Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

કૉફરબંધ

Jan 24, 1993

કૉફરબંધ : બાંધકામના પાયાનું જમીન પરના કે ભૂગર્ભના પાણીથી રક્ષણ કરવા પાયાને ફરતી રચવામાં આવતી કામચલાઉ દીવાલ. તળાવ કે સરોવરના સ્થિર અગર નદી / દરિયાનાં વહેતાં પાણીમાં જ્યારે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાનું હોય છે ત્યારે પાણીની હાજરી સમસ્યારૂપ બને છે. વહેતું પાણી તળિયાની માટીનું ધોવાણ (scouring) કરે છે અને જો બાંધકામનો પાયો આ જ…

વધુ વાંચો >

બિનઉષ્મીય વિકિરણ

Jan 18, 2000

બિનઉષ્મીય વિકિરણ (nonthermal radiation) : ઉષ્મારૂપી ઊર્જા ધરાવતું ન હોય તેવું વિકિરણ અથવા ઠંડો પ્રકાશ. ખગોળવિજ્ઞાનમાં બિનઉષ્મીય વિકિરણ એટલે જ્યારે લગભગ પ્રકાશ જેટલી ઝડપે ગતિ કરતા ઇલેક્ટ્રૉનનો વેગ બદલાય ત્યારે ઉદભવતું વીજચુંબકીય વિકિરણ. આનું સામાન્ય સ્વરૂપ સિંક્રોટ્રૉન વિકિરણ (synchrotron radiation) છે, જે ચુંબકીય ક્ષેત્રની આસપાસ ઇલેક્ટ્રૉન ચક્કર ચક્કર ફરે ત્યારે જોવા મળે છે. સામાન્ય પ્રકાશ…

વધુ વાંચો >

માઇક્રોવેવ

Jan 21, 2002

માઇક્રોવેવ (Microwaves) : એક પ્રકારના વીજચુંબકીય તરંગો (electromagnetic waves). તરંગલંબાઈ મુજબ તેમને ડેસિમીટર તરંગ, સેન્ટિમીટર તરંગ અને મિલિમીટર તરંગ તરીકે વિભાજિત કરવામાં આવે છે. આ આયનીકરણ કરતા ન હોય (non-ionizing) એવા તરંગો છે. તેની શક્તિ 10–5 eVથી 0.01 eV જેટલી હોય છે. વીજચુંબકીય વર્ણપટમાં માઇક્રોવેવની પડોશમાં ઓછી તરંગ-લંબાઈના વિસ્તારમાં પારરક્ત વિકિરણો (infrared radiations) આવે છે અને…

વધુ વાંચો >

છાત્રપીડન (Ragging)

Jan 16, 1996

છાત્રપીડન (Ragging) : ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં પ્રથમ વાર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ‘આવકારવાના ઉદ્દેશ’થી તેમની સાથે જૂના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા અશોભનીય વ્યવહારનું કૃત્ય. ભારતની સર્વોચ્ચ અદાલતે આવાં કૃત્યોને માનવઅધિકારોનું હનન કહીને વખોડી કાઢ્યાં છે અને તેની નાબૂદી માટે કડક આદેશ આપ્યા છે. ઉપરાંત, વર્ષ 2005માં રાજ્યસભામાં આ બદી પર પ્રતિબંધ મૂકવા માટે એક ખરડો ‘ધ પ્રિવેન્શન…

વધુ વાંચો >

મૂત્રમાર્ગ-નિરીક્ષા

Feb 12, 2002

મૂત્રમાર્ગ-નિરીક્ષા (uroendoscopy) : મૂત્રમાર્ગની અંદર સાધન વડે નિરીક્ષણ કરીને નિદાન તથા ચિકિત્સા કરવાની પ્રક્રિયા. આ ક્ષેત્રના વિકાસને કારણે હવે તેને એક વિશિષ્ટ ઉપવિદ્યાશાખા તરીકે પણ જોવામાં આવે છે અને તેને મૂત્રમાર્ગ-નિરીક્ષાવિદ્યા (endourology) કહે છે. નેવુંના દાયકામાં તેને લગતો ઘણો વિકાસ થયેલો છે. તેની મદદથી ઘણી વખત શરીર પર કાપ મૂકીને કરાતી મૂત્રમાર્ગ માટેની શસ્ત્રક્રિયાની કરવાની…

વધુ વાંચો >

નિર્દેશક જીવાવશેષ (index fossil)

