Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

નિહોન્-ગી (Nihon-gi)

Jan 18, 1998

નિહોન્-ગી (Nihon-gi) : શિન્તો ધર્મમાં શાસ્ત્રગ્રંથ તરીકે ગણાતો જાપાનનો ઇતિહાસ. જાપાનનો કો-જી-કી ગ્રંથ જૂની બાબતોનો ઇતિહાસ ધરાવે છે જ્યારે નિહોન-ગી, જેનો અર્થ જાપાનનો ઇતિહાસ થાય છે તેની રચના ઈ. સ. 720માં થઈ હતી. જાપાનના સમ્રાટના અધિકારી યાસુમારોએ સમ્રાટની આજ્ઞાથી અને રાજકુમારની સાથે મળીને કો-જી-કીના કર્તાએ જ આ બીજો ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથમાં ઘણી હકીકતો…

વધુ વાંચો >

દૂધપીતીનો રિવાજ

Mar 17, 1997

દૂધપીતીનો રિવાજ : સાધારણ રીતે બાળ પુત્રીને ખાનગીમાં ગળું ટૂંપીને, એને ભૂખે મારીને  કે માના સ્તન પર કોઈ ઝેરી પદાર્થ ચોપડીને સ્તનપાન કરાવીને મારવામાં આવતો અત્યંત ઘૃણિત રિવાજ. આ રિવાજ મુખ્યત્વે રાજપૂતાના, વારાણસી, કાઠિયાવાડ અને કચ્છ, જબલપુર અને સાગર, પંજાબમાં જેલમ અને રાવલપિંડી જિલ્લાઓમાં તેમજ મંડી, જમ્મુ અને કાશ્મીર જેવાં કેટલાંક દેશી રાજ્યોમાં પ્રચલિત હતો.…

વધુ વાંચો >

દાદૂપંથ

Mar 11, 1997

દાદૂપંથ : સંત દાદૂદયાળે સ્થાપેલો સંપ્રદાય. દાદૂ અકબર અને તુલસીદાસજીના સમકાલીન હતા. શરૂઆતમાં તેઓ કબીરપંથના અનુગામી હતા, પરંતુ પાછળથી તેમણે અલગ પંથ સ્થાપ્યો. તેમનો ઉપદેશ ‘શબદ’ અને ‘બાની’માં સંકલિત થયો છે. તેમણે સંસારની અસારતા બતાવીને પ્રભુની નિરાકાર, નિર્ગુણ સ્વરૂપે ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમના ઉપદેશમાં કબીર જેવી આક્રમક તીવ્રતાને સ્થાને મધુર નમ્રતા જોવા મળે…

વધુ વાંચો >

દસ્તૂર-ઉલ્-અમલ

Mar 10, 1997

દસ્તૂર-ઉલ્-અમલ : મુઘલકાળનાં વહીવટી અને હિસાબી દફતરો. ફારસીમાં લખાયેલ દફતરોની સાધન-સામગ્રી 16મીથી 18મી સદીઓના ગાળાના દેશના સામાજિક-આર્થિક જીવન વિશેની આપણી જાણકારીને સમૃદ્ધ કરે છે. જોકે મુઘલ ફરમાનો, સનદો અને મદ્રદ્-ઇ. મઆશ(ધર્માદા જમીનનાં દાનો)ને લગતા દસ્તાવેજો સંખ્યાબંધ જગ્યાઓએ મળી આવ્યા છે, પરંતુ આ કીમતી સંગ્રહોનો જથ્થો ભારતમાં ત્રણ દફતર-કેન્દ્રો – બિકાનેરમાં આવેલો રાજસ્થાન રાજ્ય દફતર-ભંડાર, હૈદરાબાદનો…

વધુ વાંચો >

દશ-દ્વાર

Mar 10, 1997

દશ-દ્વાર : મનુષ્ય શરીરનાં દશ છિદ્રો. મુખનું એક છિદ્ર, નાસિકાનાં બે છિદ્રો, બે આંખો, બે કાન, એક પાયુ(ગુદા)નું છિદ્ર, એક ઉપસ્થનું છિદ્ર અને એક મસ્તક પરની મધ્યનું બ્રહ્મરંધ્ર. આ દશ દ્વારોને ‘પિંડસ્થદ્વાર’ કહેવામાં આવે છે. સંત સાહિત્યમાં જ્યાં એક મહેલને દસ દરવાજાનો ઉલ્લેખ કરે છે તેનું તાત્પર્ય પણ આ શરીરના દરવાજા સમજવાના છે. ગોરખવાણીમાં કહ્યું…

