Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

રૂહ

Jan 5, 2004

રૂહ : આત્મા. સૂફીઓને મતે આત્માના બે ભેદ છે – રૂહ અને નફ્સ (પ્રાણ). રૂહ સદવૃત્તિઓનું ઉદગમ સ્થાન છે, એ વિવેક દ્વારા કાર્યરત થાય છે. રૂહ આત્માને ઊર્ધ્વ તરફ લઈ જાય છે. પરમાત્માને લગતી બધી વૃત્તિઓનું એ નિવાસસ્થાન છે. પરમાત્માનો પ્રેમ પણ રૂહની નિસબત છે. એમાં ક્યારેય બુરાઈ આવતી નથી. ઇબ્નુલ ફરીદે રૂહને અમર કહ્યો…

વધુ વાંચો >

રતિ

Jan 10, 2003

રતિ : પ્રેમ અને સૌંદર્યના દેવતા કામદેવની પત્ની. રતિનો ઉલ્લેખ પ્રાચીન કાળથી વેદ, શતપથ બ્રાહ્મણ અને ઉપનિષદોમાં પણ મળે છે. પરંપરામાં એને સૌંદર્યની અધિષ્ઠાત્રી દેવી ગણવામાં આવે છે. પૌરાણિક પરંપરામુજબ તે દક્ષની પુત્રી અને શતપથ બ્રાહ્મણ અનુસાર એ ગંધર્વ કન્યા હોવાનું મનાય છે. જોકે દક્ષ અને ગંધર્વ આ બંને જાતિઓ વસ્તુતઃ વિલાસી જાતિઓ તરીકે પંકાયેલી…

વધુ વાંચો >

રૂપા કચરા

Jan 5, 2004

રૂપા કચરા : જામનગરના સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ હરોળના ચિતારા. જામનગરના રાજવી જામ વિભાજીના સમય (1852-1895) દરમિયાન તેઓ થઈ ગયા. જાતિએ તેઓ કડિયા જ્ઞાતિના હતા. એમની અનેક ચિત્રકૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમાં અમદાવાદના સ્વામિનારાયણ મંદિર(કાલુપુર)ના રંગમહેલમાં પ્રદર્શિત કરેલી શ્રી ઘનશ્યામ મહારાજની દોલોત્સવની તથા બાળ ઘનશ્યામ અને ધર્મભક્તિની ચિત્રકૃતિઓ જૂનામાં જૂની છે. એના ચિત્રણનો સમય વિ. સં.…

વધુ વાંચો >

રુકિમણી

Jan 3, 2004

રુકિમણી : વિદર્ભ નરેશ ભીષ્મકની પુત્રી અને શ્રીકૃષ્ણની પટરાણી. એને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. યુવાન થયે એને નારદના મુખેથી શ્રીકૃષ્ણની શક્તિ અને એમનાં રૂપ તેમજ ગુણનું વર્ણન સાંભળી મનથી શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાનો મનસૂબો કર્યો. રુકિમણીનો ભાઈ રુકિમ એનાં લગ્ન જરાસંધનો સમર્થક હતો અને કંસવધને કારણે કૃષ્ણ પ્રત્યે વેર રાખતો હતો. રુકિમએ રુકિમણીનો વિવાહ…

વધુ વાંચો >

રુક્મિ

Jan 3, 2004

રુક્મિ : વિદર્ભ નરેશ ભીષ્મકનો જ્યેષ્ઠ પુત્ર. રુકિમણીનો ભાઈ. પોતે પરાક્રમી અને ધનુર્વિદ્યામાં પ્રવીણ હતો. એની ઇચ્છા વિરુદ્ધ જ્યારે શ્રીકૃષ્ણ રુકિમણીનું હરણ કરી ગયા ત્યારે તેણે એના પિતા સમક્ષ એવી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી કૃષ્ણનો વધ કરીને રુકિમણીને પાછી ન લાઉં ત્યાં સુધી રાજધાની કુંડિનપુરમાં પાછો નહિ ફરું. યુદ્ધમાં એ શ્રીકૃષ્ણથી પરાજિત થયો તેથી…

