Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (Physical Research Laboratory – PRL)

Feb 23, 1999

ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (Physical Research Laboratory – PRL) : ભૌતિકવિજ્ઞાનની વિવિધ વિદ્યાશાખાઓના સીમાક્ષેત્રે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધનની અદ્યતન સુવિધાઓ પૂરી પાડતી અમદાવાદ-સ્થિત આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રયોગશાળા. ખગોળવિજ્ઞાન (astronomy), ખગોળભૌતિકી (astrophysics), અવકાશવિજ્ઞાન (space science), વાતાવરણ-ભૌતિકવિજ્ઞાન (atmospheric physics), ભૂ-ભૌતિકવિજ્ઞાન (geophysics), પ્લાઝ્મા (plasma), પરમાણુ (atom), અણુ (molecule) અને કણ-ભૌતિકવિજ્ઞાન, ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાન (nuclear physics), લેસર ભૌતિકવિજ્ઞાન (laser physics), ક્વૉન્ટમ પ્રકાશિકી…

વધુ વાંચો >

બ્રિટિશ લાઇબ્રેરી

Jan 6, 2001

બ્રિટિશ લાઇબ્રેરી : વિશ્વનાં ગ્રંથાલયોમાં નોંધપાત્ર ગણાતું બ્રિટનનું ગ્રંથાલય. બ્રિટિશ લાઇબ્રેરી ઍક્ટ (1972) અનુસાર 1 જુલાઈ 1973થી બ્રિટિશ મ્યુઝિયમ અને બ્રિટિશ લાઇબ્રેરી એમ બે ભિન્ન સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. 1973માં બ્રિટિશ લાઇબ્રેરીની સ્થાપના થઈ; જેને કારણે યુ.કે.માં રાષ્ટ્રીય ગ્રંથાલય તેમજ ગ્રંથાલય અને માહિતીનું માળખું રચાયું. બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીના ગ્રંથસંગ્રહ સાથે નૅશનલ રેફરન્સ લાઇબ્રેરી ઑવ્ સાયન્સ ઍન્ડ…

વધુ વાંચો >

મેલેરિયા (એકાંતરિત જ્વર)

Feb 21, 2002

મેલેરિયા (એકાંતરિત જ્વર) એનોફિલિસ મચ્છરની માદાના ડંખ દ્વારા ફેલાતો પ્રજીવજન્ય (protozoan) ચેપી રોગ. તેને ‘એકાંતરિયો તાવ’ પણ કહે છે. સામાન્ય રીતે સખત ટાઢ વાઈને એકાંતરે દિવસે આ તાવ આવે છે. પરોપજીવો (parasite) દ્વારા થતા રોગોમાં તે સૌથી વધુ મહત્ત્વનો રોગ ગણાય છે. દર વર્ષે વિશ્વના 103 દેશોમાં 1 અબજ લોકોને તે અસર કરે છે. ઉત્તર…

વધુ વાંચો >

સ્પેન્સર હર્બર્ટ

Jan 14, 2009

સ્પેન્સર, હર્બર્ટ (જ. 27 એપ્રિલ 1820, ડર્બી, ઇંગ્લૅન્ડ; અ. 1903) : વિક્ટોરિયન યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા ચિંતક. સ્પેન્સરે વિક્ટોરિયન યુગ તરીકે જાણીતા સમયમાં જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ખૂબ અસરકારક રીતે ભજવી પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. એ રીતે તેઓ 19મી સદીના એક ઉત્કૃષ્ટ પ્રતિભાવંત ચિંતક ગણાયા છે. હર્બર્ટ સ્પેન્સર…

વધુ વાંચો >

ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1861

Jan 22, 1990

ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1861 : ભારતમાં બ્રિટિશ સરકારના માળખામાં પરિવર્તન લાવતો અને ભારતીયોના ધારાસભાના અધિકારોને લગતો કાયદો. ભારતમાંની કંપની સરકારના અંત બાદ બ્રિટિશ સરકારનું શાસન સ્થપાયું. તે પછી દેશના કાયદા ઘડવાના કાર્યમાં ભારતીયોનો સહકાર મેળવવાનો આ પ્રથમ પ્રયાસ હતો. આ કાયદા મુજબ ગવર્નર જનરલની કારોબારી સમિતિ પાંચ સભ્યોની કરવામાં આવી. કારોબારી સમિતિના સભ્યોને અલગ ખાતાં…

