Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

અક્ષય કુમાર (ભાટિયા રાજીવ હરિઓમ)

Jan 1, 1989

અક્ષય કુમાર (ભાટિયા રાજીવ હરિઓમ) (જ. 9 સપ્ટેમ્બર 1967, અમૃતસર) : ફિલ્મ અભિનેતા. અક્ષયકુમારનું મૂળ નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. પણ ફિલ્મોમાં તે અક્ષયકુમારના નામે ઓળખાય છે. એમના પિતા હરિઓમ ભાટિયા અને માતા અરુણા ભાટીયા પંજાબી હિન્દુ છે. હરિઓમ ભાટિયા આર્મીમાં સર્વિસ કરતા હતા. અક્ષયકુમારનું બાળપણ દિલ્હીના ચાંદની ચોકમાં પસાર થયું. પિતા નિવૃત્ત થતાં દિલ્હી…

વધુ વાંચો >

મૈથાણ(જિ. સુરેન્દ્રનગર)નો મંદિર સમૂહ

Feb 22, 2002

મૈથાણ(જિ. સુરેન્દ્રનગર)નો મંદિર સમૂહ : મહાગુર્જરીશૈલીનાં જોડાજોડ એકાંકી પ્રકારનાં ત્રણ મંદિરોનો સમૂહ. પ્રાક સોલંકીકાળનાં આ મંદિરો ગર્ભગૃહ અને મુખમંડપનાં બનેલાં છે. દરેકના ગર્ભગૃહનું તલ-આયોજન ત્રિ-રથ પ્રકારનું છે, એટલે કે દરેકનું તલમાન મધ્યમાં ભદ્ર-નિર્ગમ ધરાવે છે. આ ત્રણ મંદિરો છે. ત્રણેય મંદિરોની ઉભડક બાંધણીમાં સૌથી નીચે કલશાદિ થરોથી શોભતો વેદીબંધ અને એની ઉપર મથાળે સાદી વરંડિકા(કાંઠલા)થી…

વધુ વાંચો >

મૈત્રેય

Feb 22, 2002

મૈત્રેય : ગૌતમ બુદ્ધ પછી લગભગ 4000 વર્ષ બાદ થનારા ભાવિ બુદ્ધ. બૌદ્ધ સંપ્રદાયની માન્યતા મુજબ હાલ મૈત્રેય તુષિત સ્વર્ગમાં બોધિસત્વ સ્વરૂપે વિચરે છે. મૈત્રેયને હીનયાન અને મહાયાન બંને શાખાના અનુયાયીઓ માને છે. ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, જાવા, તિબેટ, થાઈ પ્રદેશ વગેરે દેશોમાં ગૌતમ બુદ્ધની સાથે ભાવિ બુદ્ધ મૈત્રેયની પૂજા પણ પ્રચલિત હતી એમ ત્યાંથી…

વધુ વાંચો >

મેનિઓ-શિઉ

Feb 19, 2002

મેનિઓ-શિઉ : શિન્તો ધર્મનો એક શાસ્ત્રગ્રંથ. આ ગ્રંથ દશ હજાર પત્રોના સંગ્રહ રૂપે છે. પાંચમાથી આઠમા સૈકાના ગાળામાં જે કાવ્યો રચાયાં તેમાંનાં 4496 કાવ્યોનો આ ગ્રંથમાં સંગ્રહ થયેલો છે. જાપાનના બેટની દિવ્ય ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસને લગતી કથાઓ, ગીતો અને કાવ્યોનો સંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. કુદરતની શક્તિઓમાં રહેલો આનંદ તેમજ કુદરતનું ભયાનક સ્વરૂપ…

વધુ વાંચો >

મુલતાનની મુસ્લિમ ઇમારતો

Feb 9, 2002

મુલતાનની મુસ્લિમ ઇમારતો  : વિદેશી મુસ્લિમ સ્થાપત્યશૈલી અનુસાર સૈકાઓ સુધી બંધાયેલી ભવ્ય ઇમારતો. આ પ્રાંતમાં 8મી સદીમાં મોહમ્મદ બિન કાસિમ દ્વારા આધિપત્ય સ્થપાયા પછી અનેક સદીઓ સુધી મુસ્લિમ સ્થાપત્યો બંધાતાં રહ્યાં. ઊંચી પીઠ, મહેરાબદાર તોરણદ્વારો, વિશાળ ઊંચા ઘુંમટ, દીવાલોમાં મોટા ગોખલા, કળશયુક્ત બુરજો વગેરે મુલતાની ઇમારતોનાં લક્ષણ છે. આ ઇમારતો વિશાળ, મજબૂત, સાદી અને સરળ…