Jan 16, 1998

નિર્દેશક જીવાવશેષ (index fossil) : ખડકસ્તરોનું વયનિર્ધારણ સૂચવતા જીવાવશેષો. દુનિયાના દૂરદૂરના પ્રદેશોમાં રચાયેલા સ્તરોનો સહસંબંધ (correlation) તે તે સ્તરોમાં જળવાયેલા જીવાવશેષોના પ્રકાર અને પ્રમાણ પરથી નક્કી થાય છે. બધા જ જીવાવશેષો વયનિર્ધારણ માટે ઉપયોગી નીવડતા નથી. કેટલાક જીવાવશેષો અનુકૂળ સંજોગો મળી રહે તો લાંબા કાળ સુધી, તો કેટલાક પ્રાપ્ત સંજોગો મુજબ અમુક મર્યાદિત ભૂસ્તરીય સમય…

વધુ વાંચો >

સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (તારામણી ચેન્નાઈ)

Jan 10, 2009

સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (તારામણી, ચેન્નાઈ) : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સંરચનાકીય (structural) ઇજનેરીના ક્ષેત્રે સંશોધન તથા આધુનિક માહિતીની આપલે કરતું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. આ કેન્દ્રના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે : (i) બાંધકામના માળખાનું અભિકલ્પન તથા બાંધકામને લગતાં સંશોધન હાથ ધરવાં. (ii) બાંધકામ અંગેના અદ્યતન જ્ઞાનનું પ્રસારણ…

વધુ વાંચો >

પરાગનયન (Pollination)

Feb 7, 1998

પરાગનયન (Pollination) પુષ્પમાં આવેલા પુંકેસરના પરાગાશયમાં ઉદ્ભવતી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર થતું સ્થાનાંતરણ. આવૃતબીજધારી વનસ્પતિઓમાં પ્રજનન-અંગ તરીકે પુષ્પનો વિકાસ થાય છે. આ પુષ્પમાં નર-પ્રજનન-અંગ તરીકે પુંકેસર અને માદા-પ્રજનન-અંગ તરીકે સ્ત્રીકેસર ઉત્પન્ન થાય છે. પ્રત્યેક પુંકેસર-તંતુ (filament), પરાગાશય (anther) અને યોજી(connective  પુંકેસર-તંતુ અને પરાગાશયને જોડતી પેશી)નું બનેલું હોય છે. જ્યારે સ્ત્રીકેસર બીજાશય (ovary), પરાગવાહિની (style) અને…

વધુ વાંચો >

હૃદ્-ધમની રોગ અથવા મુકુટધમની રોગ (coronary artery disease)

Feb 17, 2009

હૃદ્-ધમની રોગ અથવા મુકુટધમની રોગ (coronary artery disease) : હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં અંતર્રોધ (અટકાવ) ઉદભવવાથી થતો રોગ. પશ્ચિમી દેશોમાં તે સૌથી વધુ જોવા મળતો રોગ છે. નાની ઉંમરે થતા કાલપૂર્વ મૃત્યુ(premature death)નું તે પ્રમુખ કારણ છે. સન 2020માં વિશ્વભરમાં તે પ્રમુખ મૃત્યુકારક રોગ બનશે એવું મનાય છે. ધમનીની દીવાલ પર મેદજન્ય ચકતીઓ કે અર્બુદિકાઓ…

વધુ વાંચો >

હૃદ્-વાહિની-ચિત્રણ હૃદ્(મુકુટ)વાહિની-નિવેશ વાહિની-પુનર્રચના અને પસારનલીકરણ (coronary catheterisation coronary angiography angioplasty and stenting)

Feb 17, 2009

હૃદ્-વાહિની-ચિત્રણ, હૃદ્(મુકુટ)વાહિની-નિવેશ, વાહિની-પુનર્રચના અને પસારનલીકરણ (coronary catheterisation, coronary angiography, angioplasty and stenting) : હૃદયને લોહી પૂરું પાડતી મુકુટધમનીઓ(coronary arteries)માં અનુક્રમે નિવેશિકાનળી (catheter) નાંખીને એક્સ-રે-રોધી દ્રવ્ય વડે ચિત્રણમાં પ્રદર્શિત કરવી, તેના સાંકડા ભાગને ફુગ્ગાથી ફુલાવવો અને તે પહોળી રહે માટે તેમાં ધાતુની જાળી જેવી પસારનળી (stent) મૂકવી તે. એ એક અલ્પ-આક્રમક પ્રક્રિયા (minimally invasive procedure) છે.…

વધુ વાંચો >