Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

મહોબાનાં મૂર્તિશિલ્પો

Jan 19, 2002

મહોબાનાં મૂર્તિશિલ્પો : ચંદેલા રાજા કીર્તિવર્માના સમય (11મી સદી)નાં બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મોને લગતાં મૂર્તિશિલ્પો અને અન્ય કલાકૃતિઓ મહોબા અને આસપાસના વિસ્તારમાંથી પ્રાપ્ત થઈ છે. એમાં બોધિસત્વ સિંહનાદ અને પદ્મપાણી અવલોકિતેશ્વરની મૂર્તિઓ શ્રેષ્ઠ છે. જમણા હાથમાં નાગ વીટ્યું ત્રિશૂળ ધારણ કરીને મહારાજ લીલાસનમાં સિંહ પર બેઠેલા સિંહનાદના જટામુકુટની પાછળ કમળપત્રનું પ્રભામંડળ કંડાર્યું છે. તેમની…

વધુ વાંચો >

મહત્ – મહાન્

Jan 14, 2002

મહત્ – મહાન્ : સાંખ્યદર્શનમાં બુદ્ધિવાચક શબ્દ. બાહ્ય જગતની દૃષ્ટિએ એ વિરાટ-બીજ છે તેથી તેને મહતત્વ કહે છે. આભ્યંતરિક દૃષ્ટિએ આ એવી બુદ્ધિ છે જે જીવમાત્રમાં વિદ્યમાન રહે છે. અને તે જ્ઞાતા-જ્ઞેયના અન્યોન્ય ભેદાભેદનો નિશ્ચય અને નિર્ણય કરે છે. સાંખ્યદર્શન અનુસાર સૃષ્ટિ-પ્રક્રિયાનું મુખ્ય કારણ મહત્ જ છે. તદનુસાર પ્રકૃતિ અને પુરુષના સંયોગથી પ્રકૃતિમાં વિક્ષોભ ઉત્પન્ન…

વધુ વાંચો >

‘મર્યાદા’-પત્રિકા

Jan 12, 2002

‘મર્યાદા’-પત્રિકા : 20મી સદીની પહેલી પચ્ચીસીની શિર્ષસ્થ હિંદી માસિક પત્રિકા. નવેમ્બર 1910માં કૃષ્ણકાંત માલવિયે અભ્યુદય કાર્યાલય, પ્રયાગથી એને પ્રથમ પ્રકાશિત કરી. એના પ્રથમ અંકનો પ્રથમ લેખ ‘મર્યાદા’ પુરુષોત્તમદાસ ટંડને લખ્યો હતો. આ માસિક પત્રિકાને શરૂઆતથી જ હિંદીના દિગ્ગજ વિદ્વાનો, લેખકો તેમજ કવિઓનો સહકાર પ્રાપ્ત થયો. પ્રથમ અંકમાં સર્વશ્રી મૈથિલીશરણ ગુપ્ત, માધવ શુક્લ, બાલકૃષ્ણ ભટ્ટ, રાય…

વધુ વાંચો >

મધ્યકાલીન દખ્ખણની ચિત્રકલા

Jan 6, 2002

મધ્યકાલીન દખ્ખણની ચિત્રકલા : દખ્ખણી જૂથની બિજાપુર, અહમદનગર અને ગોવળકોંડાના ત્રણ મુખ્ય રાજદરબારોમાં પાંગરેલી ચિત્રશૈલીઓ. દખ્ખણી શૈલીઓ મુઘલ ચિત્રકલાની સમકાલીન હતી. એમાં રૂઢ સ્વરૂપો ખરેખર વિજયનગર અને પૂર્વવર્તી શૈલીઓમાંથી અને સંભવતઃ બહમની દરબારનાં ચિત્રોમાંથી રૂપાંતરિત થઈ આવેલાં હોવાનું આ પ્રકારની ‘નુજૂમ-ઉલ્-ઉલૂમ’ની સચિત્ર હસ્તપ્રત પરથી જણાય છે. આમ છતાં સંખ્યાબંધ ચિત્રો – ખાસ કરીને વ્યક્તિચિત્રો આશરે…

