અજારક શ્વસન : હવાની હાજરીમાં વૃદ્ધિ પામતા જીવાણુઓને જારક અથવા વાયુજીવી કહેવામાં આવે છે. હવાની ગેરહાજરીમાં વૃદ્ધિ પામતા જીવાણુઓને અજારક અથવા અવાયુજીવી કહેવામાં આવે છે. અમુક જીવાણુઓ વિકલ્પી તરીકે એટલે કે O2 હાજરી અથવા ગેરહાજરીમાં જીવે છે. O2 હાજરીમાં જીવતા જીવાણુઓ જારક શ્વસન કરે છે અને O2ની ગેરહાજરીમાં જીવતા જીવાણુઓ અજારક શ્વસન કરે છે. શ્વસન તે શક્તિ ઉત્પન્ન કરતી અપચયન-ઉપચયન ક્રિયા છે જેમાં મોટે ભાગે આણ્વિક ઑક્સિજન અથવા બીજા ઑક્સીકરણ પામેલાં અકાર્બનિક સંયોજનો અંતિમ ઇલેક્ટ્રૉન સ્વીકારક તરીકે કામ કરે છે અને કાર્બનિક પદાર્થો ઇલેક્ટ્રૉન દાતા તરીકે કામ કરે છે. જીવાણુઓમાં શ્વસન બે રીતે થાય છે. (1) અજારક શ્વસન, (2) જારક શ્વસન.

અજારક શ્વસન તે શક્તિ ઉત્પન્ન કરતી અપચયન ઉપચયન પ્રક્રિયા છે, જેમાં ઑક્સિજન સિવાયના ઑક્સીકરણ પામેલા અકાર્બનિક સંયોજનો ઇલેક્ટ્રૉન સ્વીકારક તરીકે વપરાય છે. દા. ત., નાઇટ્રેટ, સલ્ફેટ, કાર્બનડાયૉક્સાઇડ વગેરે. (જારક  શ્વસનમાં આણ્વિક ઑક્સિજન અંતિમ ઇલેક્ટ્રૉન સ્વીકારક તરીકે વપરાય છે.

અજારક શ્વસન કરતા જીવાણુઓના કોષપટલમાં જારક શ્વસન કરતા જીવાણુઓની જેમ જ ઇલેક્ટ્રૉન પરિવહન શૃંખલા આવેલી છે. ઇલેક્ટ્રૉન આ શૃંખલામાંથી પસાર થાય, અંતિમ ઇલેક્ટ્રૉન સ્વીકારક તેને સ્વીકારે તે દરમિયાન ઑક્સિકારક ફૉસ્ફોરીકરણ (oxidative phosphorylation) થાય છે અને બને છે. અજારક જીવાણુઓમાં ઇલેક્ટ્રૉન પરિવહન શૃંખલાના ઘટકો, જારક શ્વસન કરતા જીવાણુઓની ઇલેક્ટ્રૉન પરિવહન શૃંખલાના ઘટકો કરતાં અલગ હોય છે. અજારક શ્વસન કરતા દરેક જીવાણુમાં પણ આ ઘટકો અલગ અલગ હોય છે અને અંતિમ ઇલેક્ટ્રૉન સ્વીકારક જુદા હોય છે. નીચે અજારક જીવાણુઓનાં નામ અને બીજી વિગતો દર્શાવેલી છે.

જીવાણુનું નામ અંતિમ ઇલેક્ટ્રૉન

સ્વીકરક

અપચયન બાદ

બનતા પદાર્થો

1. Pseudomonas અને Bacillus NO3 NO2, N2O, N2
2. Desulfovibrio અને Desulfotomaculum SO4 H2S
3. Methanogens CO2 CH4
4. Pseudomonas અને Bacillus Fe+++ Fe++
5. Wolinella Fumarate

Succinate

ઉપર દર્શાવ્યું છે તે મુજબ સુડોમોનાસ (Pseudomonas) અને બેસીલસ (Bacillus) જેવા જીવાણુઓ NO3ને અંતિમ ઇલેક્ટ્રૉન સ્વીકારક તરીકે વાપરે છે. તેથી નાઇટ્રેટ (NO3)નું અપચયન થઈ નાઇટ્રોજન (N2) બને છે. આ જીવાણુઓની ઇલેક્ટ્રૉન પરિવહન શૃંખલાના ઘટકો નીચે મુજબ છે. દરેક ઘટકમાં વાહકો હોય છે જે ઇલેક્ટ્રૉનનું પરિવહન કરે છે. નીચે વાહકો પણ દર્શાવ્યા છે.

નીલા ઉપાધ્યાય