Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ટંકશાળ (ક્રિયાપદ્ધતિ)

Jan 8, 1997

ટંકશાળ (ક્રિયાપદ્ધતિ) : ધાતુના સિક્કા પાડવાની જુદી જુદી પદ્ધતિઓ. ભારતમાં મુખ્યત્વે ત્રણ-ચાર પદ્ધતિઓ પ્રયોજાઈ હતી. સહુથી પ્રાચીન સિક્કા બિંબટંક-આહતપદ્ધતિ (Punch market technique)થી પડેલા હતા. સાંચામાં ઢાળેલા (Cast) સિક્કાઓમાં એકબિંબ આહત (Single-die-struck) અને બેવડા ટંક-આહત (Duble die-struch) સિક્કાની ક્રિયાપદ્ધતિ પ્રચલિત થઈ હતી. મધ્યકાલીન ગ્રંથ ‘આઈને અકબરી’માં સૌપ્રથમ વાર વિસ્તારથી ટંકશાળ ક્રિયાપદ્ધતિનું વિવરણ મળે છે. એમાં ધાતુની…

વધુ વાંચો >

જ્યેષ્ઠાદેવી

Jan 3, 1997

જ્યેષ્ઠાદેવી : શૈવ આગમમાં વર્ણિત પરાશક્તિનું વિલક્ષણ સ્વરૂપ. આ દેવીની પૂજા ઘણી જૂની છે. બોધાયન ગૃહ્યસૂત્રમાં આ દેવીની પૂજા અંગે અક પ્રકરણ આપેલું છે. સમુદ્રમંથન વખતે ક્ષીરસાગરને વલોવવામાં આવ્યો ત્યારે લક્ષ્મીની પહેલાં જ્યેષ્ઠા ઉત્પન્ન થઈ, પણ કોઈએ એના કુરૂપને કારણે પસંદ કરી નહિ, પરંતુ ઋષિ કપિલે તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી અને તે કપિલપત્ની તરીકે…

વધુ વાંચો >

જોધરાજ

Jan 1, 1997

જોધરાજ (19મી સદીનો પૂર્વાર્ધ) : હમ્મીરરાસોના કર્તા. પોતે અલવરના નીપરાણા ચૌહાણવંશી રાજા ચંદ્રભાણના આશ્રિત કવિ હતા. પિતાનું નામ બાલકૃષ્ણ હતું અને પોતે બીજવાર ગામના નિવાસી હતા. તેઓ અત્રિગોત્રીય ગૌડ બ્રાહ્મણ હતા. જોધરાજ પોતે કાવ્યકલા અને જ્યોતિષવિદ્યાના પંડિત હતા. પોતાના આશ્રયદાતાની આજ્ઞાથી તેમણે ‘હમ્મીરરાસો’ની રચના કરી હતી. ગ્રંથની પુષ્ટિકામાં જણાવ્યા અનુસાર આ રચના વિ. સ. 1885માં…

વધુ વાંચો >

જીવ (યોગ)

Jan 26, 1996

જીવ (યોગ) : કૌલ સાધનામાં સ્વીકૃત 36 તત્વોમાં તેરમું તત્વ જીવ છે. માયાના છ કંચુકોથી બંધાયેલ શિવ જ જીવ છે. સાંખ્ય દર્શનમાં એને પુરુષ કહ્યો છે. કૌલ સાધક મૂલાધારમાં કુંડલિની, સહસ્રારમાં પરમશિવ અને હૃદય-પદ્મમાં જીવને રહેલો માને છે. કુંડલિનીને જાગ્રત કરીને, ષડચક્રોનું ભેદન કરીને જીવને હૃદય-પદ્મમાંથી ઉઠાવીને સહસ્રારમાં રહેલા પરમશિવ સાથે એનું મિલન કરાવે છે.…

વધુ વાંચો >

જહાંગીર બાદશાહ

Jan 22, 1996

જહાંગીર બાદશાહ (જ. 30 ઑગસ્ટ 1569 ફતેહપુર સિક્રી; અ. 28 ઑક્ટોબર 1627, લાહોર) : મુઘલ બાદશાહ અકબરનો પુત્ર અને બાબરના વંશમાં ચોથો બાદશાહ. મૂળ નામ સલીમ પણ ઈ. સ. 1605ના ઑક્ટોબરની 24મી તારીખે નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીરનું બિરુદ ધારણ કરી આગ્રાના રાજતખ્ત ઉપર એ બેઠો. તે અરબી, ફારસી, સંસ્કૃત અને તુર્કી ભાષાઓ શીખ્યો હતો. તેણે લશ્કરી…

