Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ચતુર્વેદી, પરશુરામ

Jan 1, 1996

ચતુર્વેદી, પરશુરામ (જ. 25 જુલાઈ 1894, જવહી ગાંવ, જિ. બલિયા, ઉ. પ્ર.) : સંત-સાહિત્ય અને ઉત્તર ભારતની સંત પરંપરાના મૂર્ધન્ય વિદ્વાન, આલોચક અને વૈજ્ઞાનિક સમીક્ષા-પદ્ધતિના પ્રયોજક. પિતાનું નામ રામછબીલે ચતુર્વેદી. બચપણથી જ પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. બલિયામાં મામાને ત્યાં રહી અંગ્રેજી શિક્ષણ લીધું અને 1914માં મૅટ્રિક પાસ થયા. પછીના શિક્ષણ માટે પ્રયાગની કાયસ્થ પાઠશાળામાં દાખલ…

વધુ વાંચો >

ચતુર્ભુજદાસ (રાધાવલ્લભી)

Jan 1, 1996

ચતુર્ભુજદાસ (રાધાવલ્લભી) (જ. 1528) : રાધાવલ્લભ સંપ્રદાયના પ્રસિદ્ધ કવિ. નાભાજી ‘ભક્તમાલ’ અને ધ્રુવદાસરચિત ‘ભક્ત નામાવલી’માં તેમનું ચરિત વર્ણવાયું છે. તે પરથી જણાય છે કે આ કવિ જબલપુરની નિકટના ગઢા ગામના વતની હતા. તેમના રચેલા બાર ગ્રંથો ઉપલબ્ધ છે, જે ‘દ્વાદશ યશ’ને નામે પ્રખ્યાત થયા છે. આ બાર ગ્રંથો અલગ અલગ નામે પણ પ્રકાશિત થયા છે…

વધુ વાંચો >

ચતુર્ભુજદાસ (અષ્ટ છાપી)

Jan 1, 1996

ચતુર્ભુજદાસ (અષ્ટ છાપી) (જ. 1530; અ. 1585) : પુષ્ટિમાર્ગના અષ્ટ છાપ ભક્ત કવિઓ પૈકીના એક. ‘બસ બાવન વૈષ્ણવોની વાર્તા’માં તેમજ ‘અષ્ટસખાની વાર્તા’માં એમનું ચરિત મળે છે. ‘સંપ્રદાય કલ્પદ્રુમ’ અનુસાર અષ્ટછાપના કવિ કુંભનદાસનું તેઓ સાતમું સંતાન હતા. ગોવર્ધનની નિકટના જમુનાવતી નામના ગામે તેમનોજન્મ થયો હતો. એમણે 1540માં પુષ્ટિમાર્ગ ગ્રહણ કર્યો હતો. બચપણથી જ એમને કવિતામાં રુચિ…

વધુ વાંચો >

કૃષ્ણગીતાવલિ

Jan 10, 1993

કૃષ્ણગીતાવલિ : તુલસીદાસનો કૃષ્ણચરિતને લગતો ગીત-સંગ્રહ. આ ગ્રંથમાં 61 ગીતો સમાવિષ્ટ છે. કૃષ્ણચરિતના કોમલ અને મધુર અંશોને ચિત્રિત કરવા માટે તુલસીદાસને આ ગીત-રચનામાં મોકળાશ મળી હતી. તેથી વર્ણન-વિસ્તારમાં બિલકુલ ગયા નથી અને માત્ર રૂપરેખા દ્વારા એમણે કૃષ્ણકથા કહી દીધી છે. આ ગીતોમાં પણ તુલસીદાસે ઘણે અંશે પોતાની માન્યતા અનુસાર મર્યાદાવાદનું પરિપાલન કર્યું છે. રચનાઓ નાની…

વધુ વાંચો >

આલમખાં

Jan 10, 1990

આલમખાં : સુલતાન બહલોલ લોદી (1451–89)નો ત્રીજો પુત્ર અને દિલ્હીના અંતિમ સુલતાન ઇબ્રાહીમ લોદી(1517–26)નો કાકા હતો. આલમખાં પોતાના ભત્રીજાને બદલે પોતાને દિલ્હીની ગાદીનો અસલી હકદાર માનતો હતો. તે પોતાની તાકાતથી ઇબ્રાહીમને ગાદી પરથી દૂર કરી શક્યો નહિ ત્યારે તેણે લાહોરના હાકેમ દૌલતખાંની સાથે સમજૂતિ કરી બંનેએ બાબરને હિંદુસ્તાન પર આક્રમણ કરવા નિમંત્રણ આપ્યું. પરિણામે બાબરે…

