Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

બાબા લાખૂરામ

Jan 12, 2000

બાબા લાખૂરામ (જ. ઈ. સ. 1879 મોંટગોમરી–હાલ પાકિસ્તાન; અ. 13 ડિસેમ્બર 1930 મોંટગોમરી) : સ્વાતંત્રસેનાની. અસહકાર આંદોલન વખતે 1921માં પોતાનો વ્યવસાય છોડીને સ્વતંત્રતાસંગ્રામમાં જોડાઈ ગયા. રાજકીય કેદીઓ સાથેના અમાનુષી વહેવારના વિરોધમાં તેમણે અનશન આદર્યું. તત્કાલીન અધિકારીઓએ એમની ધરપકડ કરી પરંતુ જેલમાં રહીને ઉપવાસ ચાલુ રાખ્યા. એટલું જ નહિ અન્નની સાથે જળનો પણ ત્યાગ કર્યો. આવી…

વધુ વાંચો >

બહૂદર પશુ (વ્યાલ)

Jan 9, 2000

બહૂદર પશુ (વ્યાલ) : ભારતીય શિલ્પકલામાં અલંકરણ રૂપે પ્રયોજાતું વિશિષ્ટ રૂપ પ્રતીક. ‘વ્યાલ’ નામથી જાણીતા થયેલાં વ્યાલશિલ્પો કે ઇહામૃગોની ભારતીય પરંપરા ઋગ્વેદ (7-104-22) જેટલી જૂની છે. ત્યાં મનુષ્યસ્વભાવનું વર્ણન કરતાં એના છ પ્રકારો ઉલૂક, શુશુલૂક, શ્વા, કોક, સુપર્ણ, ગૃદ્ધ વર્ણવ્યા છે. મનુષ્યમાં રહેલ કામ, ક્રોધાદિ વિકારોને કારણે એની અનુક્રમે જે મુખ-વિકૃતિ નીપજે છે તેનાં તે…

વધુ વાંચો >

બશોલી ચિત્રશૈલી

Jan 6, 2000

બશોલી ચિત્રશૈલી : જમ્મુ(કાશ્મીર)ની પૂર્વમાં આવેલા બશોલી નામના રાજ્યમાં પાંગરેલી પહાડી ચિત્રશૈલીની અનોખી છટા. 17મી સદીના ઉત્તરાર્ધમાં એના શ્રીગણેશ મંડાયા. અહીંના મહારાજા સંગ્રામપાલે મુઘલ દરબારમાંથી રુખસદ પામેલા ચિત્રકારોને આશ્રય આપ્યો. 18મી સદીમાં મહારાણા કિરપાલસિંગે પણ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું. આથી મુઘલ શૈલી અને સ્થાનિક લોકશૈલીના સંયોગથી અહીં ‘બશોલી શૈલી’નો ઉદભવ થયો. આમાં સ્ત્રીઓની પારદર્શક વેશભૂષા અને…

વધુ વાંચો >

બ્રહ્મચર્યાશ્રમ

Jan 4, 2001

બ્રહ્મચર્યાશ્રમ : વિદ્યા ભણવાનો, બ્રહ્મચર્યનું પાલન કરવાનો અને શિસ્ત તેમજ ખડતલપણું કેળવવાનો ગાળો. પાંચથી આઠ વર્ષની ઉંમરે શરૂ થતો વિદ્યાભ્યાસ લગભગ પચ્ચીસ વર્ષે પૂરો થાય છે. આ સમગ્ર ગાળો બ્રહ્મચર્યાશ્રમનો છે. બ્રહ્મચર્યાશ્રમી કે વિદ્યાર્થીના ધર્મોનો ખ્યાલ મેળવવામાં મનુસ્મૃતિમાંથી લીધેલા નીચેનાં અવતરણો ઉપયોગી થશે. : ‘બ્રહ્મચારીએ મદ્ય, માંસ, સુગંધી દ્રવ્યો, માળાઓ, રસો (રસના-જીભને ગમે તેવા પદાર્થો),…

વધુ વાંચો >

બનાદાસ

Jan 3, 2000

બનાદાસ (જ. 1821 અશોકપુર, જિ. ગોંડ; અ. 1892 અયોધ્યા) : રામભક્તિના રસિક સંપ્રદાયમાં થયેલા સાકેત નિવાસી સંત કવિ. જાતિએ ક્ષત્રિય. પિતા ગુરુદત્તસિંહ. ઘરની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાથી ભિનગા રાજ્ય- (બહરાઇચ)ની સેનામાં સાત વર્ષ સુધી નોકરી કરી. ઘેર પાછા આવ્યા. પોતાના એકના એક પુત્રનું અકાળ અવસાન થતાં પુત્રના શબ સાથે જ 1851માં અયોધ્યા ચાલ્યા ગયા…

