Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

થરમૉમીટર

Mar 5, 1997

થરમૉમીટર : વાયુ, પ્રવાહી કે ઘન પદાર્થનું તાપમાન માપવાનું ઉપકરણ. પદાર્થનું તાપમાન બદલાતાં તે પદાર્થના માપી શકાય તેવા કોઈ ભૌતિક ગુણધર્મ(characteristics)માં ફેરફાર થાય છે એ હકીકત પર થરમૉમીટર કાર્ય કરે છે. પ્રવાહીનું કદ, ઘન પદાર્થની લંબાઈ, પદાર્થનો અવરોધ વગેરે તાપમાન સાથે બદલાતા ગુણધર્મો છે. તાપમાનનું માપન ખૂબ જ લાંબી અવધિ(range)માં તેમજ અલગ અલગ પરિસ્થિતિમાં કરવાનું…

વધુ વાંચો >

કાપડઉદ્યોગ અને તેનો વિકાસ

Jan 20, 1992

કાપડઉદ્યોગ અને તેનો વિકાસ કાપડ ઉદ્યોગ અને તેના અંતર્ગત ઘટકોના વિકાસની રૂપરેખા 1. પ્રાચીન ઇતિહાસથી ઓગણીસમી સદી સુધી કાપડ–ઉત્પાદનની શરૂઆત : કાપડની બનાવટનાં બે ઉદભવસ્થાન છે – હુન્નરઉદ્યોગ અને અર્વાચીન સંશોધન. પ્રાથમિક બનાવટમાં વળી શકે તેવા નેતર, વાંસ કે બીજી વસ્તુઓમાંથી ટોપલીઓ બનાવવામાં આવતી હતી. ત્યાર પછી દોરડાના પુનરાવર્તિત ગાળા વડે બનાવવામાં આવતી જાળી(net)ને મૂકી…

વધુ વાંચો >

ખીલણ અને ટેકણપટ્ટીઓ

Jan 15, 1994

ખીલણ અને ટેકણપટ્ટીઓ (nails and splints) : હાડકાં અને હાડકાંના સાંધાને આધાર આપવા અને તેમનું પ્રચલન (mobility) ઘટાડવા માટેની સંયોજનાઓ (devices). તૂટેલા હાડકાના બે ભાગને જોડીને સ્થિર રાખવા માટે ખીલણનો ઉપયોગ કરાય છે; દા.ત., થાપાનું હાડકું તૂટે ત્યારે. ટેકણપટ્ટીઓના ઉપયોગના વિવિધ હેતુઓ હોય છે; જેમ કે ઈજા પછી થતો દુખાવો ઘટાડવો, રૂઝ આવે તે માટે…

વધુ વાંચો >

ધર્મકુમારસિંહજી

Mar 26, 1997

ધર્મકુમારસિંહજી (જ. એપ્રિલ 1917; અ. જાન્યુઆરી 1986) : ભાવનગરના રાજકુટુંબના સભ્ય, નિસર્ગ અને વન્યપ્રાણી-સૃષ્ટિ વિષયના તજ્જ્ઞ અને ભારતના પ્રખ્યાત પક્ષીવિજ્ઞાની (Ornithologist). રાજકુમાર શ્રી ધર્મકુમારસિંહજી ભાવનગરના ભૂતપૂર્વ મહારાજા સર ભાવસિંહજી(બીજા)ના ત્રીજા નંબરના પુત્ર અને ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીના સૌથી નાના ભાઈ. પિતાનું છત્ર ત્રીજા વર્ષે જ ગુમાવવાથી તેમનો રાજવી પરંપરા મુજબનો ઉછેર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નિશ્રામાં…

વધુ વાંચો >

રૅન્કિન ચક્ર

Jan 8, 2004

રૅન્કિન ચક્ર  : ઉષ્માયંત્ર(engine)માં પ્રવાહીના દબાણ અને તાપમાનમાં આદર્શ ચક્રીય ફેરફારોનો અનુક્રમ. વરાળથી કે પાણીથી ચાલતા એન્જિનના તાપમાનને અનુરૂપ દબાણમાં ફેરફારો જોવા મળે છે. વરાળથી ચાલતા પાવર-પ્લાન્ટની કામગીરીના ઉષ્માયાંત્રિકીય (thermodynamics) ક્રમનિર્ધારણ માટે તેનો ઉપયોગ થાય છે. સ્કૉટિશ ઇજનેર વિલિયમ જે. એમ. રૅન્કિને 1859માં આ ચક્રનો ખ્યાલ આપ્યો હતો. રૅન્કિન ચક્રમાં, એન્જિનના કાર્યકારી પદાર્થને અચળ દબાણે…

વધુ વાંચો >

વિમાન અને વિમાનવિદ્યા (Aeroplane and Aeronautics)

