Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

પાલ શિલ્પ શૈલી

Jan 9, 1999

પાલ શિલ્પ શૈલી : બિહાર અને બંગાળમાં 8મીથી 13મી સદી દરમિયાન પાલ રાજાઓના આશ્રયે પાંગરેલી વિશિષ્ટ શિલ્પ શૈલી. આ શૈલીનાં શિલ્પોમાં કેન્દ્રસ્થાને માનવઆકૃતિ રહેલી હોવાથી તેના શરીર અને શૃંગારની અભિવ્યક્તિ સ્પષ્ટ તરી આવતી જણાય છે. કમલાકાર આંખો અને જાડા હોઠ એમની વિશેષતા છે. નાલંદા આ શૈલીનું સર્વોત્તમ કેન્દ્ર હતું. ઉપરાંત રાજગૃહ, બોધગયા, કુકિહર, દિનાજપુર, ભાગલપુર…

વધુ વાંચો >

પાર્શ્વનાથ (મૂર્તિવિધાન)

Jan 9, 1999

પાર્શ્વનાથ (મૂર્તિવિધાન) : ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જૈન ધર્મના સૌથી મોટા તીર્થંકરોમાંના એક છે. એમની મૂર્તિઓ લગભગ દરેક દેરાસરમાં દૃષ્ટિગોચર થાય છે. પૂજન માટેની ધાતુમૂર્તિઓ તો સેંકડોની સંખ્યામાં પ્રાપ્ત થાય છે. એમાં પરિકરયુક્ત બેઠેલી એટલે કે આસનસ્થ અન પરિકર સહિત કે પરિકર –રહિત પણ સર્પના છત્રવટાવાળી કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી પ્રતિમાઓ પણ પ્રાપ્ત થાય છે. પાર્શ્વનાથનું મૂર્તિવિધાન…

વધુ વાંચો >

પરમાનંદદાસ

Feb 6, 1998

પરમાનંદદાસ : પુષ્ટિમાર્ગના અષ્ટછાપ કવિઓમાં સૂરદાસ પાછળ સૌથી અધિક પ્રતિભાસંપન્ન ભક્ત કવિ. તેઓ કનોજના વતની કાન્યકુબ્જી બ્રાહ્મણ હતા. તેમનો જન્મ 1493માં, સંપ્રદાયમાં પ્રવેશ 1519માં અને દેહાવસાન 1583માં થયાનું મનાય છે. એમનાં માતા-પિતાની ઇચ્છા પુત્રને લગ્ન કરાવી ગૃહસ્થી બનાવવાની હતી, પરંતુ નિર્ધનતાને કારણે તેઓ પોતાનો મનોરથ પૂરો કરી શક્યાં નહિ. કુંભનદાસમાં બચપણથી જ વૈરાગ્યના ઊંડા સંસ્કાર…

વધુ વાંચો >

પાતાલયક્ષ (મૂર્તિવિધાન)

Jan 6, 1999

પાતાલયક્ષ (મૂર્તિવિધાન) : 14મા તીર્થંકર અનંતનાથના યક્ષ. શ્વેતાંબર અને દિગંબર પરંપરા પ્રમાણે આ યક્ષને ત્રણ મુખ અને છ હાથ હોય છે. તેનો વર્ણ રાતો હોય છે અને તે મગરનું વાહન ધરાવે છે. દિગંબર પરંપરામાં તેમના હાથમાં અંકુશ, ભાલો, ધનુષ્ય અને પાશ, હળ તેમજ ફળ હોય છે. તેના મસ્તક પર નાગની ત્રણ ફણાવાળું છત્ર હોય છે.…

વધુ વાંચો >

પહાડપુરનાં શિલ્પો

Jan 2, 1999

પહાડપુરનાં શિલ્પો : ઉત્તર બંગાળના પહાડપુર(રાજશાહી જિલ્લો)ના મંદિરની દીવાલો પર પ્રાપ્ત  અનેકવિધ પ્રસંગો અને સજાવટી શિલ્પો ગુપ્તકાલ(350-550)ની પ્રશિષ્ટ શિલ્પશૈલીના મનોરમ નમૂનાઓ હોવાનું જણાય છે. મંદિરની દીવાલો પર રામાયણ અને મહાભારતની કથાઓ ઉપરાંત કૃષ્ણચરિતને લગતા પ્રસંગો સુંદર રીતે આલેખાયા છે. એમાં કૃષ્ણજન્મ, બાળકૃષ્ણને ગોકુળ લઈ જવા, ગોવર્ધન-ધારણ વગેરે પ્રસંગો ખાસ ધ્યાન ખેંચે છે. એક દૃશ્યમાં બે…

