Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ગાંધી, રાહુલ

Jan 26, 1994

ગાંધી, રાહુલ (જ. 19 જૂન, 1970, દિલ્હી, ભારત) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ(આઈએનસી)ના નેતા. વર્ષ 2004થી વર્ષ 2019 સુધી ત્રણ વાર ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી અને વર્ષ 2019થી 23 માર્ચ, 2023 સુધી કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ. હાલ સૂરતની જ્યુડિશિયલ કોર્ટે માનહાનિના એક કેસમાં તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા છે અને બે વર્ષ કેદની સજા કરી છે.…

વધુ વાંચો >

ઍલ્ડૉર્ફર, આલ્બ્રેખ્ટ

Jan 23, 1991

ઍલ્ડૉર્ફર, આલ્બ્રેખ્ટ (Altdorfer, Albrecht) (જ. આશરે 1480, જર્મની; અ. આશરે 12 ફેબ્રુઆરી 1538, જર્મની) : જર્મન રેનેસાંસ ચિત્રકાર અને જર્મન નિસર્ગચિત્રની પ્રણાલીના પ્રણેતા. ગ્રેકોરોમન કાળ પછી જંગલો, ખડકો, પર્વતો, વાદળો, સૂર્યોદય, સૂર્યાસ્ત તથા ખંડેરોને ચિત્રનો મુખ્ય વિષય બનાવનાર તેઓ પ્રથમ યુરોપીય ચિત્રકાર હતા. આ ઉપરાંત ધાર્મિક ચિત્રોનું પણ તેમણે સર્જન કર્યું; જેમાં ‘પૅશન ઑવ્ ક્રાઇસ્ટ’,…

વધુ વાંચો >

વાગ્નર, રિચાર્ડ

Jan 23, 2005

વાગ્નર, રિચાર્ડ (જ. 22 મે 1813, લિપઝિગ, જર્મની; અ. 13 ફેબ્રુઆરી 1883, વેનિસ, ઇટાલી) : પ્રસિદ્ધ જર્મન ઑપેરા-સ્વરનિયોજક અને સંગીત-સિદ્ધાંતકાર. ઓગણીસમી સદીના યુરોપના સંગીતને દિશાસૂચન કરવાનું કામ તેણે પોતાના સંગીત તેમજ ગ્રંથો વડે કર્યું. કુટુંબમાં જ સંગીતનું વાતાવરણ હતું. એ બાળક હતો ત્યારે પિતા મૃત્યુ પામ્યા. માતા અને અભિનેતાની કારકિર્દી ધરાવતા સાવકા પિતાએ તેને ઉછેરી…

વધુ વાંચો >

એગ્રિકોલા, જ્યૉર્જિયસ

Jan 16, 1991

એગ્રિકોલા, જ્યૉર્જિયસ (જ. 24 માર્ચ 1494, ક્લોશાઉ, સેક્સની, જર્મની; અ. 21 નવેમ્બર 1555, શેમ્નિટ્ઝ) : જર્મન વિદ્વાન, વૈજ્ઞાનિક અને ચિકિત્સક. તેમને આધુનિક ખનિજશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. 1514થી 1518 દરમિયાન લાઇપ્ઝિગ યુનિવર્સિટીમાં શિષ્ટ સાહિત્ય, તત્વજ્ઞાન અને ભાષાવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1523માં ઇટાલી જઈને ઔષધશાસ્ત્ર, વિજ્ઞાન અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો અને વેનિસમાં ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે…

વધુ વાંચો >

ટેલ-કૉમ-સૅટ

Jan 11, 1997

ટેલ-કૉમ-સૅટ : ટેલિ કૉમ્યુનિકેશન સૅટેલાઇટ (ટૂંકમાં Tel-Com-Sat) સંદેશાવ્યવહાર માટેનો એક કૃત્રિમ ઉપગ્રહ. સંદેશાવ્યવહાર માટેના ઉપગ્રહની શોધ એ અંતરિક્ષયુગની એક સૌથી મોટામાં મોટી સિદ્ધિ છે. આવા ઉપગ્રહોની શોધથી બિનતારી (wireless) સંદેશાવ્યવહાર ક્ષેત્રે ઘણું ઝડપી પરિવર્તન આવ્યું છે અને વિશ્વભરમાં  એનો બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. તેમની શોધથી આંતરરાષ્ટ્રીય સમાચાર કે રમતગમતનું જીવંત પ્રસારણ (live telecast) ટેલિવિઝન…

