રામબાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સીઝાલ્પિનિયોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Parkinsonia aculeata Linn. (હિં. વિલાયતી બબૂલ; બં. બલાતી કિકર; મ. અદાન્તી; ગુ. રામબાવળ, વિલાયતી બાવળ, પરદેશી બાવળ) છે. તે મોટો કંટમય (spinous) ક્ષુપ કે નાનું 5-6 મી. ઊંચું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનું મૂલનિવાસી છે. તે ભારતના શુષ્કતર પ્રદેશોમાં લગભગ બધે…

વધુ વાંચો >

રામમૂર્તિ (જ. 1878, વીરઘટ્ટમ, આંધ્રપ્રદેશ; અ. 1938) : વિશ્વની મહાન શક્તિશાળી વ્યક્તિઓમાંની એક. રામમૂર્તિ જેટલી શક્તિ ધરાવનાર વ્યક્તિઓ વર્ષોમાં નહિ, પરંતુ યુગોમાં એકાદ જન્મે છે. એમના શરીરમાં અદભુત શક્તિ હતી; દા.ત., તેઓ પોતાની છાતી પર હાથી ઊભો રાખી શકતા હતા; ચાલતી મોટર રોકી શકતા હતા; ઊભી રહેલી ટ્રેન જવા નહોતા દેતા; ભેંસને ઊંચકીને સીડીઓ ચઢી…

વધુ વાંચો >

રામરાજા (રામરાય) (1530-65) : કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્યના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવનાર શાસક અને કૃષ્ણદેવરાયનો જમાઈ. કૃષ્ણદેવરાયે વારસ તરીકે પોતાના સગીર પુત્રને બદલે, પોતાના સાવકા ભાઈ અચ્યુતને પસંદ કર્યો હતો, અને તે ગાદીએ બેઠો; પરન્તુ રામરાજાએ કૃષ્ણદેવરાયના સગીર પુત્રને સમ્રાટ જાહેર કરીને તેના નામે રાજ્ય કરવા માંડ્યું. તેથી રામરાજાને શાંત પાડવા અચ્યુતદેવરાયે સામ્રાજ્યના વહીવટમાં…

વધુ વાંચો >

રામરાજ્ય : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1943. ભાષા : હિંદી. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : વિજય ભટ્ટ, સંવાદ : સંપતલાલ શ્રીવાસ્તવ ‘અનુજ’. ગીતકાર : રમેશ ગુપ્તા. સંગીત : શંકરરાવ વ્યાસ. કલા નિર્દેશન : કનુ દેસાઈ. છબિકલા : પી. જી. કુકડે. મુખ્ય કલાકારો : શોભના સમર્થ, પ્રેમ અદીબ, ઉમાકાન્ત, બદરીપ્રસાદ, યશવંત પંડિત. રામાયણના…

વધુ વાંચો >

રામલાલ (જ. 1923) : ઉર્દૂના જાણીતા આધુનિક નવલકથાકાર. કથાલેખનમાં તેઓ પરંપરાગત તત્ત્વો તેમજ લાક્ષણિકતાઓને પ્રશંસે છે અને આવકારે છે, જ્યારે મનોવૈજ્ઞાનિક માવજત અથવા મૌલિક ટૅક્નિકને ટાળે છે. કથાઘટક પરત્વે તેમનું સબળ પ્રભુત્વ છે. પરિણામે તેમનું કથાસાહિત્ય ખૂબ રસપ્રદ બન્યું છે. તેમનું નિરભિમાનીપણું આશ્ર્ચર્યકારક છે. તેઓ પોતાની મર્યાદાઓથી બરાબર માહિતગાર છે અને પોતાની શક્તિ બહાર કોઈ…

વધુ વાંચો >

રામલિંગમ્, એમ. (જ. 1939, તિરુતુરેઇપુંડી, જિ. તાંજોર, તામિલનાડુ) : તમિળ ભાષાના વિવેચક. તેમના વિવેચનસંગ્રહ ‘પુતિય ઉરૈ નદૈ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1963માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી સર્વોચ્ચ ક્રમાંક સાથે તમિળ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1975માં તેમને તમિળ સાહિત્યમાં ડૉક્ટરેટ ડિગ્રીનું સન્માન અપાયું. 1964માં તેઓ તમિલનાડુ શિક્ષણ-સેવામાં જોડાયા. ત્યારબાદ તેઓ કુંભકોણમ્ ખાતેની સરકારી કૉલેજમાં…

વધુ વાંચો >

રામલિંગેશ્વર મંદિર (1480) : આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં તાડીપત્રી ખાતે આવેલાં બે પ્રખ્યાત મંદિરો પૈકીનું એક. તે બગ્ગા રામલિંગેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. બીજું મંદિર ચિન્તાલા વેંકટરામન (1509-42) તરીકે જાણીતું છે. બંને મંદિરો પશુ અને અચેતન વસ્તુઓનાં ચિત્રો-શિલ્પો વડે વિપુલ પ્રમાણમાં સુશોભિત કરવામાં આવ્યાં છે. રામલિંગેશ્વર મંદિરના સંકુલમાં ઉત્તર અને દક્ષિણે વિશાળ છતાં બિનસફાઈદાર ગોપુરમ્…

વધુ વાંચો >

રામલો રૉબિનહુડ (1962) : ચુનીલાલ મડિયા-રચિત પ્રહસન. હાસ્યકાર-કટાક્ષકાર મડિયા ‘રામલો રૉબિનહુડ’ના નાટ્યલેખનમાં સુપેરે ખીલે છે. કટાક્ષયુક્ત, સચોટ સંવાદશૈલીને કારણે આ નાટકે પ્રહસન તરીકે આગવું કાઠું કાઢ્યું છે. મડિયાએ વર્તમાનપત્રમાં કોઈ ગુનેગારને પકડવા ઇનામની જાહેરાત વાંચી. મનમાં તુક્કો સૂઝ્યો અને તેમાંથી નીપજ્યું તે આ નાટક ‘રામલો રૉબિનહુડ’. કેટલાકના અનુમાન મુજબ આ નાટકનાં કથાવસ્તુ અને પાત્રો સૌરાષ્ટ્ર…

વધુ વાંચો >

રામશાસ્ત્રી (જ. 1720, માહુલી, જિ. સાતારા; અ. 25 ઑક્ટોબર 1769, પુણે) : મહારાષ્ટ્રમાં પેશવાઓના શાસનકાળ દરમિયાન થઈ ગયેલા નીડર અને બાહોશ ન્યાયાધીશ. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતાનું નામ વિશ્વનાથ, માતાનું નામ પાર્વતીબાઈ અને અટક પ્રભુણે. બાળપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી. થોડાક સમય માટે કાકાએ ભરણપોષણ કર્યું, પરંતુ ઉંમર વધવા છતાં દ્રવ્ય-ઉપાર્જન ન કરવાના બહાના હેઠળ કાકાએ…

વધુ વાંચો >