Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

મિકાડો-પૂજા

Feb 1, 2002

મિકાડો-પૂજા : જાપાનના સમ્રાટની પૂજા. જાપાનના સમ્રાટનું બિરુદ મિકાડો છે. મિકાડો દેવનો અવતાર છે, તેમની સત્તા પણ દેવના જેવી છે એવી દૃઢ માન્યતા જાપાની પ્રજામાં પ્રવર્તે છે. પવિત્રતા એ શિન્તો ધર્મની નૈતિકતાનો પાયો છે. જાપાનનો રાજા મિકાડો પણ સમસ્ત દેશની શુદ્ધિ-પવિત્રતા માટે તથા પ્રજાના પાપ, ચોરી, વ્યભિચાર, મારામારી વગેરેથી થયેલા અપરાધોનાં પ્રાયશ્ચિત્ રૂપે દર છ…

વધુ વાંચો >

લલકદાસ

Jan 17, 2004

લલકદાસ (18મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનન્દ સંપ્રદાયના ગાદીધારી મહાત્મા. આ વૈષ્ણવ સંત રામોપાસક હતા અને પોતાની વિશાળ શિષ્યમંડળી સાથે મોટે ભાગે પર્યટન કરતા. તેઓ માધુર્યભક્તિના ઉપાસક હતા. ભક્તિ ઉપરાંત કાવ્યશાસ્ત્રમાં પણ અનુરાગ ધરાવતા હતા. કાવ્યશાસ્ત્ર પરત્વે તેમને કવિઓ સાથે વાદ-વિવાદના અનેક પ્રસંગો બનતા. એમની બે રચનાઓ પ્રસિદ્ધ છે : ‘સત્યોપાખ્યાન’ (રચના ઈ. સ. 1768) અને…

વધુ વાંચો >

પ્રોજેક્ટ ટાઇગર

Feb 17, 1999

પ્રોજેક્ટ ટાઇગર : ભારતમાં વાઘનું સંરક્ષણ કરવા માટેનો પ્રોજેક્ટ. આઝાદી વખતે દેશમાં 40000 વાઘ હતા પરંતુ તેમના વ્યાપક શિકારને કારણે 1970 સુધીમાં આ સંખ્યા ઘટીને 2000થી નીચે થઈ ગઈ.ઇન્ટરનેશનલ યુનિયન ફોરકન્ઝર્વેશન ઑફ નેચરે વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કર્યો. બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી હાથ ધરતાં જાણવા મળ્યું કે ભારતમાં માત્ર 1800 જ…

વધુ વાંચો >

લૂણવસહિ

Jan 28, 2004

લૂણવસહિ (12મી સદી) : આબુ પર વિમલવસહિની પાસે તેજપાલે પોતાની પત્ની અનુપમાદેવી અને પુત્ર લૂણસિંહના શ્રેયાર્થે સંપૂર્ણપણે આરસથી બંધાવેલું જિનાલય. રચના-કૌશલ્ય અને બારીક શિલ્પસજાવટને લઈને આ મંદિર ભારતીય સ્થાપત્યનું ઘરેણું ગણાય છે. ગર્ભગૃહ, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, બલાનક, જગતી, દેવકુલિકાઓ અને હસ્તિશાળા ધરાવતું આ મંદિર રચના પરત્વે વિમલવસહિને મળતું છે, પરંતુ ફેર એટલો છે કે અહીં…

વધુ વાંચો >

લીલાવાદ

Jan 27, 2004

લીલાવાદ : સૃષ્ટિને લગતી પ્રવૃત્તિઓ દ્વારા અહેતુક આનંદ મેળવવાની પરમાત્માની લીલા. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે પરમાત્માને આ જગતને લગતી પ્રવૃત્તિઓ કરીને કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો નથી. આમ છતાં પરમાત્મા આ પ્રવૃત્તિઓ કરે છે અને એ દ્વારા પોતાના સ્વાભાવિક આનંદને મેળવે છે. કોઈ પણ ઊણપ પૂરી કરવાનું કે સ્વાર્થ સાધવાનું જેનું પ્રયોજન ન હોય એવી આનંદદાયક…

