લખિમા રાણી (1960) : કેદારનાથ લાભ દ્વારા મૈથિલી ભાષામાં રચાયેલું ખંડકાવ્ય. આ ખંડકાવ્ય 5 પર્વમાં વિભાજિત છે અને શરૂથી અંત સુધી મુક્ત કાવ્યશૈલીમાં રચવામાં આવ્યું છે. કૃતિના નામ પરથી ફલિત થાય છે કે કવિએ રાજા શિવસંગની પટરાણી લખિમાના જીવનનું ચિત્રાંકન કરવામાં પુષ્કળ કાળજી લીધી છે. લખિમા જ્ઞાનનો સાગર અને મહાન કલાપ્રેમી નારી છે. તેની સૌંદર્યપરક…

વધુ વાંચો >

લખીમપુર : આસામ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 50´ થી 27° 10´ ઉ. અ. અને 93° 46´ થી 96° 10´ પૂ. રે. વચ્ચેનો 2,277 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે આસામના ઈશાનમાં બ્રહ્મપુત્ર નદીના ઉત્તર કાંઠાની ધારે ધારે ઈશાન–નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલો છે. તેની ઉત્તરે અરુણાચલ રાજ્યની…

વધુ વાંચો >

લખીસરાઈ (Lakhisarai) : બિહાર રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન : તે 25° 11´ ઉ. અ. અને 86° 05´ પૂ. રે.ની આજુબાજુનો 1,229 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પટણા અને બેગુસરાઈ જિલ્લા, પૂર્વમાં મુંગેર જિલ્લો, દક્ષિણમાં જામુઈ તથા પશ્ચિમે શેખપુરા જિલ્લો આવેલા છે. જિલ્લામથક…

વધુ વાંચો >

લગ્ન (ભારતીય પરંપરા) : હિંદુ ધર્મના સોળ સંસ્કારમાંનો એક મહત્વનો હિંદુ સંસ્કાર. હિંદુ ધર્મમાં લગ્ન સ્ત્રી અને પુરુષને એકસાથે રહી, એક બની સંસારયાત્રા કરવાની માન્યતા આપે છે. વેદના સૂર્યાસૂક્તમાં કહ્યું છે તેમ, સ્ત્રી-પુરુષ દ્યાવા-પૃથિવી કે ઋક્-સામની માફક લગ્ન-સંસ્કારથી જોડાય છે. સ્ત્રી-પુરુષ આ સંસ્કારથી જોડાઈ એક પિંડ બને છે. સાત પેઢી સુધીના કૌટુંબિક સંબંધને આથી જ…

વધુ વાંચો >

લગ્ન (આધુનિક સંદર્ભમાં) :  માનવસમાજની પાયાની સંસ્થા. કુટુંબ, ધર્મ અને ભારતીય ઇતિહાસમાં જ્ઞાતિ લગ્ન સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી મહત્વની સામાજિક સંસ્થાઓ છે. લગ્નસંસ્થાની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ખાસ કરીને નૃવંશશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ લગ્નના ખ્યાલને સગાઈસંબંધોની વ્યવસ્થાના પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘‘લગ્ન એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેનો એવો સંબંધ છે જેના થકી જન્મેલાં…

વધુ વાંચો >

લઘુ ઉદ્યોગ મહદ્અંશે એક કરોડ રૂપિયાનું સ્વમાલિકીનું નિમ્ન મૂડીરોકાણ ધરાવતો ઉદ્યોગ. તે બજાર પર પ્રભાવ પાડવાની કોઈ ક્ષમતા ધરાવતો નથી. લઘુ-ઉદ્યોગની કલ્પના સાથે આપણી સમક્ષ પાપડ, અથાણાં વગેરે ગૃહઉદ્યોગ, કપ-રકાબી, બૂટ-ચંપલ, સાબુ, ડિટરજન્ટ, કાપડ, તૈયાર વસ્ત્રો, રબર અને પ્લાસ્ટિકની ચીજો, રંગો, રસાયણોથી માંડીને અદ્યતન તકનીકીનો ઉપયોગ કરીને ટેલિવિઝન, કમ્પ્યૂટર તેમજ અન્ય વીજાણુ-સાધનોનું ઉત્પાદન કરતાં કારખાનાં…