વધુ વાંચો >

રાજકીય પક્ષ

Jan 16, 2003

રાજકીય પક્ષ : રાજકીય જીવનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતાં અને સત્તાપ્રાપ્તિ ઇચ્છતાં સંગઠિત જૂથો. એક રાજકીય એકમ તરીકે વર્તીને તે સરકાર પર પ્રભુત્વ ધરાવવા ઉત્સુક હોય છે. આ સંગઠનો ભાગ્યે જ અધિકૃત (official) સરકારી સંગઠનો તરીકે કામ કરે છે. વિવિધ શાસનવ્યવસ્થામાં તે વિવિધ સ્વરૂપો ધરાવે છે. પ્રત્યેક દેશમાં, પ્રત્યેક સમયે અને પ્રત્યેક સરકારમાં તેના મહત્વની માત્રા…

વધુ વાંચો >

ઑફિશિયલ રિસીવર

Jan 29, 1991

ઑફિશિયલ રિસીવર : દેવાદારની અથવા વિવાદગ્રસ્ત મિલકતની કાયદેસર માલિકીનો નિકાલ ન થાય ત્યાં સુધી તેનો કામચલાઉ વહીવટ કરવા માટે અદાલત દ્વારા નિમાયેલ અધિકારી અથવા નાદાર જાહેર થનાર વ્યક્તિ, પેઢી કે અન્ય એકમ પાસેથી વસૂલ કરવા લાયક નાણાનું હિત ધરાવનાર પક્ષકારોએ અથવા અદાલતે નાદારની મિલકતો અને દેવાંની કાર્યવિધિ માટે નિયુક્ત કરેલી વ્યક્તિ. આમ બીજાની મિલકતનો કબજો…

વધુ વાંચો >

કોશસાહિત્ય

Jan 28, 1993

કોશસાહિત્ય શબ્દ, અર્થ, માહિતી કે જ્ઞાનના સંચયરૂપ સાહિત્ય. ભાષાકીય વ્યવહારમાં સરળતા તથા એકરૂપતા લાવવા તથા અન્ય ભાષાભાષી સમુદાયને જે તે ભાષાની સમજ આપવા કોશરચનાની પ્રવૃત્તિ હાથ ધરાય છે. કોશ ઉપરાંત સંસ્કૃતમાં અભિધાન તથા નિઘંટુ પર્યાયો યોજાયેલ છે. સંસ્કૃતમાં કોશની પરંપરા વૈદિક સંહિતાઓ જેટલી પ્રાચીન છે. સાંપ્રત ઉપલબ્ધ નિઘંટુ સંસ્કૃતનો પ્રાચીનતમ કોશ છે. વેદનાં છ અંગભૂત…

વધુ વાંચો >

રાળ (resin)

Jan 27, 2003

રાળ (resin) : ખાસ કરીને કેટલીક ઈજાગ્રસ્ત વનસ્પતિઓ દ્વારા થતો ગુંદર જેવો ચીકણો પ્રવાહીમય સ્રાવ. તે મુખ્યત્વે વધારે ઊંચો અણુભાર ધરાવતાં બહુલકિત (polymerized) ઍસિડો, ઍસ્ટરો અને ટર્પેનૉઇડ સંયોજનોનું મિશ્રણ છે. તે પાણીમાં અદ્રાવ્ય અને ઇથેનૉલમાં દ્રાવ્ય છે. હવાના સંપર્કમાં આવતાં બાષ્પશીલ ઘટકો ઊડી જાય છે, અને ઈજાગ્રસ્ત વિસ્તારને રક્ષણ આપતો અર્ઘઘટ્ટ કે ઘટ્ટ અવશેષ ગાંગડા…

વધુ વાંચો >

વાન ડે વેલ્ડે પરિવાર (Van de Velde family)

Jan 26, 2005

વાન ડે વેલ્ડે પરિવાર (Van de Velde family) : વાન ડે વેલ્ડે, વિલેમ (Willem) (જ. 1611, નેધરલૅન્ડ્ઝ; અ. 1693), તથા વાન ડે વેલ્ડે, એડ્રિયાન (Adriaen) (જ. 1632, નેધરલૅન્ડ્ઝ; અ. 1672) : પિતા વિલેમ અને પુત્ર એડ્રિયાનનો બનેલો ડચ બરોક ચિત્રકાર પરિવાર. બંનેની ચિત્રશૈલી અને લઢણો એટલી બધી સરખી છે કે તેમનાં ચિત્રોને અલગ તારવવાં શક્ય…

વધુ વાંચો >