Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ઉષ્માગતિશાસ્ત્ર

Jan 10, 1991

ઉષ્માગતિશાસ્ત્ર (thermodynamics) જુદી જુદી ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉષ્માના સ્થાનાંતર, અને ઉષ્મા અને કાર્ય વચ્ચેના પરસ્પર રૂપાંતરણનો અભ્યાસ. તે પ્રાકૃતિક વિજ્ઞાનની એક શાખા છે. તેમાં વિવિધ પ્રકારની ઊર્જાનો ગુણદર્શક અને પરિમાણાત્મક અભ્યાસ કરવામાં આવે છે. તેનો અભ્યાસ ઇજનેરી, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવરસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેમાં સારી એવી અગત્ય ધરાવે છે. શરૂઆતમાં ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ પ્રતિવર્તી (reversible)…

વધુ વાંચો >

માઇક્રોવેવ ઘટકો

Jan 21, 2002

માઇક્રોવેવ ઘટકો (microwave elements) માઇક્રોવેવ ઉપર ખાસ પ્રકારની અસરો ઉપજાવતા ભૌતિક ઘટકો. તે માઇક્રોવેવ પરિપથ ઘટકો (microwave circuit elements) તરીકે પણ ઓળખાય છે. આ વિવિધ ભૌતિક ઘટકો (physical elements) નીચે પ્રમાણે છે : જુઓ આકૃતિ 1. તરંગપથક (waveguide) : કોઈ એક પ્રણાલીમાં માઇક્રોવેવનું પ્રસરણ (transmission) એક સ્થાનેથી બીજા સ્થાને કરવા માટે ધાતુની એકસરખો આડછેદ (cross-section)…

વધુ વાંચો >

મુક્ત પતન

Feb 7, 2002

મુક્ત પતન (ખગોળવિજ્ઞાન) : બાહ્ય બળની ગેરહાજરીમાં પદાર્થનું પતન. ભૌતિકવિજ્ઞાનમાં ‘મુક્ત પતન’ શબ્દ બે અલગ અલગ સંદર્ભમાં પ્રચલિત છે. એક તો આઇન્સ્ટાઇનના વિસ્તૃત સાપેક્ષવાદ(general relativity)ના સંદર્ભમાં અને બીજો તારાના સર્જનના પ્રાથમિક તબક્કામાં સર્જાતી એક ઘટનાની સમયાવધિના સંદર્ભમાં (free fall time scale). સાપેક્ષવાદના સંદર્ભમાં મુક્ત પતન : વિશિષ્ટ સાપેક્ષવાદ(special relativity)નો સિદ્ધાંત સૂચવ્યા બાદ, સાપેક્ષવાદના વ્યાપમાં ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં…

વધુ વાંચો >

લાદીખડક (free stone)

Jan 20, 2004

લાદીખડક (free stone) : જળકૃત ખડક-પ્રકાર. વિશેષે કરીને ભારતમાં ઘણા લાંબા સમયથી ફરસબંધી માટે વપરાતા રહેલા સમચોરસ કે લંબચોરસ પથ્થરોને માટે અપાયેલું વેપારી નામ. સામાન્યત: 1 સેમી.થી 10 સેમી. જાડાઈવાળાં પડોમાં જે ખડક સરળતાથી વિભાજિત થઈ શકે અને ફરસબંધી માટે યોગ્ય નીવડી શકે એવો હોય તેને લાદીખડક કહેવાય છે. ઈંટ જેવા રંગમાં મળતા અબરખ-પતરીધારક રેતીખડકો…

વધુ વાંચો >

સાર્ત્ર જ્યાઁ પૉલ

Jan 7, 2008

સાર્ત્ર, જ્યાઁ પૉલ (જ. 1905, પૅરિસ; અ. 1980, પૅરિસ, ફ્રાન્સ) : વીસમી સદીના મહાન ફ્રેન્ચ સર્જક અને તત્ત્વચિન્તક. તેઓ ફ્રેન્ચ અસ્તિત્વવાદના સ્થાપક હતા. તેમનો અસ્તિત્વવાદ (existentialism) નિરીશ્વરવાદી (atheistic) હતો. સાર્ત્રના પિતા જ્યાઁ બાપ્ટિસ્ટ ફ્રેન્ચ નૌકાદળમાં કામ કરતા હતા. સાર્ત્રનાં માતા એન મેરીચાર્લ્સ શ્વાઇત્ઝરનાં પુત્રી હતાં. ચાર્લ્સ શ્વાઇત્ઝર વિખ્યાત જર્મન મિશનરી ડૉક્ટર શ્વાઇત્ઝરના કાકા હતા. 1906માં…

