Posts by Jyotiben
લટ્યન્ઝ એડવિન (સર)
લટ્યન્ઝ એડવિન (સર) (જ. 1869; અ. 1944) : વીસમી સદીનો જાણીતો બ્રિટિશ સ્થપતિ. તેણે થોડો સમય જ્યૉર્જ ઍન્ડ પેટો સાથે કામ કર્યું. તે પછી 1889માં તેણે સ્વતંત્ર રીતે પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી. 1896માં તેણે ગેટ્રુડ જેકિલ માટે મુન્સેડ વુડની ડિઝાઇન કરી હતી. ગેટ્રુડ ગાર્ડન ડિઝાઇનર હતો અને તેણે લટ્યન્ઝના ઘડતરમાં ઘણી મદદ કરી હતી. તેના…
વધુ વાંચો >લઠ્ઠો
લઠ્ઠો : કેફ અથવા નશો કરવા માટેનું ગેરકાયદેસર દારૂયુક્ત તથા ઝેરી અસર કરતું પીણું. આ પીણું તેમાં મિથાઇલ આલ્કોહૉલ અને ઇથાઇલ આલ્કોહૉલનું વધતી-ઓછી માત્રાનું મિશ્રણ હોય છે, જે ગુજરાતમાં ‘લઠ્ઠા’ તરીકે જ્યારે મહારાષ્ટ્રમાં ‘ખોપડી’ તરીકે ઓળખાય છે. નશા માટેનો પ્રમાણિત દારૂ મુખ્યત્વે ઇથાઇલ આલ્કોહૉલ (ઇથેનોલ) હોય છે. જેમાં લહેજત માટે કુદરતી કે કૃત્રિમ રંગ અને…
વધુ વાંચો >લડાયક વિમાન
લડાયક વિમાન : શત્રુપક્ષનાં લડાયક વિમાનોનો નાશ કરી અવકાશી વિસ્તાર પર પ્રભુત્વ સ્થાપવા માટે બનાવવામાં આવતાં વિમાનો. આવાં વિમાનો જુદાં જુદાં નામથી ઓળખાતાં હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન જર્મનીએ ફૉકર D. VII તથા ફ્રાન્સે સ્ટૉડ નામનાં વિમાનો આકાશી યુદ્ધમાં ઉતાર્યાં હતાં, જે કલાકે 215 કિમી. ગતિથી આકાશમાં ઊડી શકતાં હતાં. ઑક્ટોબર 1938માં અમેરિકાએ કર્ટિસ…
વધુ વાંચો >લતાફતહુસેનખાં
લતાફતહુસેનખાં (જ. ડિસેમ્બર 1921, જયપુર) : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક. તેમના પિતા જયપુર દરબારના રાજગાયક અલ્તાફ હુસેનખાં પોતે અગ્રણી ગાયક હોવાથી પુત્ર લતાફતને શાસ્ત્રીય સંગીત વારસામાં મળ્યું હતું. તેમનો ઉછેર હકીકતમાં જયપુરમાં તેમના મોટા ભાઈ અને વિવિધ રાગોની બંદિશોના રચનાકાર ઉસ્તાદ ખાદિમ હુસેનખાં સાહેબ દ્વારા થયો હતો. તેમણે શાસ્ત્રીય સંગીતની વિધિસરની…
વધુ વાંચો >લતીફ ઘોંઘી
લતીફ ઘોંઘી (જ. 28 સપ્ટેમ્બર 1935, મહાસમુંદ, મધ્યપ્રદેશ) : હિંદી હાસ્ય અને વ્યંગ્ય લેખક. તેમણે બી.એ. અને એલએલ.બી.ની પદવી મેળવ્યા બાદ વકીલાત શરૂ કરી, અને સાથોસાથ લેખનકાર્ય પર હાથ અજમાવ્યો. તેમની માતૃભાષા ગુજરાતી હોવા છતાં તેમણે હિંદીમાં 31 ગ્રંથો આપ્યા છે, તેમાં ‘તીસરે બંદર કી કથા’ (1977); ‘કિસ્સા દાઢી કા’ (198૦); ‘ચોરી ન હોને કા…
વધુ વાંચો >લદો, ક્લાઉદે નિકોલસ