વધુ વાંચો >

લેખ્યસૂચિ (documentation)

Jan 1, 2005

લેખ્યસૂચિ (documentation) : લેખ્યસૂચીકરણ (પ્રલેખન) એ એક એવી કળા છે, જેમાં પ્રલેખનું પુન: ઉત્પાદન, પ્રલેખ(document)ની વહેંચણી અને પ્રલેખનો ઉપયોગ એ ત્રણનો સમાવેશ થાય છે. માનવપ્રવૃત્તિની સમગ્ર પ્રકારની પ્રલેખનસામગ્રીનું એકત્રીકરણ, વર્ગીકરણ અને વિતરણની પ્રક્રિયા. ‘લેખ્યસૂચી’ (documentation) શબ્દ – લેખ્ય (document) પરથી આવેલો છે. સૌપ્રથમ 1905માં પૉલ ઑટલેટે – (Paul Otlet) ‘ડૉક્યુમેન્ટેશન’ શબ્દ  ડૉક્યુમેન્ટ્સ એકત્રિત કરવા જરૂરી…

વધુ વાંચો >

સકાળ

Jan 1, 2007

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર ન રહેતાં મોટું મીડિયા-જૂથ બન્યું…

વધુ વાંચો >

સૉફિસ્ટ-ચિન્તકો (sophists)

Jan 2, 2009

સૉફિસ્ટ-ચિન્તકો (sophists) : પ્રાચીન ગ્રીસમાં વ્યાકરણ, વાગ્મિતા તેમજ કાયદાશાસ્ત્રના ક્ષેત્રે શિક્ષણ આપનારા તદ્વિદો. ‘સૉફિસ્ટ’ શબ્દ ‘સૉફિયા’ પરથી આવેલો છે. ‘Sophia’ એ ગ્રીક શબ્દનો અર્થ છે – ‘wisdom’ (‘વિઝ્ડમ’ – ડહાપણ, શાણપણ, પ્રજ્ઞા, વિદ્વત્તા). સૉક્રેટિસે (470–399 B.C.) પૂર્વના જે શિક્ષકો યુવાન ઍથેન્સવાસીઓને દલીલ કરવાની કળા, પ્રભાવક રીતે બોલવાની કળા (rhetoric) ફી લઈને, કોઈ સંસ્થા સ્થાપ્યા વગર,…

વધુ વાંચો >

આબોહવા

Jan 4, 1990

આબોહવા (Climate) આબોહવા એટલે કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ. પૃથ્વી ઉપરનાં કોઈ બે સ્થાનની આબોહવા સર્વ રીતે સમાન હોતી નથી. વાતાવરણમાં તથા વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચે થતા ઊર્જા અને દ્રવ્યના વિનિમયથી હવામાન તથા આબોહવાનાં વિશિષ્ટ સ્વરૂપોનું સર્જન થાય છે. કુદરતી પર્યાવરણના અંગ તરીકે તે વનસ્પતિ, જમીન…

વધુ વાંચો >

ઇન્ડિયન મીટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ

Jan 23, 1990

ઇન્ડિયન મીટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ (IMD) : ભારતની હવામાનશાસ્ત્ર અંગેની 1875માં સ્થાપવામાં આવેલી સંસ્થા. તે વિશ્વની આ ક્ષેત્રની જૂની સંસ્થાઓમાંની એક ગણાય છે. શરૂઆતમાં હવામાન અંગેનું કાર્ય કરતી વેધશાળાઓને પોતાના આધિપત્ય નીચે લઈને તેમના કાર્યનું આ સંસ્થાએ કેન્દ્રીકરણ કર્યું હતું. હવામાન, ભૂકંપશાસ્ત્ર તથા વાતાવરણશાસ્ત્ર સાથે સંલગ્ન વિષયો અંગેની બધી બાબતોમાં તે પ્રમુખ સરકારી સંસ્થા ગણાય છે. હવામાન…

વધુ વાંચો >