Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

અકિલા

Jan 1, 1989

અકિલા : ગુજરાતનાં સાંજનાં દૈનિકોમાં સૌથી વધુ (63,000 નકલ) ફેલાવો ધરાવતું અને રાજકોટથી પ્રસિદ્ધ થતું દૈનિક. 15 ઑગસ્ટ 1978થી પ્રારંભ. તે અગાઉ ‘અકિલા’ બે વર્ષ પખવાડિક રૂપે શિક્ષણજગતના સમાચારો પ્રગટ કરતું હતું. મોરબી હોનારત બાદ તરત જ દૈનિકના કદનાં બે પાનાંથી શરૂઆત થયેલી. હાલ રોજનાં 12 પૃષ્ઠ અને શનિવારે 20 પૃષ્ઠ હોય છે. કિંમત રૂ.…

વધુ વાંચો >

લિક્વિડેટર

Jan 22, 2004

લિક્વિડેટર : કંપનીનું વિસર્જન (liquidation) કરવાની કાર્યવહી કરવા માટે નિમાયેલો અધિકારી. તેની નિમણૂક અદાલત અથવા શૅરહોલ્ડરો અથવા કંપનીના લેણદારો દ્વારા કરવામાં આવતી હોય છે. કંપનીને બંધ કરવાનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાં મુખ્યત્વે કાયદાકીય વિધિના પાલનમાં કંપનીની ક્ષતિઓ, દેવાં ચૂકવવાની તેની અશક્તિ, કંપનીની સ્થાપના સમયે નિશ્ચિત કરેલા સમયનું પૂરું થવું, તેના બંધારણમાં વર્ણવેલી અપેક્ષિત…

વધુ વાંચો >

મુરિડેન, જેમ્સ

Feb 9, 2002

મુરિડેન, જેમ્સ : ખગોળવિજ્ઞાનના જાણીતા લેખક અને પ્રયોગશીલ, અવૈતનિક (ઍમેચ્યોર) ખગોળશાસ્ત્રી. જેમ્સ મુરિડેન ટેલિસ્કૉપનિર્માણમાં ઘણા કુશળ છે. ખગોળની બધી જ ઘટનાઓનું નિરીક્ષણ કરવાનો તેમને બહોળો અનુભવ છે. પોતાના અનુભવોના નિચોડરૂપ ઘણાં પુસ્તકો તેમણે લખ્યાં છે, જેમાંથી કેટલાંક તો આ ક્ષેત્રે પ્રમાણભૂત ગણાય છે. ખગોળ ઉપરનાં તેમનાં મહત્વનાં પુસ્તકોમાં 1963માં પ્રસિદ્ધ થયેલા Astronomy with Binoculars તથા…

વધુ વાંચો >

ઔષધો અને ઔષધોનાં કાર્યો

Jan 3, 1992

ઔષધો અને ઔષધોનાં કાર્યો (drugs and drug actions) દવાઓ અને તેમની અસરની વિચારણા. સજીવોના રોગોની સારવારમાં, રોગો થતા અટકાવવામાં તથા રોગોના નિદાનમાં વપરાતાં રસાયણોને ઔષધ (drug) અથવા દવા (medicine) કહે છે. ઔષધની સાથે તેની અસર વધારનાર કે રંગ અને સુગંધ ઉમેરનાર પદાર્થો ભેળવીને બનાવાતા દ્રવ્યને દવા કહે છે. મૃત્યુ કે માંદગી લાવતું દ્રવ્ય ઝેર (poison)…

વધુ વાંચો >

ક્રાંતિક પથપદ્ધતિ

Jan 31, 1993

ક્રાંતિક પથપદ્ધતિ (critical path method – CPM) : પરિયોજનાની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને નિયંત્રણ કરી તેને પરિપૂર્ણ કરવા માટેની પ્રવિધિ. આ પદ્ધતિનો ઉદય લગભગ 1955ની આસપાસ થયો, જ્યારે તેનો વિકાસ પરિયોજનાને નેટવર્ક દ્વારા દર્શાવવાથી થયો. આખી પરિયોજનાને જુદી જુદી નાની નાની અનેક પ્રવૃત્તિઓમાં વિભાજિત કરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓ એકબીજી સાથે સંકળાયેલી હોવાથી તેને…

