Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

અજન્યુતા (Apogamy)

Jan 4, 1989

અજન્યુતા (Apogamy) : વાહકપેશીધારી વનસ્પતિઓના સામાન્ય જીવનચક્રમાં બે અવસ્થાઓ એકાંતરે ગોઠવાયેલી હોય છે : (1) દ્વિગુણિત (diploid) બીજાણુજનક (sporophyte) અને (2) એકગુણિત (haploid) જન્યુજનક (gametophyte). આ બંને અવસ્થાઓ તેમના જીવનચક્રમાં નિયમિતપણે એકાંતરણ કરે છે. આ એકાંતરણ બે મહત્ત્વની ક્રિયાઓ દ્વારા થાય છે : (1) ફલન (fertilization) અને (2) અર્ધીકરણ અથવા અર્ધસૂત્રીભાજન (meiosis). બીજાણુજનક અવસ્થા અર્ધીકરણ દ્વારા…

વધુ વાંચો >

અગત્યના વાયુઓ

Jan 2, 1989

અગત્યના વાયુઓ : નાઇટ્રોજન (N2)  હવામાં તે 78.06% રહેલો છે. આ નિષ્ક્રિય વાયુ છે. વાતાવરણમાં હોવાથી પ્રાણવાયુ (ઑક્સિજન)ની દાહક અસર ઓછી થાય છે. પ્રોટીનનિર્માણ માટે આ મહત્ત્વનું તત્ત્વ છે. તેમાંથી અનેક પ્રકારનાં રાસાયણિક ખાતર બનાવવામાં આવે છે. પ્રાણીઓને પ્રોટીનવાળા ખોરાકમાંથી જરૂરી નાઇટ્રોજન મળી રહે છે. શીતક તરીકે પણ તે ઉપયોગી વાયુ છે. પ્રાણવાયુ (ઑક્સિજન :…

વધુ વાંચો >

મેઇડ્ઝ (1946)

Feb 15, 2002

મેઇડ્ઝ (1946) : ફ્રાન્સના નાટ્યકાર અને આત્મવૃત્તાંતકાર ઝાં જેને(1910–1986)નું મહત્વનું દીર્ઘ નાટક. બીજાં નાટકો તે ‘ડેથવૉચ’, ‘બાલ્કની’, ‘બ્લૅક્સ’ વગેરે. અખબારમાં છપાયેલા એક સમાચારને આધારે લખાયેલા આ નાટકમાં આવી કથા છે : ફૅન્સી શયનખંડમાં એક સુંદર સંસ્કારી સ્ત્રી(માદામ)ને એની નોકરાણી તૈયાર કરી રહી છે. માદામ એને ક્લેરના નામથી બોલાવે છે. માદામ તુંડમિજાજી છે, છતાં નોકરાણી નમ્રતાથી…

વધુ વાંચો >

ચહલ, યજુવેન્દ્રસિંહ

Jan 4, 1996

ચહલ, યજુવેન્દ્રસિંહ (જ. 23 જુલાઈ 1990, જીંદ, હરિયાણા) : જમણેરી લેગસ્પીનર યજુવેન્દ્રસિંહ ભારતનો એક માત્ર એવો ખેલાડી છે જેણે ચેસ અને ક્રિકેટ બંનેમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 16 વર્ષથી નાની વયના ખેલાડીઓ માટે રમાતી વિશ્વ યુવા ચૅમ્પિયનશિપમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ ચેસ માટે સ્પોન્સરર ન મળતાં તેણે પોતાનું ધ્યાન ક્રિકેટ તરફ…

વધુ વાંચો >

પંત, ઋષભ રાજેન્દ્ર

Jan 4, 1999

પંત, ઋષભ રાજેન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1997, રૂરકી) : ડાબા હાથે ઝડપી બૅટિંગ કરતા ભારતના વિકેટકીપર. ઋષભ પંતે પોતાની ટૂંકી ક્રિકેટકારકિર્દીમાં ઘણી ચડતી-પડતી જોઈ લીધી છે. ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે રૂરકીથી દિલ્હી, દિલ્હીથી રાજસ્થાન અને રાજસ્થાનથી ફરીથી દિલ્હી એમ જુદાં જુદાં સ્થળે જવું પડ્યું. સૌપ્રથમ વખત ઋષભ પંતની ક્રિકેટર તરીકેની ઓળખ ત્યારે થઈ જ્યારે તેણે…

