Posts by Jyotiben
લક્ષ્મીવિલાસ રસ (નારદીય)
લક્ષ્મીવિલાસ રસ (નારદીય) : વાત-કફજ દર્દોની એક ઉત્તમ આયુર્વેદીય રસૌષધિ. દ્રવ્ય-ઘટકો : (1) કૃષ્ણાભ્રક-ભસ્મ 8 ભાગ, (2) શુદ્ધ ગંધક 4 ભાગ, (3) શુદ્ધ પારદ 4 ભાગ, (4) કપૂર 2 ભાગ, (5) જાવંત્રી 2 ભાગ, (6) જાયફળ 2 ભાગ, (7) વિધારાબીજ 2 ભાગ, (8) ધંતૂરાનાં બી 2 ભાગ, (9) ભાંગનાં બી 2 ભાગ, (10) વિદારીકન્દ 2…
વધુ વાંચો >લક્ષ્મી શંકર
લક્ષ્મી શંકર (જ. 16 જૂન 1926, તાતાનગર) : વિખ્યાત નૃત્યકાર તથા સંગીતકાર. કલાક્ષેત્રે વિખ્યાત શંકર પરિવારનાં કુલવધૂ. ઉદયશંકર અને અમલાદેવી તેમનાં જેઠ-જેઠાણી અને સિતારવાદક રવિશંકર ને નૃત્યકાર સચીનશંકર તથા દેવેન્દ્રશંકર તેમના દિયર થાય. તેમનાં લગ્ન કલાવિવેચક અને ‘સંચારિણી’ સંસ્થાના સંચાલક રાજેન્દ્રશંકર સાથે થયેલાં. આમ પરિવારનું સંગીતમય વાતાવરણ તેમનો પ્રેરણાસ્રોત બન્યું. તેમણે 8 વર્ષની ઉંમરે નૃત્ય…
વધુ વાંચો >લક્ષ્ય (limit)
લક્ષ્ય (limit) : વિધેયનું લક્ષ્ય (limit of a function). વિધેય y = f(x)માં xની કિંમત બદલાય તેમ yની કિંમત પણ બદલાય છે. વિધેયમાં નિરપેક્ષ ચલરાશિ xમાં થતા ફેરફાર પર અમુક નિયંત્રણો મૂકવામાં આવે ત્યારે સાપેક્ષ ચલરાશિ y ફેરફાર પામીને અમુક કિંમત નજીક ને નજીક જાય છે. આમ વિધેયનું મૂલ્ય જે કિંમતની નજીકમાં નજીક જઈ શકે…
વધુ વાંચો >લખતર
લખતર : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 51´ ઉ. અ. અને 71° 47´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 742 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દસાડા, ઈશાન અને પૂર્વ તરફ વીરમગામ, પૂર્વ અને અગ્નિ તરફ લીંબડી, નૈર્ઋત્ય તરફ વઢવાણ અને પશ્ચિમે ધ્રાંગધ્રા તાલુકાઓ આવેલા છે. પૂર્વ તરફ નળકાંઠા-વિસ્તાર…
વધુ વાંચો >લખનવી, આરઝૂ
લખનવી, આરઝૂ (જ. 16 ફેબ્રુઆરી 1873; અ. 16 એપ્રિલ 1951, કરાંચી) : જાણીતા ઉર્દૂ કવિ. તેમણે ગઝલ તથા ગીત-રચનામાં નવી ભાત પાડી હતી. તેઓ ઉર્દૂના પ્રથમ કવિ હતા, જેમણે ફિલ્મો માટે ગીતો લખ્યાં હતાં. તેમનું મૂળ નામ સૈયદ અનવારહુસેન હતું. તેમના પિતામહ સૈયદ જાન અલીખાન પોતાના પિતા મીર શિહામ અલીખાન સાથે, તે વખતના ઈરાનની સંસ્કારનગરી…
વધુ વાંચો >લખનૌ (જિલ્લો)
લખનૌ (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ થી 27° 10´ ઉ. અ. અને 80° 34´ થી 81° 12´ પૂ. રે. વચ્ચેનો 2,528 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની ઉત્તર તરફ સીતાપુર, પૂર્વ તરફ બારાબંકી, દક્ષિણ તરફ રાયબરેલી, નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ…
વધુ વાંચો >લખનૌ કરાર
લખનૌ કરાર : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગે ડિસેમ્બર 1916માં લખનૌ મુકામે કરેલ સમજૂતી. આ કરાર દ્વારા રાષ્ટ્રહિત માટે કૉંગ્રેસે લીગને મનાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. તે માટે કૉંગ્રેસ અલગ અને કોમી પ્રતિનિધિત્વના સિદ્ધાંતની વિરુદ્ધ હોવા છતાં, તેણે આ સિદ્ધાંતનો સ્વીકાર કર્યો હતો, એટલું જ નહિ પરંતુ 1909ના મૉર્લે-મિન્ટો સુધારામાં મુસલમાનોને જેટલી…
વધુ વાંચો >લખપત
લખપત : કચ્છ જિલ્લાનો તાલુકો. ભૌગોલિક સ્થાન : તે 23° 20´થી 23° 45´ ઉ. અ. અને 68° 20´થી 69° 10´ પૂ. રે.ની આજુબાજુનો 1945 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. લખપત કોરી ખાડીના છેક ઉત્તર છેડે આવેલું છે. સિંધુ નદીનો એક ફાંટો ત્યાં ખાડી રૂપે હતો. અગાઉના વખતમાં તે એક સમૃદ્ધ બંદર હોવાને કારણે તેની આવક…
વધુ વાંચો >લખપતજીની છતરડી
લખપતજીની છતરડી : અઢારમી સદીના કચ્છનું અગ્રગણ્ય સ્થાપત્ય. કચ્છના રાજા રાવશ્રી લખપતજી(1752–1761)ની છતરડી ભુજના મહાદેવ નાકા બહાર આવેલી છે. લખપતજીના અવસાન બાદ વિ. સં. 1838માં રાવશ્રી રાયઘણજી બીજાના સમયમાં તે બાંધવામાં આવી હતી. કચ્છના રાજપરિવારના સભ્યોનાં ઘૂમટાકાર સ્મારકો ‘છતરડી’ તરીકે ઓળખાય છે. લખપતજીની આ છતરડી ‘છેલ છતરડી’ના નામથી ઓળખાતી હતી. આ છતરડી કચ્છી શિલ્પ-સ્થાપત્યકલાના ઉત્તમ…
વધુ વાંચો >લખવી, પીર મહંમદ
લખવી, પીર મહંમદ (અ. 1590) : સિંધના મધ્યકાલીન કવિ. મહંમદ લખવીનો જન્મ સિંધના ઠઠ્ઠા નગરમાં થયો હતો અને બાદ તેઓ સક્કર જિલ્લાના લખી ગામે વસ્યા હતા. તેઓ વિદ્વાન હતા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત દર્વેશ સ્વભાવના હતા. તેમને કેટલાંયે અનુયાયીઓ બની ગયા હતા; તેઓ પીર તરીકે તેમનું માન જાળવતા. મજહબી કવિતા રચીને તેમણે હઝરત મહંમદ પયગમ્બરની…
વધુ વાંચો >