લ બ્રૂં, ચાર્લ્સ (Le Brun, Charles) (જ. 24 ફેબ્રુઆરી 1619, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 169૦, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ રાજા લુઈ ચૌદમાના પ્રિય દરબારી ચિત્રકાર અને ડિઝાઇનર. રાજા લુઈ ચૌદમાના ત્રણ દસકાના રાજ દરમિયાન ચિત્રો કરવા ઉપરાંત એ રાજા માટે તૈયાર કરાવવામાં આવતાં શિલ્પો તથા અન્ય શણગારાત્મક વસ્તુઓની દોરવણી આપનાર તથા દેખરેખ રાખનાર હતા.…

વધુ વાંચો >

લમબમ, વીરમણિસિંહ (જ. 1925) : મણિપુરી વાર્તાકાર. તેમના વાર્તાસંગ્રહ ‘ચેખલા પૈખરવાડા’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. પછી તેઓ ઇમ્ફાલ ખાતેની બેઝિક ટ્રેનિંગ કૉલેજમાં અધ્યાપક બન્યા. ત્યારબાદ તેઓ થૌબાલ જિલ્લામાં વિજ્ઞાન-સુપરવાઇઝર બન્યા. મણિપુર ખાતેના કલ્ચરલ ફોરમ તથા નહારોલ સાહિત્યપ્રેમી…

વધુ વાંચો >

લમેત્ર, જૂલ (જ. 27 એપ્રિલ 1853, ઑર્લિયન્સ નજીક; અ. 5 ઑગસ્ટ 1914, તેવર્સ, લૉઇરેન, ફ્રાન્સ) : ફ્રેન્ચ વિવેચક, નાટ્યકાર, કવિ અને ટૂંકી વાર્તાના લેખક. શિક્ષણ ઑર્લિયન્સ અને પૅરિસમાં. એકૉલ નૉર્માલ સુપીરિયરમાંથી સ્નાતક થયા. લ હાવ્ર અને અલ્જિયર્સમાં શિક્ષક હતા. નોકરી છોડ્યા પછી પત્રકારત્વ અને સાહિત્યને ખોળે માથું મૂક્યું. ‘લે મેદેલાં’ (188૦) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. ‘મીર’…

વધુ વાંચો >

લમેત્ર જ્યૉર્જ (જ. 1894, બેલ્જિયમ; અ. 1966, બેલ્જિયમ) : વિશ્વની ઉત્પત્તિનો સિદ્ધાંત એટલે કે મહાવિસ્ફોટ(big-bang)ની ઘટનાનું સૂચન કરનાર ખ્યાતનામ બેલ્જિયન બ્રહ્માંડવિદ (cosmologist). યુ.એસ.ના ખગોળવિદ એડ્વિન હબલે દર્શાવ્યું કે વિશ્વ હરદમ વિસ્તરતું જાય છે, પણ લમેત્રે જણાવ્યું કે વિશ્વની ઉત્પત્તિ મહાવિસ્ફોટથી થઈ અને ત્યારબાદ તેનું નિરંતર વિસ્તરણ ચાલુ રહ્યું છે. મહાવિસ્ફોટનો સિદ્ધાંત હવે વ્યાપક રીતે સ્વીકૃત…

વધુ વાંચો >

લય : વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિ (species) કે ઉપજાતિ(subspecies)નું વિલોપન કે અંત. જાતિ કે ઉપજાતિ પ્રજનન કરી શકે નહિ ત્યારે તેનો લય થાય છે. મોટેભાગે પર્યાવરણમાં થતા ફેરફારોને લઈને આ પ્રક્રિયા થાય છે. વિનાશને આરે પહોંચેલી જાતિ બદલાતા પર્યાવરણમાં અનુકૂલન સાધી શકતી નથી અને વંશજો સિવાય તે અંત પામે છે. અથવા તે અનુકૂલન સાધી તદ્દન…