વધુ વાંચો >

ઢોલામારૂ

Jan 22, 1997

ઢોલામારૂ : રાજસ્થાનની અત્યંત પ્રસિદ્ધ લોકકથા. હેમચંદ્રાચાર્યે પ્રાકૃત-વ્યાકરણમાં જે અપભ્રંશના ઉદાહરણ આપેલાં છે તેમાં ઢોલા શબ્દપ્રયોગ મળે છે. આ શબ્દ ત્યાં નાયકના અર્થમાં પ્રયોજાયો છે, જે આ લોકગાથાના નાયકની સુપ્રસિદ્ધિને કારણે નાયકની સંજ્ઞા ઢોલા પ્રચલિત થઈ હોવાનું જણાય છે. ઢોલામારૂની ગાથા ઐતિહાસિક આધાર ધરાવે છે. ઢોલા પોતે કછવાહા વંશના રાજા નળનો પુત્ર હતો. મારૂ (મૂળનામ…

વધુ વાંચો >

છત્રસાલ

Jan 15, 1996

છત્રસાલ (જ. 4 મે 1649, કકર-કચનગામ, બુંદેલખંડ; અ. 4 ડિસેમ્બર 1731) : મુઘલ કાળના પ્રસિદ્ધ બુંદેલા યોદ્ધા અને પન્ના રાજ્યના સંસ્થાપક. બુંદેલા સરદાર ચંપતરાયના ચોથા પુત્ર. બચપણમાં અસ્ત્રસંચાલન, મલ્લયુદ્ધ અને ઘોડેસવારીની તાલીમ લીધી. યુવાન વયે પંવારવંશની કન્યા દેવકુંવર સાથે લગ્ન થયાં. પિતા ચંપતરાયને મુઘલો સાથેની અથડામણને લઈને નિર્વાસિત થઈને સપરિવાર અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું હતું, જ્યાં…

વધુ વાંચો >

ડિંગલ

Jan 19, 1997

ડિંગલ : પશ્ચિમી રાજસ્થાની કે મારવાડી સાહિત્ય-સ્વરૂપ. પિંગલને આધારે આ નામ પ્રચલિત થયાનું મનાય છે. જોધપુરના કવિરાજ બાંકીદાસરચિત ‘કુકવિ બત્તિસી’ (A. D. 1815)માં એનો પ્રથમ પ્રયોગ થયેલો નજરે પડે છે. બાંકીદાસ અને એમના વંશજ બુધાજીએ તત્કાલીન મારવાડી ભાષાને ‘ડિંગલ’ નામ આપ્યું છે, ત્યારથી સાહિત્યજગતમાં પણ આ નામ પ્રચલિત થયું છે. ચારણ, ભાટ, રાવ, મોતીસર વગેરે…

વધુ વાંચો >

ટોટમિઝમ

Jan 12, 1997

ટોટમિઝમ (totemism) : ટોટમ એટલે કુળ કે આદિમ જાતિનું પ્રતીક, જે જાતિ સાથે સંબંધ ધરાવતું મનાતું. જાતિના ચિહન તરીકે માનવામાં આવતું પ્રાણી કે કુદરતી વસ્તુ; તેની પ્રતિમા જેની ઉપર કુળ-પ્રતીકો કોતરેલાં હોય એવો લાંબો વાંસ અને ટોટમિઝમ એટલે કુળપ્રતીકોની પ્રથા કે પદ્ધતિ. આદિમ જાતિઓમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે જેમાં તેઓ પોતાની ઉત્પત્તિ કોઈ…

વધુ વાંચો >

ટેરાકોટા (પ્રકાર અને નિર્માણપદ્ધતિ)

Jan 11, 1997

ટેરાકોટા (પ્રકાર અને નિર્માણપદ્ધતિ) : માટીનાં પકવેલાં શિલ્પો એ સામાન્ય જનસમાજની જરૂરિયાત ને પોષક લોકકલાનો વૈવિધ્યપૂર્ણ વૈભવ છે. ઘરગથ્થુ ઉપયોગ માટે, દેવસેવા કે પૂજન અર્થે, ગૃહસજાવટ માટે, બાળકોને રમવાનાં રમકડાં તરીકે અને જંતરમંતરના પ્રયોજનથી માટીનાં શિલ્પોનું નિર્માણ થયેલું જોવામાં આવે છે. વિદેશો સાથેના વ્યાપારવિનિમયમાં પણ પ્રારંભમાં માટીમાંથી બનાવેલી મુદ્રાઓનો ઉપયોગ થતો. તેમાં પણ પ્રજાજીવનના ઉન્મેષ…

વધુ વાંચો >