Posts by Jyotiben
રામનવમી
રામનવમી : હિંદુ ધર્મનો તહેવાર. રાવણ વગેરે રાક્ષસોનો સંહાર કરવા રઘુવંશના રાજા દશરથ અને તેમની પટરાણી કૌસલ્યાને ત્યાં ભગવાન વિષ્ણુએ મનુષ્ય અવતાર લીધો તે રામની જન્મતિથિ ચૈત્ર સુદ નોમ રામનવમી તરીકે ઓળખાય છે. રામ તે દિવસે બપોરે બાર વાગ્યે જન્મ્યા હતા. રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્ર હતો અને સૂર્ય મેષ રાશિમાં હતો તથા કર્ક રાશિમાં…
વધુ વાંચો >રામન સ્પેક્ટ્રમિકી (Raman spectroscopy)
રામન સ્પેક્ટ્રમિકી (Raman spectroscopy) : રામન અસરના ઉપયોગ દ્વારા અણુઓની સંરચના, તેમની ભૂમિતિ, આણ્વિક સમમિતિ (symmetry) નક્કી કરવાની રાસાયણિક પૃથક્કરણની એક પદ્ધતિ. જ્યારે અણુની સંરચનાનું પરિશુદ્ધ (precise) નિર્ધારણ શક્ય ન હોય ત્યારે પણ પરમાણુ-સમૂહોની લાક્ષણિક રામન આવૃત્તિ(Raman frequency)ની આનુભવિક (empirical, પ્રયોગનિર્ણીત) માહિતી પરથી અણુમાં પરમાણુઓની ગોઠવણી સંબંધી જાણકારી મળી શકે છે. હકીકતમાં રામન અને પારરક્ત…
વધુ વાંચો >રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્
રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્ (જ. 1893, કલપતિ, જિ. પાલઘાટ; અ. 1985, અમદાવાદ) : અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા-(PRL)ના પ્રથમ નિયામક, મોસમવિજ્ઞાની (meteorologist) અને ઓઝોનસ્તરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અભ્યાસી અને સંશોધક. તેમણે શાળાનું શિક્ષણ પાલઘાટની શાળા અને વિક્ટોરિયા કૉલેજમાંથી લીધું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં દાખલ થયા અને ત્યાંથી તેમણે ભૌતિકવિજ્ઞાનના વિષય સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી. કલપતિ…
વધુ વાંચો >રામનાથપુરમ્
રામનાથપુરમ્ : તામિલનાડુ રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9° 23´ ઉ. અ. અને 78° 50´ પૂ. રે.ની આજુબાજુનો 4,232 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પસુમ્પન થીવર થિરુમગન (મુથુરામલિંગમ્) અને પુડુકોટ્ટાઈ જિલ્લા, પૂર્વ અને દક્ષિણે અનુક્રમે બંગાળના ઉપસાગરના ફાંટારૂપ પાલ્કનો અખાત અને હિન્દી મહાસાગરના…
વધુ વાંચો >રામનારાયણ
રામનારાયણ (જ. 1927, ઉદેપુર) : ભારતના પ્રખ્યાત સારંગીવાદક. તેમના પિતા નાથુરામજી દિલરુબા વગાડતા હતા. કહેવાય છે કે તેમના ઘરમાં કોઈ સાધુએ આપેલ રાવણહથ્થો હતો. ચારપાંચ વર્ષના બાળક રામનારાયણ એ રાવણહથ્થો લઈ વગાડવાનો પ્રયત્ન કરતા. તેમને ત્રણ-ચાર સૂર વગાડવા જેટલી સફળતા પણ મળી. આમ બાળકની રુચિ જોઈને તેમના પિતાએ તેમને સંગીતની તાલીમ આપવાનું નક્કી કર્યું. છએક…
વધુ વાંચો >રામન્ના, રાજા
રામન્ના, રાજા (જ. 28 જાન્યુઆરી 1925, મૈસૂર, કર્ણાટક; અ. 24 સપ્ટેમ્બર 2004, મુંબઈ, મહારાષ્ટ્ર) : પ્રથમ પોકરણ પરમાણુ-પરીક્ષણ જેમની નિગાહબાની હેઠળ કરવામાં આવેલ તે ભારતના પરમાણુવિજ્ઞાની. મજબૂત મનોબળ અને સમર્પણની ભાવનાવાળાં માતા રુક્મિણીજીનું જીવન વૃંદાવન-ઉદ્યાન જેવું ભાતીગળ અને સ્ફૂર્તિપ્રેરક હતું. તેમના પિતૃપક્ષેથી સાહિત્ય અને સંસ્કારોની ગંગોત્રી વહેતી હતી. આથી રાજાના ઉછેર અને વિકાસમાં કોઈ કચાશ…
વધુ વાંચો >રામ પાણિવાદ
રામ પાણિવાદ (જ. 1707 આ., કિળ્ળિકુરિશિ, કેરળ; અ.?) : કેરળના પ્રસિદ્ધ સંસ્કૃત-પ્રાકૃત-મલયાળમ ભાષાઓના કવિ. પાણિવાદ્ય એટલે ઢોલક (હાથથી વગાડવાનું વાદ્ય). તે વગાડનાર જાતિ તે પાણિવાદ કે પાણિઘ કે નમ્બીઆર. એમનો પરમ્પરાગત ધંધો નટો-ચક્કિપોરોને સંસ્કૃત નાટકો ભજવવામાં મદદ કરવાનો. તેમની સ્ત્રીઓ સ્ત્રીપાત્રો ભજવતી. પિતા મધ્ય ત્રાવણકોરમાંના કુમારનલ્લૂરના નમ્પૂદિરિ બ્રાહ્મણ, કિળ્ળિકુરિશિમંગલમ્ મંદિરના પૂજારી. ગુરુ પિતા ઉપરાંત થ્રિક્કારિમોણ…
વધુ વાંચો >રામપાલ
રામપાલ (શાસનકાળ : ઈ. સ. 1077-1120) : બંગાળ(ગૌડ)ના પાલ વંશનો રાજા અને વિગ્રહપાલ ત્રીજાનો પુત્ર. વિગ્રહપાલ ત્રીજાના અવસાન બાદ મહીપાલ બીજો ગાદીએ બેઠો અને પોતાના ભાઈઓ સુરપાલ અને રામપાલને વિરોધી માની લઈને કેદમાં પૂર્યા; પરંતુ સામંતોનો બળવો દબાવવા ગયેલ મહીપાલ પોતે મરણ પામ્યો. આ તકનો લાભ લઈને બંને ભાઈઓ જેલમાંથી નાસી ગયા. આદિવાસી ચાસિ-કૈવર્ત કે…
વધુ વાંચો >રામપુર
રામપુર : ઉત્તર પ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 25´થી 29° 10´ ઉ. અ. અને 78° 51´થી 79° 28´ પૂ. રે. વચ્ચેનો 2,367 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 81 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 49 કિમી. જેટલી છે. આ જિલ્લો રોહિલખંડ વિભાગની…
વધુ વાંચો >રામફળ
રામફળ : દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Annona reticulata Linn. (સં. મ. રામફલ; હિં. લવની, અંતા, નાગ્નેવા, નોના, રામફલ; અં. બુલૉક્સ હાર્ટ, નેટેડ કસ્ટર્ડ ઍપલ) છે. તે નાનું, પર્ણપાતી કે અર્ધ-પર્ણપાતી (semi-deciduous), 10 મી. ઊંચું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનું, ખાસ કરીને વેસ્ટ ઇંડિઝનું, મૂલનિવાસી છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, નેપાળ,…
વધુ વાંચો >