લવ, અશોક (જ. 13 એપ્રિલ 1947, લ્યાલપુર (હાલ પાકિસ્તાનમાં)) : હિંદી લેખક. તેમણે હિમાચલ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એડ.ની પદવી અને 1994માં નૅશનલ મ્યુઝિયમ તરફથી આર્ટ એપ્રીશિયેશન સર્ટિફિકેટ મેળવ્યાં. પછી તેમણે હિંદી માસિક ‘મોહયાલ’ના સંપાદનથી કારકિર્દી શરૂ કરી. સમકાલીન ‘ચૌથી દુનિયા’ માસિકના તેઓ સાહિત્યિક સંપાદક બન્યા. રાષ્ટ્રીય ‘સહારા’ દૈનિકના કલાવિવેચક તરીકે પણ તેમણે કામગીરી…

વધુ વાંચો >

લવણપ્રસાદ (ઈ. સ. બારમી અને તેરમી સદી) : ગુજરાતના રાજા ભીમદેવ બીજા(ઈ. સ. 1178–1242)નો સામંત. તે વ્યાઘ્રપલ્લી(વાઘેલ ગામ)ના પ્રથમ મુખ્ય પુરુષ અર્ણોરાજ(આનાક)નો પુત્ર હતો. તેની માતાનું નામ સલક્ષણા હતું. પ્રાચીન ગ્રંથો તથા લેખોમાં તેનું રૂઢ નામ ‘લુણપસાક’, ‘લુણપસા’, ‘લુણપસાજ’, ‘લુણસા’, ‘લુણપસાઉ’, ‘લુણપ્રસાદ’ હોવાનું મળી આવે છે. સંસ્કૃત લખાણોમાં એ નામોનાં ‘લાવણ્યપ્રસાદ’ તથા ‘લવણપ્રસાદ’ જેવાં સ્વરૂપ…

વધુ વાંચો >

લવણભાસ્કર ચૂર્ણ : પેટનાં દર્દો માટેની અકસીર ઔષધિ. સૂર્ય ભગવાને લોકોના હિતાર્થે  પેટનાં અનેક દર્દો માટે અકસીર કહેલું અને ‘શાઙ્ર્ગધર સંહિતા’માં આપેલું આ ચૂર્ણ આયુર્વેદની ખૂબ જ ઉપયોગી અને પ્રચલિત ઔષધિ છે. તેનો પાઠ નીચે મુજબ છે : ઔષધ-સંયોજન : સમુદ્ર-લવણ 8૦ ગ્રામ, સંચળ 5૦ ગ્રામ અને બિડલવણ, સિંધાલૂણ, ધાણા, લીંડીપીપર, પીપરીમૂળ, કાળીજીરી, તમાલપત્ર, તાલીસપત્ર,…

વધુ વાંચો >

લવાઉફ, એન્ડ્રે (Lwoff, Andre) (જ. 8 મે 19૦2, Ainay-le-Chateau (Allier), ફ્રાન્સ; અ. 1994) : સન 1965ના ફ્રાન્ક જૅકોબ (Francois Jacob) તથા જૅક્સ મોનોડ સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને ઉત્સેચકો (enzymes) અને વિષાણુના સંશ્લેષ્ણ (virus synthesis) પરના જનીનીય નિયંત્રણ અંગેની શોધ અંગે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓ 19 વર્ષની ઉંમરે પૅરિસની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા અને…

વધુ વાંચો >

લવાણિયા, જગદીશપ્રસાદ (જ. 1૦ જુલાઈ 1945, છૈન્છઉ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ) : વ્રજભાષા અને હિંદીના લેખક. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી અને પંજાબીમાં ડિપ્લોમા મેળવ્યો. હાથરસ ખાતે તેમણે સી.એલ.આર.એન. કૉલેજમાં અધ્યાપન-કાર્ય કર્યું. તેમણે વ્રજકલા કેન્દ્ર, હાથરસના જનરલ સેક્રેટરી તરીકે કામગીરી કરી. ‘અમર વિજેતા’ના તેઓ સંયુક્ત સંપાદક રહ્યા હતા. તેમણે 5 ગ્રંથો આપ્યા…