વધુ વાંચો >

બક્ષી, હંસરાજ

Jan 1, 2000

બક્ષી, હંસરાજ (જ. ઈ. સ. 1662, પન્ના, મ.પ્ર.; અ.) : બુંદેલખંડના મહારાજા છત્રસાલના પૌત્ર સભાસિંહના દીવાન કવિ. પિતા કાયસ્થ કેશવરાય પણ પન્નારાજ્યના પદાધિકારી હતા. બક્ષીજી હિંદી સાહિત્ય અને નિજાનંદ (પ્રણામી) ધર્મના માન્ય વિદ્વાન હતા. તેમણે દશ ગ્રંથોની રચના કરી છે. એમાં (1) ‘સ્નેહસાગર’, (2) ‘વિરહવિલાસ’, (3) ‘બારહમાસા’, (4) ‘તેરમાસા’ તેમજ ‘મિહિરાજચરિત’ મુખ્ય છે. તેઓ ‘પ્રેમસખી’ના…

વધુ વાંચો >

બકા

Jan 1, 2000

બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ જાય છે આ રીતે ‘ફના’માં…

વધુ વાંચો >

ફ્રેસ્કો (ક્રિયાપદ્ધતિ)

Mar 1, 1999

ફ્રેસ્કો (ક્રિયાપદ્ધતિ) : ભિત્તિચિત્રો માટેની ભૂમિકા તૈયાર કરવાની પદ્ધતિ. ‘વિષ્ણુધર્મોત્તર’માં એને ‘વજ્રલેપ’ કહીને તેની પૂરી રીત આપેલી છે, પરંતુ વિદ્યમાન ચિત્રો પરથી લાગે છે કે આ રીત ક્યાંય પ્રયોજાઈ નહોતી. ભૂકો કરેલાં પથ્થર, માટી અને છાણ, જેમાં ઘણી વાર ફોતરાં, વનસ્પતિના રેસા મેળવી ગોળની લાહી જેવો પદાર્થ બનાવતા, જેને ખડકની સખત અને છિદ્રાળુ સપાટી પર…

વધુ વાંચો >

ફુ-નાન

Feb 25, 1999

ફુ-નાન : કંબોડિયાના મેકોંગની નીચલી ખીણમાં સ્થપાયેલું સહુથી જૂનું હિંદુ રાજ્ય. હાલ હિંદી-ચીન દ્વીપકલ્પમાં સમાયેલો વિસ્તાર ‘ફુનાન’ તરીકે ઓળખાતો હતો ને એની રાજધાની વ્યાધપુર (પ્રાયઃ બા ફ્નોમ્ પાસે) હતી. અભિલેખોમાં નોંધાયેલી અનુશ્રુતિ અનુસાર એ ઈ. સ.પૂર્વે 1લી સદીમાં ભારતથી આવેલા કૌણ્ડિન્ય નામના બ્રાહ્મણે સ્થાપ્યું હતું. એણે એ સ્થળની નાગ રાજકન્યા સોમાને હરાવીને એની સાથે લગ્ન…

વધુ વાંચો >

ફરાઇદી ચળવળ

Feb 21, 1999

ફરાઇદી ચળવળ : બંગાળમાં અંગ્રેજોના શાસન વિરુદ્ધની સ્થાનિક ચળવળ. જોકે એનો મૂળ ઉદ્દેશ ઇસ્લામનું શુદ્ધીકરણ અને મુસ્લિમોના પુનરુદ્ધારનો હતો. આ ચળવળ ફરીદપુરના હાજી શરીઅતુલ્લાહે શરૂ કરી હતી. તેમણે જાહેર કરેલું કે હિંદ જ્યારથી બ્રિટિશ હકુમત નીચે આવ્યું છે ત્યારથી તે ‘દારુલહર્બ’ (મરુભૂમિ) બની ગયું છે. તેમણે પોતાના મુરિદો પાસે પ્રતિજ્ઞાપૂર્વક સોગંધ લેવડાવ્યા હતા કે તેઓ…

વધુ વાંચો >