વધુ વાંચો >

મિશ્નહ

Feb 5, 2002

મિશ્નહ : યહૂદી ધર્મનો હિબ્રૂ ભાષામાં લખાયેલો ધર્મગ્રંથ. મિશ્નહનો અર્થ પુનરાવર્તન થાય છે. ઈ. સ. 220માં રચાયેલા આ ગ્રંથમાં યહૂદી પ્રજામાં ઉત્સવો અને વ્રતો, પ્રાર્થનાઓ, કૃષિધારાઓ, ગરીબોના અધિકારો, સ્ત્રીઓ સંબંધી એટલે કે લગ્ન અને છૂટાછેડાના કાયદાઓ, દીવાની અને ફોજદારી કાયદાઓ તેમજ ક્રિયાકાંડની ઝીણામાં ઝીણી વિગતોનું વિસ્તૃત વર્ણન છે. લૂઇસ બ્રાઉને આ ગ્રંથના સંદર્ભમાં કાયદાઓનું સંપાદન…

વધુ વાંચો >

મિશ્ર કેશવપ્રસાદ

Feb 4, 2002

મિશ્ર, કેશવપ્રસાદ (જ. ઈ. સ. 1885; અ. ઈ. સ. 1951) : કાશીના પંડિત. આચાર્ય મહાવીરપ્રસાદ દ્વિવેદીની પ્રેરણાથી હિંદી સાહિત્યજગતમાં પ્રવેશ્યા. પોતે ભાષા, વ્યાકરણ અને સાહિત્યશાસ્ત્રના પંડિત તરીકે ખ્યાતિ પામ્યા હતા. કાશીની નાગરી પ્રચારિણી પત્રિકાના સંપાદક તરીકે અને કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના હિંદી વિભાગના અધ્યક્ષપદે રહીને હિંદી સાહિત્યની અનુપમ સેવા બજાવી. એમની પ્રગટ થયેલી કૃતિઓમાં મેઘદૂતનો પદ્યાનુવાદ…

વધુ વાંચો >

મિયાણીનું હરસિદ્ધમાતાનું મંદિર

Feb 2, 2002

મિયાણીનું હરસિદ્ધમાતાનું મંદિર : મિયાણી (જિ. પોરબંદર) પાસે આવેલ કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધ માતાનું ઉત્તરાભિમુખ મંદિર. આ પ્રાચીન મંદિર મૂળમાં સોલંકી કાળનું શૈવ મંદિર હોવાનું જણાય છે. મંદિરના ગર્ભગૃહના ભોંયતળિયામાં આવેલ શિવલિંગ અને જળાધરીને નષ્ટ કર્યાની નિશાનીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. દ્વારશાખાના લલાટબિંબમાં ગણેશનું શિલ્પ અને ઓતરંગમાં નવગ્રહોનો પટ્ટ અંકિત છે. મંડોવરની જંઘાના ભદ્ર…

વધુ વાંચો >

યશોધરા

Jan 2, 2003

યશોધરા : સિદ્ધાર્થ ગૌતમની પત્ની અને એમના પુત્ર રાહુલની માતા. બૌદ્ધ સાહિત્યમાં એને સુભદ્રકા, બિંબા  અને ગોપા પણ કહેલ છે. તેનો અને સિદ્ધાર્થનો જન્મ એક જ દિવસે થયો હતો. 16 વર્ષની વયે તેનું સિદ્ધાર્થ સાથે લગ્ન થયું હતું. યશોધરાને સિદ્ધાર્થથી રાહુલ નામે પુત્ર જન્મ્યો હતો. સિદ્ધાર્થને જીવનની અસારતા જણાતાં તેમણે ગૃહત્યાગ કરીને અધ્યાત્મને માર્ગે જવાનો…

વધુ વાંચો >

યાસ્કાચાર્ય

Jan 4, 2003

યાસ્કાચાર્ય (ઈ. સ. પૂર્વેની આઠમી સદી) : એક પ્રખ્યાત ગ્રંથકાર શબ્દાર્થ શાસ્ત્રી. યારસ્કાર દેશના રહેવાસી હોવાથી તેઓ યારસ્કર પણ કહેવાતા હતા. યાસ્કે પ્રજાપતિ કશ્યપના ગ્રંથ ‘નિઘંટુ’ પર પોતાનો પ્રસિદ્ધ ગ્રંથ ‘નિરુક્ત’ લખ્યો. આ ગ્રંથ વેદોનું તાત્પર્ય સ્પષ્ટ કરનારો સહુથી પ્રાચીન ગ્રંથ મનાય છે. તેઓ પાણિનિ પહેલાં થયેલા છે અને એમને પ્રાચીન ભાષાશાસ્ત્રના આદિ આચાર્ય માનવામાં…

વધુ વાંચો >