વધુ વાંચો >

ક્રોએશિયા

Jan 2, 1994

ક્રોએશિયા (Croatia) : યુગોસ્લાવિયામાંથી છૂટાં પડેલાં છ ઘટક રાજ્યો (બૉસ્નિયા-હર્ઝગોવિના, ક્રોએશિયા, મૅસિડોનિયા, સ્લોવેનિયા, સર્બિયા અને મૉન્ટિનિગ્રો)માંનું એક રાજ્ય (જુઓ નકશો). ભૌગોલિક સ્થાન 45° 10’ ઉ. અ. અને 15° 30’ પૂ. રે.. આ રાજ્ય યુગોસ્લાવિયાની ઉત્તરે અર્ધચન્દ્રાકાર વિસ્તાર ધરાવે છે. તેનું કુલ ક્ષેત્રફળ 56,538 ચોકિમી. છે. યુગોસ્લાવિયાનાં ઘટક રાજ્યોમાં તે સૌથી મોટું અને ઔદ્યોગિક ર્દષ્ટિએ સૌથી…

વધુ વાંચો >

ન્યૂયૉર્ક (રાજ્ય)

Jan 30, 1998

ન્યૂયૉર્ક (રાજ્ય) : આટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારા પર આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. તે દેશના પૂર્વ કિનારા પર 40° 40´ થી 45° 0´ ઉ. અ. અને 73° 30´થી 79° 0´ પ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 1,41,300 ચોકિમી. જેટલું છે, તે પૈકી ભૂમિવિસ્તાર 1,22,310 ચોકિમી. છે. વિસ્તારની દૃષ્ટિએ યુ.એસ.નાં સંલગ્ન રાજ્યોમાં તેનો ક્રમ…

વધુ વાંચો >

ભારતીય મહિલા હોકી ટીમ

Jan 17, 2001

ભારતીય મહિલા હોકી ટીમ : ફિલ્ડ હોકીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતી મહિલાઓની ટીમ. ભારતની મહિલા હોકી ટીમ જુલાઈ-2023માં વર્લ્ડ રેન્કિંગમાં આઠમા ક્રમે હતી. સર્વોચ્ચ રેન્કિંગ છઠ્ઠું હતું, જે 2022ના જૂનમાં હાંસલ કર્યું હતું. મહિલા હોકીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 1953માં સ્કોટલેન્ડ સામે રમાઈ હતી. એ મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. 1974માં ભારતીય મહિલા હોકી…

વધુ વાંચો >

તારસંચાર

Jan 28, 1997

તારસંચાર (telegraphy) : બે અથવા વધુ ભૂમિમથકો વચ્ચે સંદેશા કે માહિતીનું આદાનપ્રદાન કરવાની એક એવી પદ્ધતિ કે જેમાં વિદ્યુતીય આવેગો (impulses) રૂપે સંકેતો  (signals) મોકલવામાં અને મેળવવામાં આવે છે. ‘‘Telegraphy’’ શબ્દનો અર્થ ‘‘far-off writing’’ થાય છે. દૂરસંચાર (telecommunications) તરીકે ઓળખાતી વ્યાપક પદ્ધતિઓ પૈકીની આ એક સરળ પદ્ધતિ છે. 1838માં સેમ્યુઅલ એફ. બી. મોર્સ(Morse)એ ટેલિગ્રાફનું પરિરૂપ…

વધુ વાંચો >

વિશ્વ-આરોગ્ય સંસ્થા

Feb 17, 2005

વિશ્વ–આરોગ્ય સંસ્થા : વિશ્વની સર્વે વ્યક્તિઓ શક્ય એટલું ઉચ્ચ કક્ષાનું સ્વાસ્થ્ય મેળવી શકે તેવા ઉદ્દેશથી રચાયેલી રાષ્ટ્રસંઘની વિશિષ્ટ કામ કરતી પ્રતિનિધિ-સંસ્થા. તે 9 એપ્રિલ 1948ના રોજ સ્થપાઈ હતી. વિશ્વ-આરોગ્ય સંસ્થાને અંગ્રેજીમાં World Health Organisation (WHO) કહે છે. તેના બંધારણમાં સ્વાસ્થ્યની જે વ્યાખ્યા કરાઈ છે તે આ પ્રમાણે છે : સ્વાસ્થ્ય એટલે ફક્ત માંદગી કે રોગની…

વધુ વાંચો >