Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

દેવાસુર સંગ્રામ

Mar 19, 1997

દેવાસુર સંગ્રામ : દેવો અને અસુરો વચ્ચેનાં યુદ્ધો. આવાં યુદ્ધોનાં વર્ણનો વૈદિક સાહિત્ય તેમજ પુરાણોમાં અનેક રૂપે નિરૂપિત થયેલ છે. એ અમૃત (અમર્ત્ય) અને મૃત્યુ, જ્યોતિ તથા તમસ્, સત્ય અને અનૃત (અસત્ય) વચ્ચેના વિશ્વવ્યાપી અનંત સંઘર્ષનું પ્રતીક છે. આવા દૃશ્યમાં દેવ પ્રાણ, જ્યોતિ અને સત્યનો સંકેત કરે છે. અસુર મૃત્યુ, તમસ્, અનૃત વગેરેનો સંકેત કરે…

વધુ વાંચો >

નિશુંભ-શુંભ

Jan 17, 1998

નિશુંભ-શુંભ : મહર્ષિ કશ્યપના ઔરસ પુત્રો. માતાનું નામ દનુ. નિશુંભ અને શુંભને નમુચિકા નામે નાનો ભાઈ હતો. આ નમુચિકાનો ઈંદ્રે વધ કર્યો હોવાથી ગુસ્સે ભરાયેલા નિશુંભ અને શુંભે સ્વર્ગ પર આક્રમણ કરી ઈંદ્રને હરાવ્યો અને ત્યાં એ બંને રાજ કરવા લાગ્યા. આતતાઈ બની નિશુંભ અને શુંભે ત્રણે લોકમાં ત્રાસ વર્તાવ્યો, જેનાથી ત્રાસીને સહુએ એમના ઉપદ્રવથી…

વધુ વાંચો >

નિર્ગુણસંપ્રદાય

Jan 16, 1998

નિર્ગુણસંપ્રદાય : નિર્ગુણ તત્વમાં આસ્થા રાખનાર લોકોનો સંપ્રદાય. નિર્ગુણ એટલે સત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણોથી રહિત એવી અનિર્વચનીય સત્તા, જેને બહુધા પરમતત્વ, પરમાત્મા કે બ્રહ્મ જેવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. જ્યાં ગુરુપરંપરાથી ઉપદેશ અપાતો હોય ત્યાં નિર્ગુણ સંપ્રદાયનું તાત્પર્ય એ પ્રકારની શ્રદ્ધા રાખવાનો ઉપદેશ અપાતો હોય એવી પદ્ધતિ અથવા એવા પ્રકારના નિયમોનું પાલન…

વધુ વાંચો >

નિરંજન

Jan 15, 1998

નિરંજન : એજનરહિત અર્થાત્ નિર્લેપ, માયારહિત. ભારતની ઘણી ધર્મસાધનાઓમાં આ શબ્દ સમાનપણે પ્રયોજાય છે. ‘હઠયોગ-પ્રદીપિકા’માં નાદાનુસંધાન પછી સાધકનું ચિત્ત નિરંજનમાં વિલીન થતું હોવાનું જણાવ્યું છે. ‘ગોરક્ષ-સિદ્ધાંત-સંગ્રહ’માં પણ નિરંજનના સાક્ષાત્કારને પરમપદ કહ્યું છે. શાસ્ત્રોમાં એને શૂન્ય, નિરાકાર અન નિષેધાત્મક હોવાનું કહ્યું છે. એ અલખ (અલક્ષ્ય = અવ્યક્ત) હોવાથી તેને ‘અલખ-નિરંજન’ પણ કહેવામાં આવે છે. સિદ્ધોએ આ…

વધુ વાંચો >

નિઝારી પંથ

Jan 14, 1998

નિઝારી પંથ : ઇસ્લામના શિયાપંથનો ખોજા નામથી ઓળખાતો અને ભારતમાં વિશેષ કરીને પ્રચલિત થયેલો પંથ. ઇસ્લામ અને હિંદુ ધર્મ વચ્ચે સમન્વય સાધવામાં શિયાપંથના ઇસ્માઇલિયા ફિરકાનો ફાળો મહત્વનો છે. આ ઇસ્માઇલિયા પંથ 10મી સદીની શરૂઆતમાં ઇજિપ્તમાં ફાતિમી-ખિલાફતની સ્થાપના કરી હતી. ખલીફા મુસ્તન સિર બિલ્લાહ (ઈ. સ. 1035–1094) પછી ખિલાફતના વારસાની તકરારમાં બે પક્ષ પડી ગયા. ખલીફાના…