વધુ વાંચો >

લિંગશરીર

Jan 25, 2004

લિંગશરીર : પ્રાણમય, મનોમય, જ્ઞાનમય અને આનંદમય – આ ચાર કોશોથી નિર્મિત શરીર. વેદાન્તમાં આત્માનાં બે આવરણો બતાવેલાં છે. શુક્ર-શૉણિતથી નિર્મિત શરીર કે અન્નમય કોષ અને બીજા ઉપરોક્ત ચાર કોષોથી નિર્મિત લિંગશરીર. મૃત્યુ વખતે આત્મા અન્નમય કોષ એટલે કે સ્થૂળ શરીરથી છૂટો પડી જાય છે, પરંતુ બીજા ચાર કોષોરૂપ લિંગશરીરનો જલ્દી છુટકારો થતો નથી. મૃત્યુ…

વધુ વાંચો >

લાવણી

Jan 21, 2004

લાવણી : એક ઉપરાગ, જે દેશી રાગ તરીકે પ્રસિદ્ધ છે. ‘સંગીત રાગ કલ્પદ્રુમ’માં લાવણીને ‘ઉપરાગ’ કહેવામાં આવ્યો છે. એને દેશી કહેવાનું કારણ એ છે કે જુદા જુદા દેશ(પ્રદેશ)માં એને અનુરૂપ નામ ધારણ કરે છે. લાવણીનો વિકાસ લોકગીતોમાં થયેલો છે. તેનો સંબંધ મગધ પાસેના લવણદેશ સાથે હોઈને એ લાવણી કહેવાઈ છે. મિયાં તાનસેને જે મિશ્રિત રાગિણીઓને…

વધુ વાંચો >

લાલદાસસ્વામી

Jan 20, 2004

લાલદાસસ્વામી : પ્રણામી સંપ્રદાયના સંતમહાત્મા. 17મી સદીમાં થયેલા આ સંત મૂળ પોરબંદરના વતની હતા. તેમનું મૂળ નામ લક્ષ્મણદાસ હતું. વ્યવસાયે તેઓ વેપારી હતા અને સિંધમાં ઠઠ્ઠા બંદરેથી તેમના 99 જેટલાં વહાણો મારફતે મુખ્યત્વે અરબ દેશો સાથે વેપાર કરતા હતા. તેઓ અરબી, ફારસી અને સંસ્કૃત ભાષાના જ્ઞાતા અને વિદ્વાન હતા. ભાગવતના પણ વિશેષ અભ્યાસી હતા. તેઓ…

વધુ વાંચો >

લાડસાગર

Jan 19, 2004

લાડસાગર : ચાચા હિત-વૃંદાવનદાસરચિત રાધાના શૈશવથી લઈને કિશોરાવસ્થા સુધી શ્રીકૃષ્ણ પ્રત્યે વ્યક્ત થયેલ પ્રેમનો અગાધ સાગરરૂપ ગ્રંથ. ઈ. સ. 1747થી 1778 દરમિયાન એની રચના થઈ છે. આમાં શૈશવાવસ્થાની ચપળ ક્રીડાઓનું સ્વાભાવિક વર્ણન કરતાં કવિ પોતાની ભાવના દ્વારા અનોખું અને અદ્વિતીય શબ્દચિત્ર રજૂ કરે છે. ‘લાડસાગર’ દશ પ્રકરણોમાં વિભક્ત છે. એમાં રાધાની બાળલીલાઓ, શ્રીકૃષ્ણની લીલાઓ વિવાહ,…

વધુ વાંચો >

લાક્ષાગૃહ

Jan 19, 2004

લાક્ષાગૃહ : પાંડવોને જીવતા બાળી મૂકવા માટે દુર્યોધને પુરોચન દ્વારા વારણાવતમાં કરાવેલ લાખનો આવાસ. મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે એક વાર પાંડવો અને એમની માતા કુંતી વારણાવતમાં ભરાતો મહાદેવનો મેળો જોવા ગયાં. દુર્યોધનને આની પહેલેથી ખબર પડી આથી એણે પોતાના પુરોચન નામના મંત્રીને ત્યાં મોકલી પાંડવોને રહેવા માટે લાક્ષાગૃહનું નિર્માણ કરાવ્યું. યોજના અનુસાર પાંડવો લાક્ષાગૃહમાં…

વધુ વાંચો >