લદો, ક્લાઉદે નિકોલસ (જ. 1736; અ. 18૦6) : ફ્રાન્સના સ્થપતિ. તેમણે લુઈ 15માના ફૅશનેબલ સ્થપતિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી. માદામ દુ બેરિએ તેમને પ્રોત્સાહન આપ્યું. તેમણે ફ્રાન્સમાં નવ્યપ્રશિષ્ટતાવાદને વિકસાવ્યો. તેમના સમકાલીનોમાં માત્ર બુલિ જ તેની કલ્પના અને મૌલિકતાની દૃષ્ટિએ સમકક્ષ હતો, પરંતુ બુલિની ડિઝાઇનો માત્ર કાગળ પર જ રહી. અતિશય ભૌમિતિક સાદાઈનો અનાદર હોવા છતાં…
વધુ વાંચો >લદ્દાખ
લદ્દાખ : જમ્મુ–કાશ્મીર રાજ્યનો જિલ્લો. તે રાજ્યના સમગ્ર ઈશાનભાગને આવરી લે છે. ભૌગોલિક સ્થાન : તે આશરે 34° 15´ ઉ. અ.થી 36° 1૦´ ઉ. અ. અને 74° 5૦´ પૂ. રે.થી 8૦° 1૦´ પૂ. રે. વચ્ચેનો 82,665 ચોકિમી. જેટલો (રાજ્યના બાકીના 13 જિલ્લાઓના સામૂહિક વિસ્તાર કરતાં પણ બમણો) વિસ્તાર ધરાવે છે. અગાઉ ચીનના અનધિકૃત કબજા હેઠળના…
વધુ વાંચો >લ ફાનુ, (જોસેફ) શેરિડન
લ ફાનુ, (જોસેફ) શેરિડન (જ. 28 ઑગસ્ટ 1814, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 7 ફેબ્રુઆરી 1873, ડબ્લિન) : આઇરિશ સાહિત્યકાર. ભૂતપ્રેત અને રહસ્યથી ભરપૂર ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓના લેખક. ભૂતપલીતના નિવાસસ્થાનનું હૂબહૂ ચિત્રણ ઉપજાવવાની તેમની સર્જનકલા વાચકોને ભયભીત કરી મૂકે તેવી છે. તેમનું હ્યૂગ્નોટ કુટુંબ ડબ્લિનમાં ખૂબ જાણીતું હતું. નાટ્યકાર આર. બી. શેરિડન તેમના માતૃપક્ષે સગા થતા…
વધુ વાંચો >લબેગ, આંરી લેઑન (Lebesgue, Henri Le’on)
લબેગ, આંરી લેઑન (Lebesgue, Henri Le’on) (જ. 28 જૂન 1875, બિવેસ બુવે (Beauvais), ફ્રાન્સ; અ. 26 જુલાઈ 1941, પૅરિસ) : ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી, લબેગ-માપનનો સિદ્ધાંત (measure theory) અને લબેગ-સંકલનના સિદ્ધાંત અંગેના કૃતિત્વ માટે જાણીતા છે. ગણના લબેગ-માપન પર આધારિત અને રીમાન સંકલન કરતાં વધારે વ્યાપક એવો સંકલનનો ખ્યાલ ઓગણીસમી સદીના અંતમાં તેમણે વિકસાવ્યો, જેથી સંકલનના ખ્યાલમાં…
વધુ વાંચો >લ બ્રાઝ ઍનાતોલ
લ બ્રાઝ ઍનાતોલ (જ. 2 એપ્રિલ 1859, દૉલ, ફ્રાન્સ; અ. 2૦ માર્ચ 1926, માંતોં) : ફ્રેન્ચ લોકસાહિત્યના વિશેષજ્ઞ, નવલકથાકાર અને કવિ. શિક્ષણ પૅરિસમાં. કેટલીક યુનિવર્સિટીઓમાં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક રહ્યા. પાછળથી લાંબા સમય માટે 19૦1થી 1924 સુધી યુનિવર્સિટી ઑવ્ રેનમાં ફ્રેન્ચ સાહિત્યના પ્રાધ્યાપક રહ્યા. વચમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં 19૦6માં મુલાકાતી પ્રાધ્યાપક હતા. તેમની રચના ‘લા લેજાં દ લા…
વધુ વાંચો >