Posts by Jyotiben
લલિત
લલિત (જ. 3૦ જૂન 1877, જૂનાગઢ; અ. 24 માર્ચ 1947) : ગુજરાતી કવિ. ‘લલિત’ તેમનું ઉપનામ છે. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. માતા સાર્થકગૌરી તરફથી સંગીતના સંસ્કાર અને પિતા મહાશંકર તરફથી સાહિત્યના સંસ્કાર સાંપડ્યા હતા. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢ અને રાજકોટમાં લીધું. 19૦3માં ગોંડળમાં સંગ્રામજી હાઇસ્કૂલમાં નોકરી કરી. 19૦8થી 191૦ સુધી રાજકોટમાં ‘કાઠિયાવાડ ટાઇમ્સ’નું તંત્રીપદ સંભાળ્યું.…
વધુ વાંચો >લલિતપત્તન
લલિતપત્તન : નેપાળમાં આવેલું પ્રાચીન શહેર. તે અત્યારે ‘પાટણ’ તરીકે ઓળખાય છે. ત્યાંના પ્રસિદ્ધ પશુપતિનાથના મંદિરમાંથી લિચ્છવી શાસકોના કેટલાક અભિલેખો મળ્યા છે. નેપાળમાં લિચ્છવીઓના શાસનકાળ દરમિયાન આ શહેરનું ઘણું મહત્વ હતું. મુગટલાલ પોપટલાલ બાવીસી
વધુ વાંચો >લલિતપુર
લલિતપુર : ઉત્તરપ્રદેશના છેક નૈર્ઋત્ય ખૂણામાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. તે 24° 11´ થી 25° 13´ ઉ. અ. અને 78° 11´ થી 79° ૦´ પૂ. રે. વચ્ચેનો 5,૦39 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં રાજ્યનો ઝાંસી જિલ્લો આવેલો છે, જિલ્લાની બાકીની બધી જ સીમા મધ્યપ્રદેશથી ઘેરાયેલી છે. બેટવા નદી…
વધુ વાંચો >લલિત રાવ (શ્રીમતી)
લલિત રાવ (શ્રીમતી) (જ. 6 નવેમ્બર 1942, ચેન્નાઈ(મદ્રાસ)) : શાસ્ત્રીય સંગીતનાં જાણીતાં ખયાલ-ગાયિકા. મૂળ કાશ્મીરથી વર્ષો પહેલાં ગોવામાં સ્થાયી થયેલાં. ચિત્રપુર સારસ્વત કુળમાં જન્મ. પિતા ધારેશ્વર સંગીતના શોખીન અને ઘણી મહેફિલોમાં હાજરી આપતા. લલિત રાવે 1957માં સીનિયર કેમ્બ્રિજ કર્યા બાદ બી.એસસી. અને બી.ઈ.ની પરીક્ષાઓ ડિસ્ટિન્ક્શન સાથે પસાર કરી. તેમની જ્વલંત કારકિર્દીના ફળસ્વરૂપ ચાર વિદેશી યુનિવર્સિટીઓ…
વધુ વાંચો >લલિતાદુ:ખદર્શક નાટક
લલિતાદુ:ખદર્શક નાટક : પહેલું ગુજરાતી કરુણાન્ત નાટક. ભવાઈમાં આવતા કજોડાના વેશની બીભત્સતા જોઈ આઘાત પામેલા રણછોડભાઈ ઉદયરામ દવેએ ગુજરાતી રંગભૂમિને સંસ્કારવા આ પાંચ-અંકી નાટક ઈસવી સન 1866માં રચી પ્રસિદ્ધ કર્યું. પ્રારંભકાળની ઘડાતી, બોલાતી તળપદી ભાષાનો લેખકે ઉપયોગ કર્યો છે. એમાં ભરપૂર નાટકીપણું છે. શ્રી ગુજરાતી નાટક મંડળીએ જૂની વિક્ટોરિયા નાટકશાળામાં રવિવાર, તા. 6–1–1878ના દિને પ્રેક્ષકોની…
વધુ વાંચો >લલિતા નાયક, બી. ટી. (શ્રીમતી)
લલિતા નાયક, બી. ટી. (શ્રીમતી) (જ. 4 એપ્રિલ 1945, તંગલી ટંડ્યા, જિ. ચિકમગલૂર, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને નવલકથાકાર. ઇન્ટર સુધીનો અભ્યાસ અને હિંદી વિશારદ. તેઓ ધારાસભ્ય; બાલભવન – કર્ણાટકનાં પ્રમુખ, મહિલા અને બાલ વિકાસ સમિતિનાં પ્રમુખ; ગુલબર્ગ યુનિવર્સિટીમાં સેનેટ તથા સિન્ડિકેટનાં સભ્ય તેમજ અખિલ કર્ણાટક લંબાની વૉક્કુટનાં પ્રમુખ રહી ચૂક્યાં છે. તેમણે 8 ગ્રંથો…
વધુ વાંચો >લલિતાંબા, બી. વાય.