વધુ વાંચો >

નિઘંટુ

Jan 14, 1998

નિઘંટુ : મૂળમાં વૈદિક શબ્દોનો કોશ-ગ્રંથ. એને નિઘંટુ કહેવાનું કારણ એ છે કે વૈદિક મંત્રોના ગૂઢાર્થ એમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આમ વૈદિક શબ્દોનો આ કોશમાંથી પાઠ કરાતો હોવાથી પણ એને ‘નિઘંટુ’ કહે છે. વેદાર્થ જ્ઞાન માટે નિઘંટુમાં સમાવિષ્ટ શબ્દો જ સ્વીકૃત ગણાય છે. નિઘંટુમાં પાંચ અધ્યાય છે. પ્રથમ ત્રણ અધ્યાયમાં એકાર્થક (અર્થાત્ એક એક…

વધુ વાંચો >

નિગમ–આગમ

Jan 14, 1998

નિગમ–આગમ : શાક્તતંત્રોમાં વક્તા-શ્રોતાને આધારે પ્રવર્તતા બે પ્રકાર. જ્યાં શાક્ત ઉપાસના જ્ઞાન, આચરણ, વિધિ વગેરેનું નિરૂપણ દેવી કે શિવા કરે છે અને શિવ શિષ્યની માફક તે બોધ સાંભળે છે, સમજે છે અને શીખે છે તેને ‘નિગમ’ કહેવામાં આવે છે, જ્યારે વક્તા સ્વયં શિવ હોય અને શિવા સાંભળતાં હોય એવું શાક્તતંત્ર ‘આગમ’ કહેવાય છે. સામાન્યપણે નિગમનો…

વધુ વાંચો >

ધાતુશિલ્પ (નિર્માણ પદ્ધતિ)

Mar 27, 1997

ધાતુશિલ્પ (નિર્માણ પદ્ધતિ) : શિલ્પોમાં ધાતુનો પ્રયોગ પથ્થર અને માટીને મુકાબલે ઓછો થયેલો જોવા મળે છે. અલબત્ત, ધાતુશિલ્પો પણ છેક હડપ્પા સભ્યતાના કાળથી મળે છે પણ ત્યારબાદ એના નમૂના ઈ. સ. પૂર્વે 1લી સદીથી અત્યાર સુધી સિલસિલાબદ્ધ મળે છે. ધાતુશિલ્પો બનાવવાની પદ્ધતિનું ‘માનસાર’, ‘અભિલશિતાર્થ-ચિંતામણિ’ અને ‘માનસોલ્લાસ’ જેવા ગ્રંથોમાં વર્ણન મળે છે. આ પદ્ધતિને ‘મધુચ્છિષ્ટવિદ્યા’ (lost-wax)…

વધુ વાંચો >

ધર્મ-નિરપેક્ષ શિલ્પો

Mar 26, 1997

ધર્મ-નિરપેક્ષ શિલ્પો : ધર્મ નિરપેક્ષ શિલ્પો ભારતમાં ઘણા પ્રાચીન કાળથી ધાર્મિક ઇમારતો પર ગૌણ સાધનો તેમજ શોભાત્મક પ્રતીકો તરીકે અલ્પમૂર્ત, અર્ધમૂર્ત રૂપે અને કવચિત અધિમૂર્ત સ્વરૂપે પણ પ્રયોજાયાં છે. ભરહુત, સાંચી અને અમરાવતીનાં સ્મશાન-સ્મારકો(સ્તૂપો)માં ઘણી રસિક રીતે બાજુબાજુમાં દૈવી અને ધર્મનિરપેક્ષ વિષયો નિરૂપતાં દૃશ્યોનો સમાવેશ થાય છે. આ પ્રથા ચાલુ રહી ભારતીય કલાકારો, સામાન્યતઃ પોતાની…

વધુ વાંચો >

દેવકીનંદન

Mar 19, 1997

દેવકીનંદન  (18મી સદીનો ઉત્તરાર્ધ) : હિંદી સાહિત્યના પંડિત-કવિ. કનોજ પાસેના મકરંદનગર(જિ. ફર્રુખાબાદ)ના નિવાસી અને કવિ શિવનાથના પુત્ર હતા. આ કવિના બે આશ્રયદાતાઓ હતા – ઉમરાવગિરિ મહંતના પુત્ર કુંવર સરફરાજગિરિ અને બીજા રુદ્રામઊ મલાએ(જિ. હરદોઈ)ના રૈકવાર વંશના રાજા અવધૂતસિંહ. આ બંને આશ્રયદાતાઓના નામે કવિએ એક એક રચના કરી છે. દેવકીનંદન બહુશ્રુત વિદ્વાન અને કાવ્યાંગોના પ્રકાંડ પંડિત…

વધુ વાંચો >