અપારદર્શકતા (opacity) : વિદ્યુતચુંબકીય વિકિરણ(radiation)-ને, ખાસ કરીને પ્રકાશને, પોતાનામાંથી પસાર ન થવા દે તેવો પદાર્થનો ગુણધર્મ. અપારદર્શકતા એ પારદર્શકતા(transmittance)થી વિરુદ્ધનો ગુણ છે. એટલે કે તેઓ એકબીજાથી વ્યસ્તપ્રમાણમાં છે. અપારદર્શકતાને O અને પારદર્શકતાને τ થી દર્શાવીએ તો O = 1/τ. જો પ્રકાશીય ઘનતા (optical density) d હોય તો

કોઈ પણ પદાર્થ વિદ્યુતચુંબકીય વિકિરણોમાંથી બધી જ તરંગલંબાઈ માટે અપારદર્શક કે પારદર્શક હોતો નથી. અમુક માટે અપારદર્શક હોય તો બીજા માટે તે પારદર્શક હોઈ શકે છે; જેમ કે બારીમાં વપરાતા સામાન્ય કાચ દૃશ્ય પ્રકાશ માટે પારદર્શક છે અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ માટે અપારદર્શક છે.

કમલનયન ન. જોશીપુરા