વધુ વાંચો >

પશ્ચિમી ચાલુક્ય શિલ્પશૈલી

Jan 2, 1999

પશ્ચિમી ચાલુક્ય શિલ્પશૈલી : બાદામીના ચાલુક્યવંશના રાજાઓના આશ્રયે પાંગરેલી વિશિષ્ટ શિલ્પશૈલી. અનુગુપ્તકાલ(ઈ. સ. 550-700) દરમિયાન દક્ષિણાપથના દખ્ખણ વિસ્તારમાં વાકાટકોના અનુગામી ચાલુક્યોની સત્તા પ્રવર્તી. આ વંશના રાજા પુલકેશી 1લાએ વાતાપિ (બાદામી) વસાવી ત્યાં રાજધાની ખસેડી. તે અને તેનો પુત્ર કીર્તિરાજ અને પૌત્ર પુલકેશી 2જો વિદ્યા અને કલાના પ્રોત્સાહક હતા. આથી શિલ્પકલાને પણ ભારે ઉત્તેજ મળ્યું. ઈ.…

વધુ વાંચો >

પલ્લવ શિલ્પ શૈલી

Feb 12, 1998

પલ્લવ શિલ્પ શૈલી : તમિળ ભાષી ચેન્નયી અને મહાબલિપુરમ્ વિસ્તારમાં પલ્લવ રાજવીઓને આશ્રયે ખીલેલી આ કલા. મહેન્દ્ર વર્મા અને એના પુત્ર નરસિંહ વર્મા (ઈ. સ. 600–650) બંને કલાપ્રેમી રાજવીઓએ કંડારાવેલાં ગુફામંદિરો પૈકી મામલ્લપુરમ્ પાસેના મંડપ અને રથ પ્રકારનાં સ્મારકો વિખ્યાત છે. આ કાળની પલ્લવશૈલી પર પશ્ચિમી ચાલુક્યો અને વિષ્ણુકુંડીઓની કલાનો કેટલોક પ્રભાવ પડેલો છે. આમાં…

વધુ વાંચો >

પર્ણશબરી

Feb 10, 1998

પર્ણશબરી : ધ્યાની બુદ્ધ અમોધસિદ્ધિમાંથી આવિર્ભાવ પામેલ એક દેવી. હરિતવર્ણની આ દેવી મસ્તકે અમોધ સિદ્ધિને ધારણ કરે છે. પોતે જ્યારે પીતવર્ણની હોય ત્યારે મસ્તકે અક્ષોભ્યને ધારણ કરે છે. આ દેવી તંત્રમાર્ગમાં ખૂબ પ્રચલિત હતી. એને તંત્રમાર્ગમાં પિશાચી અને સર્વમારિપ્રશમની એટલે કે બધા રોગોને દૂર કરનારી તરીકે મનાતી. તે ત્રિમુખ, ત્રિનેત્ર અને ષડભુજ હોય છે. જમણી…

વધુ વાંચો >

પરીક્ષિત

Feb 10, 1998

પરીક્ષિત : પાંડવ વંશના અર્જુનનો પૌત્ર અને અભિમન્યુનો પુત્ર. ઉત્તરા એની માતા હતી. પત્નીનું નામ માદ્રવતી અને પુત્રનું નામ જનમેજય હતું. ઇન્દ્રપ્રસ્થના રાજા પરીક્ષિત પ્રજાપાલક ધર્મનિષ્ઠ રાજવી તરીકે પ્રખ્યાત હતા. કલિયુગ પરીક્ષિતના સમયથી અવતરિત થયો. રાજ-ખજાનાની કીમતી વસ્તુઓના નિરીક્ષણ કરતાં તેનું ધ્યાન જરાસંધના મુકુટ પર પડ્યું. એ મુકુટ ધારણ કરવાની સાથે તેનામાં કળી પ્રવેશ્યો. પોતે…

વધુ વાંચો >

પરંપરાવાદ

Feb 7, 1998

પરંપરાવાદ : રૂઢિવાદ, સનાતનપણું કે શાશ્વતવાદને નામે ચાલતો  મતવાદ. આનો આશ્રય લઈને અનેક ક્ષેત્રે આ મતવાદ પ્રગટતો જોવામાં આવે છે. સાહિત્યમાં એને ‘ટ્રેડિશનાલિઝમ’ કહે છે. જે લેખકો કે રચનાકારો પરંપરામાં માનતા હોય છે તે પરંપરાને વ્યક્ત કરનારાં શાસ્ત્રોને અનુસરતા હોય છે. ચર્ચામાં પણ તેઓ પ્રાચીન પરંપરિત શાસ્ત્રો અને સિદ્ધાંતોની જ દુહાઈ દેતા હોય છે. જે…

વધુ વાંચો >