વધુ વાંચો >

પદુકોણ દીપિકા

Feb 4, 1998

પદુકોણ દીપિકા (જ. 5 જાન્યુઆરી 1986, કોપનહેગન, ડેન્માર્ક –) : જાણીતાં અભિનેત્રી. દીપિકા પદુકોણ એ જાણીતા બૅડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણની મોટી પુત્રી છે. એમનાં માતાનું નામ ઉજ્જ્વલા પદુકોણ. સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ. કોંકણી બોલી બોલે છે. દીપિકાનું બાળપણ અને યુવાની બૅંગાલુરુમાં પસાર થયાં. પિતાની જેમ તે પણ સ્કૂલ–કૉલેજના દિવસોમાં બૅડમિન્ટન રમતી હતી અને રાષ્ટ્રીય…

વધુ વાંચો >

રામચરણદાસ

Jan 21, 2003

રામચરણદાસ (ઈ. સ. 1760–1835) : શૃંગારી રામોપાસનાના વ્યાપક પ્રચારક મહાત્મા. પ્રતાપગઢ જિલ્લાના એક કાન્યકુબ્જ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. યુવાનીમાં થોડો સમય એ વિસ્તારના કોઈ રાજપરિવારમાં નોકરી કરી પછી વિરક્ત થઈ અયોધ્યા ચાલ્યા ગયા અને ત્યાં મહાત્મા બિંદુકાચાર્યના સાધક શિષ્ય તરીકે રહ્યા. ગુરુની સાથે ચિત્રકૂટ અને મિથિલાની યાત્રા કરી. શૃંગારી સાધનાનાં રહસ્યો પામવા માટે રૈવાસા (જયપુર) ગયા.…

વધુ વાંચો >

રાજ્યાશ્રય

Jan 20, 2003

રાજ્યાશ્રય : રાજ તરફથી કવિઓ અને કલાકારોને મળતો આશ્રય. રાજશેખરે પોતાના ‘કવિશિક્ષા’ ગ્રંથમાં રાજાઓ દ્વારા આયોજિત કવિ-સંમેલનો અને સંગીતસમારોહનું વિસ્તૃત વર્ણન કર્યું છે. રાજશેખરનું કહેવું છે કે રાજાઓ કવિઓ અને કાવ્યો તથા સંગીતકારો અને બીજા વિદ્યાકલાના વિદ્વાનોનું ગુણવત્તા અનુસાર પુરસ્કાર કરી બહુમાન કરતા. આવા વિદ્વાનોમાંથી શ્રેષ્ઠને રાજદરબારમાં કાયમી સ્થાન મળતું. રાજાઓ દ્વારા વિદ્વાનોની કસોટી માટે…

વધુ વાંચો >

રાગાનુરાગ સંબંધ રૂપા ભક્તિ

Jan 16, 2003

રાગાનુરાગ સંબંધ રૂપા ભક્તિ : અનુરાગ દ્વારા ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરાવનારી ભક્તિ. રૂપ ગોસ્વામીએ ગૌણી ભક્તિના એક પેટા-પ્રકારમાં આ ભક્તિ પ્રકારને મૂકી છે. ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધ પરત્વે ચાર પ્રકાર પ્રવર્તે છે :  (1) દાસ્ય, (2) સખ્ય, (3) વાત્સલ્ય અને (4) દામ્પત્ય. હનુમાનનો રામચંદ્ર સાથે દાસ્ય-સંબંધ છે. સુદામા, ઉદ્ધવ અને અર્જુનનો શ્રીકૃષ્ણ સાથે…

વધુ વાંચો >

રંભા

Jan 15, 2003

રંભા : કશ્યપ અને પ્રાધાની કન્યા. એક અતિ સુંદર અપ્સરા. તે કુબેરની સભામાં નૃત્ય દ્વારા મનોરંજન કરાવતી હતી. કુબેરના પુત્ર નલ-કુબેર સાથે એ પત્ની રૂપે રહેતી હતી. રાવણે એનો ઉપહાસ કરતાં રંભાએ રાવણને શાપ આપેલો કે તે કોઈ પણ સ્ત્રીને એની ઇચ્છા વિરુદ્ધ સ્પર્શ કરશે તો તેણે તેના પ્રાણ ગુમાવવા પડશે. આથી રાવણ સીતાનું હરણ…

વધુ વાંચો >