વધુ વાંચો >

લઘુકથા : ગુજરાતી કથાત્મક ગદ્યપ્રકારોમાં સૌથી વધુ લાઘવયુક્ત સાહિત્યપ્રકાર. વિષયવસ્તુના ફલકવ્યાપના આધારે પદ્યમાં જેમ લઘુકાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય, વિરાટકાવ્ય જેવી કાવ્યશ્રેણી તેમ ગદ્યમાં લઘુકથા, ટૂંકી વાર્તા, લઘુનવલ, નવલકથા અને બૃહન્નવલકથા જેવી લઘુથી બૃહદના ક્રમમાં કથાશ્રેણી સર્જાયેલી જોઈ શકાય છે. લઘુકથામાં નાનો સુઘટ્ટ, સુઘડ, સ્વયંસંપૂર્ણ, વ્યંજનાગર્ભ ને આકર્ષક કથાપિંડ એવી રીતે પ્રગટ થયો હોય છે કે તે…

વધુ વાંચો >

લઘુગ્રહો : ખાસ કરીને મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે રહીને સૂર્યની આસપાસ ભ્રમણ કરતા હજારો નાના ગ્રહો. તેમને ગૌણ (minor) ગ્રહો પણ કહે છે. ગ્રહીય અંતરાલ(spacing)ને લગતા જે. એ. બોડેના નિયમથી મળતી ખાલી જગાથી પ્રેરિત થઈને અનુપસ્થિત ગ્રહની શોધ શરૂ થઈ. ઇટાલિયન ખગોળવિદ જી. પિયાઝી(Piazzi)એ 1 જાન્યુઆરી, 1801ના રોજ Ceresની શોધ કરી. બીજા ત્રણ નાના…

વધુ વાંચો >

લઘુગ્રહોનું ઉત્ખનન : પૃથ્વીની નૈસર્ગિક સંપત્તિમાંથી મળતી કીમતી ધાતુઓનો જથ્થો ઝડપથી ખૂટતો જતો હોઈ, આ પરિસ્થિતિમાં લઘુગ્રહોનું ઉત્ખનન કરીને એવી ધાતુઓ મેળવવા અંગેની એક કાલ્પનિક યોજના. અંતરીક્ષમાં અથવા ચંદ્ર પર માનવ-વસાહત તૈયાર કરવા અંગે વૈજ્ઞાનિક અને ટૅકનિકલ દૃષ્ટિબિંદુઓને લક્ષમાં રાખીને કેટલીક કાલ્પનિક યોજનાઓ વિચારવામાં આવી છે. તેવી જ રીતે લઘુગ્રહોના ઉત્ખનન અંગે પણ એવી યોજનાઓ…

વધુ વાંચો >

લઘુતમનો સિદ્ધાંત : સ્થાયી સ્થિતિએ લગભગ સીમાંત (critical) લઘુતમ જથ્થામાં પ્રાપ્ય આવશ્યક દ્રવ્ય દ્વારા સજીવની વૃદ્ધિ અને પ્રજનન પર થતી અસર દર્શાવતો સિદ્ધાંત. આપેલી પરિસ્થિતિમાં સજીવ વૃદ્ધિ અને પ્રજનન સારી રીતે કરી શકે તે માટે આવશ્યક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવાં જરૂરી છે. આ મૂળભૂત જરૂરિયાતો સજીવની જાતિ અને પરિસ્થિતિ મુજબ બદલાતી રહે છે. લઘુતમના સિદ્ધાંત…

વધુ વાંચો >