વધુ વાંચો >

ચૌરંગીનાથ

Jan 15, 1996

ચૌરંગીનાથ (નવમી–દસમી સદી) : ચોરાસી સિદ્ધો પૈકીના એક સિદ્ધ. સિદ્ધોના ક્રમમાં એમને ત્રીજું અને અન્ય મતે દસમું સ્થાન અપાયું છે. ચૌરંગીનાથ મત્સ્યેન્દ્રનાથના શિષ્ય અને ગોરખનાથના ગુરુભાઈ હતા. એમનો જન્મ સિયાલકોટના રાજા શાલિવાહનને ત્યાં થયો હતો પરંતુ એમની ઓરમાન માતાએ દ્વેષથી એમના પગ કપાવી નાખ્યા હતા. ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદીને મતે પંજાબ તેમજ કેટલાક અન્ય પ્રદેશોમાં પ્રચલિત…

વધુ વાંચો >

બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ

Jan 23, 2000

બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ (જ. 6 ડિસેમ્બર 1993, અમદાવાદ) : ભારતના જમણેરી બૉલર. માત્ર સાત વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવનાર બૂમરાહના ક્રિકેટઘડતરમાં તેની માતા દલજીત કૌરનો સૌથી વિશેષ ફાળો છે. અમદાવાદની નિર્માણ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં હેડમાસ્ટર તરીકે કામ કરતા દલજીતે પોતાના પુત્રને ભણવા કરતાં રમતગમતમાં વધુ રુચિ જોતાં તેને કિશોર ત્રિવેદીની દેખરેખ હેઠળ ક્રિકેટનું કોચિંગ શરૂ…

વધુ વાંચો >

ચંદ્રાવલી

Jan 5, 1996

ચંદ્રાવલી : રાધાની મુખ્ય અને અભિન્ન સખી. કૃષ્ણભક્તિ અને કૃષ્ણકાવ્યમાં તેને રાધાની પરમ સખી તરીકે અનુપમ પ્રસિદ્ધિ મળી છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અને પદ્મપુરાણ(પાતાલ ખંડ)માં એનું રાધાની સખી તરીકે વર્ણન મળે છે. રૂપ ગોસ્વામીરચિત ‘ભક્તિરસામૃત-સિંધુ’માં એનો વિશેષ પરિચય મળે છે. ચંદ્રાવલી રાજા ચંદ્રભાનુની કન્યા હતી. તેના પતિનું નામ ગોવર્ધનમલ્લ અને સાસુનું નામ જરતી હતું. કૃષ્ણભક્તિના બધા…

વધુ વાંચો >

ચર્યાગીત

Jan 3, 1996

ચર્યાગીત : બૌદ્ધ સાહિત્ય અનુસાર ચર્યા એટલે ચરિત કે દૈનંદિન કાર્યક્રમનું પદ્યમય નિરૂપણ. રાહુલ સાંકૃત્યાયને રચેલ ‘બુદ્ધચર્યા’ પ્રખ્યાત છે અને બૌદ્ધો માટે એ ચર્યા આદર્શરૂપ બની છે. સિદ્ધ અને નાથ પરંપરામાં સંગીતનો પ્રભાવ વધતા ત્યાં ગાયનનો પ્રયોગ સાધનાની અભિવ્યક્તિ માટે થવા લાગ્યો તો બોધિચિત્ત અર્થાત્ ચિત્તની જાગ્રત અવસ્થાનાં ગીતોને ‘ચર્યાગીત’ની સંજ્ઞા અપાઈ. ‘ચર્યાગીત’માં સિદ્ધોની મનઃસ્થિતિ…

વધુ વાંચો >

ચર્પટીનાથ

Jan 3, 1996

ચર્પટીનાથ (11મી સદી) : ચોરાસી સિદ્ધોની સૂચિ પૈકીના 31મા અથવા 59મા સિદ્ધ. ગોરખનાથ પછી અને નાગાર્જુનના સમકાલીન ચર્પટીનાથ ચંબ રાજ્યના રાજપરિવાર સાથે સંકળાયેલા હતા. ચર્પટીનાથની કોઈ સ્વતંત્ર રચના મળતી નથી. જોકે તિબેટી ભાષામાં લખાયેલી કૃતિ ‘ચતુર્ભવાભિશન’ એમણે રચ્યાનું કહેવાય છે. સિદ્ધોકી બાનિયાંમાં એમની 59 ‘સબદિયાં’ અને પાંચ ‘સલોક’ સંકલિત થયા છે, જેમાં લૌકિક પાખંડોનું ખંડન…

વધુ વાંચો >