લલિતાંબા, બી. વાય. (જ. 18 માર્ચ 1944, મૈસૂર શહેર, કર્ણાટક) : કન્નડ લેખક. દેવી અહલ્યા વિશ્વવિદ્યાલય, ઇંદોરની સ્કૂલ ઑવ્ કમ્પેરેટિવ લૅન્ગ્વેજ ઍન્ડ કલ્ચરમાં પ્રાધ્યાપક. તેમણે અનુવાદો સહિત 1૦થી વધુ ગ્રંથો આપ્યા છે. ‘તીર્થંકર’ (1973) બાળસાહિત્ય છે. ‘નવ નિર્માણ દેદેગે’ (1978), ‘લોહેમ, હમ’ – બંને હિંદીમાંથી કરેલ અનુવાદ છે. ‘ભારતીય સાહિત્ય સમીક્ષે’ – 2 ભાગમાં (199૦)…
વધુ વાંચો >લલી, ઝાં બાપ્તિસ્તે
લલી, ઝાં બાપ્તિસ્તે (જ. 28 નવેમ્બર 1632, ફલૉરેન્સ, ઇટાલી; અ. 22 માર્ચ 1687, પૅરિસ, ફ્રાન્સ) : સત્તરમી અને અઢારમી સદીમાં સમગ્ર યુરોપિયન સંગીત પર પ્રભાવ પાથરનાર ઇટાલિયન મૂળનો ફ્રેન્ચ સંગીતકાર અને સ્વરનિયોજક. ઇટાલિયન માબાપને પેટે જન્મ્યો હોવા છતાં કિશોરાવસ્થામાં જ ફ્રાન્સના મોંપેન્સિયેના તંતુવાદ્યવૃંદમાં જોડાઈ ગયો; પરંતુ કેટલીક અશ્લીલ કાવ્યરચનાઓને સંગીતમાં બેસાડવા બદલ તેને બરતરફ કરવામાં…
વધુ વાંચો >લલ્લુલાલજી
લલ્લુલાલજી (જ. 1763 આગ્રા; અ. 1853, કોલકાતા) : હિંદી ખડી બોલી ગદ્યના પ્રારંભિક પ્રણેતાઓમાંના એક. તેઓ મૂળે ગુજરાતી ઔદિચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતા ચૈનસુખ કર્મકાંડી હતા. તેઓ ઈ. સ. 18૦૦માં કોલકાતાની ફૉર્ટ વિલિયમ કૉલેજમાં ‘ભાષામુનશી’ તરીકે નિમણૂક પામ્યા હતા. હિંદી ગદ્યગ્રંથોની રચના માટે તેમને કાઝિમ અલી ‘જવાં’ અને મઝહર અલી ‘વિલા’ એમ બે સહાયકો પણ…
વધુ વાંચો >લલ્લેશ્વરી (લલ દદ)
લલ્લેશ્વરી (લલ દદ) (જ. આશરે 13૦૦થી 132૦, સિંહાપોર, કાશ્મીર; અ. 1377–138૦ આસપાસ, વિજેબ્રૂર, કાશ્મીર) : ચૌદમી સદીનાં પ્રખ્યાત કાશ્મીરી સંત અને કવયિત્રી. તેઓ ‘લલ્લા યોગીશ્વરી’, ‘લલ્લા યોગિની’, ‘લલ્લા આરિફા’ અને ‘લલ્લા માતશી’ તરીકે પણ જાણીતાં હતાં. સારસ્વત બ્રાહ્મણ કુળમાં જન્મ. 12 વર્ષની કુમળી વયે પામપોરના બ્રાહ્મણ કુટુંબમાં લગ્ન થયાં. ત્યાં પદ્માવતી નામથી ઓળખાતાં. પતિગૃહે તેમનાં…
વધુ વાંચો >