વધુ વાંચો >

અજપાજપ

Jan 4, 1989

અજપાજપ : જેમાં કોઈ પણ પ્રકારનાં સ્થૂળ સાધન જેવાં કે, નામોચ્ચારણ, માળા ફેરવવી, વેઢા ગણવા વગેરેનો પ્રયોગ કરવાનો ન હોય તેવા જપ. સિદ્ધ સાહિત્યમાં આની વિશેષ ચર્ચા મળે છે. નાથપંથમાં રાતદિવસમાં જતા-આવતા 21,600 શ્વાસના આવાગમનને અજપાજપ કહ્યા છે. આમાં હઠયોગીઓ અનુસાર જમણા શ્વાસને ‘ઓહમ્’ અને ડાબાને ‘સોહમ્’ કહ્યો છે. વસ્તુતઃ ઇડા, પિંગળા અને સુષુમ્ણા નાડીમાં…

વધુ વાંચો >

પ્રકૃતિ (દર્શન)

Feb 3, 1999

પ્રકૃતિ (દર્શન) : માયા અને એના અંચળાથી ઢંકાઈને ઉત્પન્ન થતી ત્રિગુણાત્મક શક્તિ. આ ગુણમય જગત બે સ્પષ્ટ તત્વ ધરાવે છે – પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિને માયા પણ કહે છે. તે પુરુષથી બિલકુલ વિપરીત પરિવર્તનશીલ, નાશવાન અને જડ છે. કેટલાક આચાર્યો પ્રકૃતિ અને પુરુષમાં યોગ્યતા સંબંધ હોવાનું માને છે. કેટલાકનું કહેવું છે વાસ્તવમાં પ્રકૃતિ પુરુષની શક્તિ…

વધુ વાંચો >

પ્રજ્ઞાપારમિતા

Feb 5, 1999

પ્રજ્ઞાપારમિતા : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયની જ્ઞાનદાતા દેવી. બાર પારમિતાઓમાં પણ એનો સમાવેશ થયેલો છે. મહાયાનીઓના બધા ફિરકા તેને જ્ઞાનની દેવી તરીકે પૂજે છે. જોકે કેટલાક તેને બુદ્ધની માતા તરીકે પણ ઓળખાવે છે. પ્રજ્ઞાપારમિતાની પૂજાનો પ્રચાર નાગાર્જુન અને આર્ય અસંગે કર્યો હોવાનું મનાય છે. ભારત બહાર એનો પ્રચાર બીજી સદીથી અને ભારતમાં પાંચમી સદીથી થતો…

વધુ વાંચો >

શુક્લ વિનોદ કુમાર

Jan 18, 2006

શુક્લ વિનોદ કુમાર( જ. 1 જાન્યુઆરી 1937 રાજનાંદગાંવ, મધ્યપ્રદેશ (હાલમાં છત્તીસગઢ) – ) : સર્વોચ્ચ પેન અમેરિકા વ્લાદિમીર નાબાકોવ ઍવૉર્ડ ફોર એચીવમેંટ ઇન ઇન્ટરનેશનલ લિટરેચર-2023થી સન્માનિત પહેલા ભારતીય અને એશિયાઈ લેખક. જન્મ મધ્યમવર્ગીય સંયુક્ત પરિવારમાં થયો હતો. એમની માતાનું નામ રુક્મિણી દેવી હતું. રુક્મિણી દેવીનું બાળપણ બાંગ્લાદેશના જમાલપુરમાં વીત્યું હતું. કોમી રમખાણોમાં પિતાની હત્યા થવાથી…

વધુ વાંચો >

કપૂર રણબીર ઋષિ

Jan 8, 1992

કપૂર, રણબીર ઋષિ (જ. 28 સપ્ટેમ્બર 1982) : ફિલ્મ અભિનેતા. કપૂર એટલે ભારતીય સિનેમાનું પ્રથમ કુટુંબ. એ કુટુંબની એક વિશિષ્ટ ઓળખ ભારતીય સિનેમા જગતમાં છે. અને અભિનેતા રણબીર કપૂર આ કુટુંબની પાંચમી પેઢીનું પ્રતિનિધિત્વ ભારતીય સિનેમામાં કરી રહ્યા છે. આ જ કુટુંબના રણબીર કપૂરના દાદા રાજ કપૂર, પરદાદા પૃથ્વીરાજ કપૂર અને કાકાદાદા શશી કપૂર ભારતીય…

વધુ વાંચો >