વધુ વાંચો >

લવાદ : કેટલાક વિવાદોના પક્ષકારો વચ્ચે અન્ય કોઈ પણ પદ્ધતિ દ્વારા સંબંધિત વિવાદના ઉકેલ રૂપે કોઈ સમજૂતી સધાતી ન હોય ત્યારે તે વિવાદોનો ફેંસલો (adjudicate) કરવા માટે મહદ્અંશે સંબંધિત પક્ષકારોની સંમતિથી જે ત્રાહિત પંચને તે વિવાદ સોંપવામાં આવે છે તે પંચ. આવા પંચની કાર્યવહીને લવાદી અથવા મધ્યસ્થી અને તેના ફેંસલાને ‘એવૉર્ડ’ કહેવામાં આવે છે. સામાન્ય…

વધુ વાંચો >

લવિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા મિરટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Syzygium aromaticum (Linn.); Merrill & Perry syn. Caryophyllus aromaticus Linn.; Eugenia caryophyllata Thunb.; E. aromatica Kuntze (સં., મ., બં., ક., લવંગ; હિં. લોંગ; તે. લવંગા-મુચેટ્ટુ, લવંગામુલુ.; ત. કિરામ્બુ; મલ. કરાયામ્પુ, ક્રામ્બુ; અં. ક્લોવ ટ્રી) છે. તે પિરામિડ કે શંકુ આકારનું 9 મી.થી 12…

વધુ વાંચો >

લ’વૉવ (L’Vov) : યૂક્રેનનું મુખ્ય શહેર. યૂક્રેનિયન ભાષામાં તે ‘લ વિવ’, ‘લ્ય વિવ’ કે ‘લ્ય વૉવ’ નામોથી ઓળખાય છે; જર્મન ભાષામાં તે લૅમ્બર્ગ નામથી જાણીતું છે. ભૌગોલિક સ્થાન : 49° 50´ ઉ. અ. અને 24° 00´ પૂ. રે.. તે કીવથી પશ્ચિમે 475 કિમી.ને અંતરે, વેસ્ટર્ન બગ અને મેસ્ત્ર નદીઓ વચ્ચેના જળવિભાજક પર, પેલ્તેવ નદીના ઉદગમસ્થાન…

વધુ વાંચો >

લવૉંગ ગાઇ (La-Vong’gi) : પાપુઆ ગિની(ઇન્ડોનેશિયા)ના ભાગરૂપ બિસ્માર્ક ટાપુસમૂહમાં આવેલો સક્રિય જ્વાળામુખી-રચિત ટાપુ. તે 3° 00´ દ. અ. અને 47° 30´ પૂ. રે.ની આજુબાજુનો 1,190 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અહીં નાળિયેરીનાં અનેક ઝુંડ આવેલાં  છે. પહાડી પ્રકારની વનસ્પતિથી આ ટાપુ ભરપૂર રહેતો હોવાથી તે બારેમાસ હરિયાળો રહે છે. ઘાસનું પ્રમાણ અહીં ઓછું છે.…

વધુ વાંચો >

લ શૅટલિયરનો સિદ્ધાંત : સમતોલન પામેલી પ્રણાલીના સમતોલનને નિર્ધારિત કરનાર પરિવર્તીય (variables) પૈકી એકમાં ફેરફાર કરવામાં આવે ત્યારે પ્રણાલીનો પ્રતિભાવ દર્શાવતો (રસાયણશાસ્ત્રનો) સિદ્ધાંત. આ સિદ્ધાંત ઊર્જાસંચયના નિયમનું પરિણામ છે. ફ્રેન્ચ રસાયણવિદ હેન્રી લુઈ લ શૅટલિયરે તેને 1888માં રજૂ કરેલો. આ સિદ્ધાંત મુજબ જો સમતોલનમાં રહેલી પ્રણાલીને અસર કરનાર સ્વતંત્ર પરિવર્તીય (દા.ત., દબાણ, તાપમાન વગેરે) પૈકી…

વધુ વાંચો >