Feb 14, 2005

વિમાન અને વિમાનવિદ્યા (Aeroplane and Aeronautics) હવામાં પોતાની ગતિ દરમિયાન ઉદ્ભવતા દબાણનો ઉપયોગ કરી માલસામાન અને મુસાફરોના પરિવહન માટે હવા કરતાં ભારે અભિકલ્પિત (designed) વાહન માટેનું સાધન તેમજ તેને લગતું વિજ્ઞાન. માનવીએ સૌપ્રથમ વિશ્વનું અવલોકન કર્યું અને ઉન્નતિની સંભાવનાનો અનુભવ કર્યો ત્યારે પહેલાંના સમયથી ઊડવાનો વિચાર એને આવ્યો હોવો જોઈએ. ભારતીય દેવી-દેવતાઓના આકાશમાં ઊડવા સંબંધી…

વધુ વાંચો >

સુ સુન્ગ/સુ સૉન્ગ (Su Sung/Su Song)

Jan 24, 2008

સુ સુન્ગ/સુ સૉન્ગ (Su Sung/Su Song) (જ. ઈ. સ. 1020, નાન–અન, ફ્યુજિયન પ્રૉવિન્સ, ચીન; અ. ઈ. સ. 1101, કાઇફેન્ગ) : ચીનના સાગ વંશનો મુત્સદ્દી, મહેસૂલને લગતા કાર્યનો વ્યવસ્થાપક, ખગોળશાસ્ત્રી, કાલમાપનવિદ્યાનો જ્ઞાતા (horologist), ઔષધવિદ્યામાં પારંગત, પ્રકૃતિશાસ્ત્રી અને કુશળ શોધક – ઇજનેર. ઈ. સ. 723થી 725ની વચ્ચેના સમયગાળામાં જગતનું પહેલું યાંત્રિક ઘડિયાળ બનાવવાનું શ્રેય ઈ-શિન્ગ કે યિક્સિંગ…

વધુ વાંચો >

પેટ્રોલ અથવા ગૅસોલીન (Petrot or Gasoline)

Jan 19, 1999

પેટ્રોલ અથવા ગૅસોલીન (Petrot or Gasoline) : પેટ્રોલ અથવા ગૅસોલીન એટલે 30oથી 200o સેં. ઉત્કલન પરાસ ધરાવતું ચારથી બાર કાર્બન પરમાણુઓવાળા હાઇડ્રોકાર્બનનું મિશ્રણ. સામાન્ય વપરાશમાં પેટ્રોલ તરીકે જાણીતું અને યુ.એસ.માં ગૅસ (gas) તરીકે ઓળખાતું ગૅસોલીન અંતર્દહન એંજિનોમાં ઇંધન તરીકે વપરાય છે. પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરવાથી પારદર્શક પ્રવાહી રૂપે પેટ્રોલ (ગૅસોલીન) મળે છે, જે મોટે ભાગે…

વધુ વાંચો >

વરાળશક્તિ (steam power)

Jan 16, 2005

વરાળશક્તિ (steam power) : પ્રમાણભૂત વાતાવરણના દબાણે, 100° સે. અથવા તેથી વધુ તાપમાન ધરાવતા પાણીની વાયુસ્વરૂપ સ્થિતિમાં રહેલી શક્તિ. ઔદ્યોગિક વિકાસની પ્રગતિમાં વરાળ એ મૂળભૂત શક્તિનો સ્રોત છે. વરાળશક્તિ સ્ટીલના ઉત્પાદનમાં, તેલની રિફાઇનરીમાં, રાસાયણિક ઉદ્યોગોમાં અને અન્ય અનેક ઉત્પાદનોમાં અવિભાજ્ય અંગરૂપ છે. વરાળશક્તિ ટર્બો-જનરેટર ચલાવવા માટે વપરાય છે. આ ટર્બો-જનરેટર મોટાભાગની વીજશક્તિનું ઉત્પાદન કરે છે.…

વધુ વાંચો >

લેખનસામગ્રી

Jan 1, 2005

લેખનસામગ્રી લેખન તથા આનુષંગિક કાર્યો માટે વપરાતી વસ્તુઓ તથા સાધનો. આશરે એક લાખ વર્ષ પૂર્વે માણસ સંપર્ક માટે વાચાનો ઉપયોગ કરતો થયો તે સાથે તેનું લાંબા અંતરનું વિચરણ પણ શરૂ થયું. વાચા આટલી વહેલી મળી. પણ, તેને દૃદૃશ્ય રૂપે અંકિત કરવાનો વિચાર ઘણો મોડો ઉદભવ્યો. લેખનના નમૂના જૂનામાં જૂના સુમેરુ સંસ્કૃતિના મળે છે. વર્તમાન પૂર્વે…

વધુ વાંચો >