વધુ વાંચો >

લયલા–મજનૂ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ઈરાની દાસ્તાન. લોકકથાના બે પ્રેમી પાત્રો : સ્ત્રીનું નામ લયલા, પુરુષનું મજનૂ. આ પાત્રોની લોકપ્રિય દાસ્તાન ઉપર આધારિત ગદ્ય-પદ્ય સાહિત્ય અરબી, ફારસી, તુર્કી તથા ઉર્દૂ ભાષામાં વિકાસ પામ્યું છે. લયલા અને મજનૂ અરબસ્તાનના નજદ વિસ્તારના બન્ આમિર કબીલાનાં છે. લયલા શ્યામ વર્ણની હતી. અરબી ભાષામાં કાળી રાતને ‘લયલા’ કહેવામાં આવે…

વધુ વાંચો >

લર્નર, એ. પી. (જ. 19૦5; અ. 1982) : મુક્ત વ્યાપાર અને સમાજવાદી – આ બે અતિરેકી વિચારસરણીઓ વચ્ચેનો મધ્યમમાર્ગ (golden mean) શોધવાનો પ્રયાસ કરનાર સમાજવાદી ચિંતક. આખું નામ અબ્બા પટાચ્યા લર્નર. તેમનો જન્મ રૂમાનિયામાં થયો હતો અને બાલ્યાવસ્થામાં જ તેમણે માતા-પિતા સાથે ઇંગ્લૅન્ડમાં કાયમી વસવાટ માટે સ્થળાંતર કર્યું હતું. 1929માં લંડન સ્કૂલ ઑવ્ ઈકોનૉમિક્સના રાત્રીવર્ગોમાં…

વધુ વાંચો >

લર્નર, ઍલન જેઈ (જ. 31 ઑગસ્ટ 1918, ન્યૂયૉર્ક સિટી; અ. 1986, ન્યૂયૉર્ક) : અમેરિકન સ્વરનિયોજક, ગીતકવિ અને સંગીતનાટ્યકાર (librettist). બ્રૉડવેમાં ફ્રેડરિક લોઇની સાથે તેમનાં ‘બ્રિગેડૂન’ (1947), ‘પેઇન્ટ યૉર વૅગન’ (1951), ‘માય ફેર લેડી’ (1956), ‘કૅમેલૉટ’ (196૦) નામનાં સંગીતનાટકોએ લોકોની ભારે પ્રશંસા મેળવી હતી. તેમણે નિર્માણ કરેલું ‘જીજી’ ચલચિત્ર પણ લોકપ્રિય થયું હતું. માતાપિતાની દુકાનમાં ધમધોકાર…

વધુ વાંચો >

લલનપિયા (19મી સદીનો ઉત્તરાર્ધ–2૦મી સદીનો પૂર્વાર્ધ) : ઠૂમરી નામક ઉપશાસ્ત્રીય ગીતોના જાણીતા રચનાકાર. તેમનું વતન ઉત્તર પ્રદેશનું ફર્રુખાબાદ નગર. તેમનો જન્મ એક સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી લલનપિયાનું સમગ્ર જીવન ગરીબીમાં વીત્યું હતું. ઠૂમરીની કોઠાસૂઝને કારણે જ તેઓ ઠૂમરીની રચના કરતા, દરેક રચનાને જુદા જુદા શાસ્ત્રીય રાગોમાં ઢાળતા અને…

વધુ વાંચો >

લલવાર, લૂઇ ફેડરિકો (જ. 6 સપ્ટેમ્બર 19૦6, પૅરિસ; અ. 2 ડિસેમ્બર 1987, બૂએનૉસ આઇરિસ) : 197૦ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર. આર્જેન્ટીનાના જૈવરસાયણવિદ. યુનિવર્સિટી ઑવ્ બૂએનૉસ આઇરિસ(આર્જેન્ટીના)માંથી 1932માં તેઓ ઔષધશાસ્ત્રમાં ગ્રૅજ્યુએટ થયા. 1934–35માં તે જ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિયૉલૉજીમાં ઉત્સેચકવિજ્ઞાનમાં કામ કરતા હતા ત્યારે સંશોધન માટે મેરિટ સ્કૉલરશિપ મળતાં, એક વર્ષ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં જૈવરસાયણની…

વધુ વાંચો >