વધુ વાંચો >

દરસની

Mar 8, 1997

દરસની : નાથપંથીઓનો મુખ્ય સંપ્રદાય. આ ગોરખનાથી યોગીઓ કાનને ફાડીને તેમાં ‘દર્શન’ નામની મુદ્રા ધારણ કરે છે, તેથી તેમને દરસની સાધુ કહે છે. આ મુદ્રા અનેક ધાતુઓની બનેલી હોય છે. એમાં હાથીદાંત પણ જોડવામાં આવે છે. મોટા ભાગે આ મુદ્રા કુંડલ રૂપે ધારણ કરવામાં આવે છે. કુંડલને પવિત્રી પણ કહેવામાં આવે છે. કુમાયૂં (નૈનિતાલ, ઉત્તરપ્રદેશ)…

વધુ વાંચો >

દયાબાઈ (18મી સદી)

Mar 8, 1997

દયાબાઈ (18મી સદી) : સંત કવયિત્રી. દિલ્હીના સંત ચરણદાસની શિષ્યા અને સંત સહજોબાઈની ગુરુભગિની. જન્મ  મેવાત(રાજસ્થાન)ના ડેહરા ગામમાં થયો હતો અને ગુરુ સાથે દિલ્હી જઈ ત્યાં સંતજીવન વ્યતીત કરવા લાગ્યાં. ‘દયાબોધ’ (રચના 1761) અને ‘વિનયમાલિકા’ એમની મુખ્ય હિંદી રચનાઓ છે. આ રચનાઓમાં ‘દયા’, ‘દયાકુંવર’ તો ક્યાંક ‘દયાદાસ’ નામ-છાપ પણ મળે છે. એમની વાણી સહજોબાઈ અને…

વધુ વાંચો >

દત્તાત્રેયી યોગપદ્ધતિ

Mar 8, 1997

દત્તાત્રેયી યોગપદ્ધતિ : મહામુનિ દત્તાત્રેયે પ્રબોધેલી યોગ-પરંપરા. પ્રાચીન ભારતમાં યોગની અનેક પરંપરાઓ પ્રચારમાં હતી. આમાં મુનિ દત્તાત્રેયની યોગપરંપરા એમાં અનેક પૂર્વકાલીન પદ્ધતિઓનો સમન્વય થયેલો હોઈ, અલગ તરી આવે છે. આ યોગપદ્ધતિનું વિશદ પણ સારગ્રાહી નિરૂપણ યોગશાસ્ત્ર  નામના આ પરંપરાને સર્વાંગે વ્યક્ત કરતા સંસ્કૃત ગ્રંથમાં થયું છે. એમાં સંસ્કૃતિ નામના મુનિની યોગ-જિજ્ઞાસાને સંતોષવા નિમિત્તે મુનિ દત્તાત્રેયે…

વધુ વાંચો >

ત્રિક્ (સાહિત્ય)

Mar 2, 1997

ત્રિક્ (સાહિત્ય) : કાશ્મીરના શૈવ સાહિત્યને ‘ત્રિક’ કહે છે. એમાં આગમશાસ્ત્ર, સ્પન્દશાસ્ત્ર અને પ્રત્યભિજ્ઞશાસ્ત્રનો બોધ થાય છે. સાથોસાથ પરા, અપરા અને પરાત્પરા – આ ત્રણ અવસ્થાનો પણ બોધ થાય છે. એમાં શૈવદર્શનના અભેદ, ભેદ અને ભેદાભેદ – આ ત્રણે પક્ષો પણ પ્રતિબિંબિત થાય છે. એમાં ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા-શક્તિઓ તેમજ પશ્યંતી, મધ્યમા અને વૈખરી ત્રણેય…

વધુ વાંચો >

નિષાદ પ્રજા

Jan 18, 1998

નિષાદ પ્રજા (આદિ આગ્નેય કે પ્રોટૉ-ઓસ્ટ્રૉલોઇડ) : નિષાદ લોકો પૂર્વ પાષાણયુગના અંતમાં ભૂમધ્ય સમુદ્રના પૂર્વદેશોમાંથી આશરે દશથી આઠ હજાર વર્ષ પૂર્વે ભારતમાં આવ્યા હતા. ઘેરા ભૂરા રંગના, લાંબા માથાવાળા, પહોળા અને ચપટા નાકવાળા, ગૂંચળિયા વાળવાળા અને વળેલા હોઠવાળા આ લોકો કાશ્મીર, ગંગા-યમુનાની અંતર્વેદી, બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ તેમજ દક્ષિણ ભારતમાં ફેલાયેલા હતા. પાછળથી આવેલા આર્યો આ…

વધુ વાંચો >