વધુ વાંચો >

રેપિડ એક્શન ફોર્સ

Jan 8, 2004

રેપિડ એક્શન ફોર્સ (RAF) :રેપિડ એક્શન ફોર્સ(RAF)નું કાર્ય નામ અનુસાર ત્વરિત કામગીરી કરવાનું છે. આ વિશિષ્ટ દળ છે, જેની સ્થાપના 11 ડિસેમ્બર, 1991ના રોજ થઈ હતી, જે 7 ઓક્ટોબર, 1992ના રોજ સંપૂર્ણપણે કાર્યરત થયું હતું. આ દળનું નેતૃત્વ ઇન્સ્પેક્ટર-જનરલ ઓફ પોલીસ (IGP) કરે છે. હાલ એના આઇજીપી એન્ની અબ્રાહમ છે, જેઓ આ પદ ધરાવનાર પ્રથમ…

વધુ વાંચો >

બ્રહ્માણી (માતૃકા)

Jan 5, 2001

બ્રહ્માણી (માતૃકા) : સપ્તમાતૃકાઓ પૈકીની એક માતૃકા. આ માતૃકાની ગુજરાતમાં અનેક જ્ઞાતિઓની કુળદેવતા તરીકે પૂજા થતી જોવામાં આવે છે અને તેનાં સ્વતંત્ર મંદિરો પણ ક્યાંક ક્યાંક નજરે પડે છે. સાધારણ રીતે બ્રહ્માની પૂજા થતી નથી પરંતુ બ્રહ્માણીની પૂજા થાય છે. આ દેવીનું સ્વરૂપ બ્રહ્માજીને મળતું હોય છે. તેમને ચાર મુખ હોય છે અને દેહ સોના…

વધુ વાંચો >

સીમા સુરક્ષા દળ

Jan 19, 2008

સીમા સુરક્ષા દળ (Border Security Force) : સીમા સુરક્ષા દળ (BSF) નામ અનુસાર ભારતીય સીમાઓનું રક્ષણ કરે છે. આ દળની સ્થાપના 1 ડિસેમ્બર, 1965ના રોજ થઈ હતી. તેનું સૂત્ર છે –‘जीवन पर्यन्त कर्तव्य.’તેના પ્રથમ ડિરેક્ટર જનરલ (DG)કે એફ રુસ્મતજી હતાં અને હાલ ડિરેક્ટર જનરલ સુજૉય લાલ થાઓસેન છે. ડીજી તરીકે ભારતીય પોલીસ સેવા (IPS)અધિકારીની નિમણૂક…

વધુ વાંચો >

મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર

Jan 16, 2002

મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર (જ. 29 જૂન 1893, કલકત્તા; અ. 29 જૂન 1972) : ભારતના ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી અને ખ્યાતનામ આંકડાશાસ્ત્રી. તેમણે શાલેય શિક્ષણ કલકત્તામાં લીધું. 1912માં કલકત્તા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના વિષયો સાથે સ્નાતક (ઑનર્સ) થયા. 1915માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ. એ. થયા. તેમણે શૈક્ષણિક કારકિર્દીનો આરંભ કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કર્યો. અહીં તેમણે 1915થી 1922 સુધી પ્રાધ્યાપક…

વધુ વાંચો >

ગોદરેજ અદી

Feb 15, 1994

ગોદરેજ અદી (જન્મ 3 એપ્રિલ, 1942 -) : પ્રસિદ્ધ ભારતીય સાહસિક ઉદ્યોગપતિ, ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન. વર્ષ 2021માં ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન તરીકે નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ તેમને સન્માનીય ચૅરમૅન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પિતા બુર્જોજી ગોદરેજ. માતા જય ગોદરેજ. પત્ની પરમેશ્વર ગોદરેજ. પરમેશ્વર ગોદરેજ પ્રસિદ્ધ સેલિબ્રિટી હતાં, જેનું વર્ષ 2016માં અવસાન થયું. સંતાનો –…

વધુ વાંચો >

બિરલા, કુમારમંગલમ

Jan 19, 2000

બિરલા, કુમારમંગલમ (જ. 14 જૂન 1967, કોલકાતા-) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ. પિતાનું નામ આદિત્ય વિક્રમ. માતાનું નામ રાજશ્રી. શરૂઆતનું શિક્ષણ મુંબઈ ખાતે. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમની પદવી મેળવી અને પછી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા(ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી મેળવી. ત્યારબાદ વર્ષ 1992માં લંડન બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનું શિક્ષણ પૂર્ણ કર્યું. પત્ની નીરજા બિરલા. સંતાનો પુત્રીઓ – અનન્યા…

વધુ વાંચો >