ષા(orbit)માંની ગતિ, કંપિત સ્વરિત દ્વિ-ભુજ(vibrating tuning fork)ની ગતિ વગેરે આવી ગતિનાં ઉદાહરણો છે. પ્રત્યેક કિસ્સામાં એક પુનરાવૃત્ત ગતિ કે એક આવર્તન (cycle) માટેના સમયગાળાને આવર્તક ગતિનો આવર્તકાળ (T) કહે છે; અને તે આવૃત્તિ (ƒ)નો વ્યસ્ત છે. માટે T = . જો કોઈ સ્વરિત દ્વિ-ભુજની આવૃત્તિ ૫૦ સેકન્ડ હોય તો ભુજના કંપનનો આવર્તકાળ ૦.૦૨ સેકન્ડ થાય. પ્રસંવાદી વક્રો (harmonic curves) એટલે કે સાઇન વક્રો (sine curves) દ્વારા દર્શાવાતા તરંગો આવર્તક હોય છે. આમ સરલ આવર્ત ગતિ (simple harmonic motion) પણ આવર્તક ગતિનો એક પ્રકાર છે. જો તરંગ સંચારણ-(propagation)નો વેગ ν હોય અને તેની તરંગલંબાઈ λ હોય તો તેનો આવર્તકાળ T =λ /ν છે. આથી f =  .

એરચ મા. બલસારા