વધુ વાંચો >

ધાત્વિક નિષ્ક્રિયતા

Mar 28, 1997

ધાત્વિક નિષ્ક્રિયતા (metallic passivity) ધાતુઓ દ્વારા પ્રદર્શિત થતી એક એવી અવસ્થા, જેમાં ધાતુ વીજરાસાયણિક માધ્યમ કે પર્યાવરણ સાથે પ્રક્રિયા કરવાની ઉષ્માગતિજ વૃત્તિ ધરાવવા છતાં તેમાં લાંબા સમય સુધી અપરિવર્તિત રહે છે. આ ઘટનાનું સૌપ્રથમ અવલોકન શોનબેઇન અને ફૅરેડેએ કર્યું હતું. ફૅરેડેએ જોયું કે લોખંડ ધૂમાયમાન (fuming) નાઇટ્રિક ઍસિડ સાથે સંસર્ગમાં આવે ત્યારે તે નિષ્ક્રિય બને…

વધુ વાંચો >

ભૌતિકવિજ્ઞાન

Jan 28, 2001

ભૌતિકવિજ્ઞાન (Physics) નૈસર્ગિક કે પ્રાયોગિક પરિસ્થિતિમાં દ્રવ્ય અથવા પદાર્થ (matter) અને ઊર્જાની આંતરક્રિયાથી નીપજતી ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરવા માટેનું એક મૂળભૂત પ્રાકૃતિક વિજ્ઞાન (natural science). આ વૈજ્ઞાનિક અભ્યાસ, સમય અને અવકાશની ભૂમિકા પર કરવામાં આવે છે. ભૌતિકવિજ્ઞાન એ ભૌતિકીય વિજ્ઞાનો(physical sciences)નું એક પાયાનું અંગ ગણાય છે. સામાન્યપણે આ વિષયનો થોડોઘણો પરિચય દરેકને પોતપોતાના તેમજ અન્યના…

વધુ વાંચો >

વેલ્ડિંગ

Feb 27, 2005

વેલ્ડિંગ : બે એકસરખી ધાતુના ટુકડાઓ – ભાગોને કાયમી ધોરણે જોડવાની (સાંધવાની) પ્રચલિત રીત. આમ તો સોલ્ડરિંગ (રેણ) અને બ્રેઝિંગ(પાકું રેણ)થી પણ ધાતુઓના સાંધા કરી શકાય, પરંતુ વેલ્ડિંગથી મળતો સાંધો ઘણો મજબૂત હોય છે. સાંધાના સામર્થ્યના ચડતા ક્રમમાં સોલ્ડરિંગ, બ્રેઝિંગ અને વેલ્ડિંગ આવે. વેલ્ડિંગમાં અગત્યની બાબત એ છે કે જે બે છેડા સંધાય છે ત્યાં…

વધુ વાંચો >

કોલરિજ સૅમ્યુઅલ ટેલર

Jan 27, 1993

કોલરિજ, સૅમ્યુઅલ ટેલર (જ. 21 ઑક્ટોબર 1772, ઓટરી, ડેવનશાયર; અ. 25 જુલાઈ 1834) : સુપ્રસિદ્ધ અંગ્રેજ કવિ, વિવેચક અને ફિલસૂફ. પિતા દેવળના પાદરી. માતાપિતાનું તેરમું અને છેલ્લું સંતાન. પિતાના અવસાન બાદ લંડનની પ્રાથમિક શાળામાં અને ત્યાર પછી ‘ક્રાઇસ્ટ હૉસ્પિટલ’ની શાળામાં, ચાર્લ્સ લૅમ્બ અને લી હન્ટ સાથે અભ્યાસ કર્યો. પાદરી બનવાના ઉદ્દેશ સાથે તેઓ 1791માં કેમ્બ્રિજની…

વધુ વાંચો >

પ્રાર્થના

Feb 16, 1999

પ્રાર્થના : દરરોજ ઈશ્વરની સ્તુતિ કરીને મનુષ્ય ઈશ્વર પાસેથી કશુંક માગે તે. જગતના બધા ધર્મોમાં એક યા બીજા સ્વરૂપમાં પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવેલો છે. પ્રાર્થના શબ્દ સંસ્કૃત ઉપસર્ગ प्र + अर्थ् ધાતુમાંથી બન્યો છે. પ્રાર્થના એટલે માગવું, ઇચ્છા કરવી, વિનંતી કરવી. આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે પ્રાર્થના ધન, સંપત્તિ, આયુષ્ય, બળ, પ્રતિષ્ઠા અને દુ:ખમુક્તિ…

વધુ વાંચો >