Posts by Jyotiben
રામતીર્થ, સ્વામી
રામતીર્થ, સ્વામી (જ. 22 ઑક્ટોબર 1873, મુરાલીવાલા, જિ. ગુજરાનવાલા, પંજાબ; અ. 17 ઑક્ટોબર 1906, ટિહરી) : આધુનિક કાલના આદર્શ સંન્યાસી અને પ્રસિદ્ધ વેદાંતી વિદ્વાન. મૂળ નામ તીર્થરામ. પિતા હીરાનંદ ગોસ્વામી ગરીબ પુરોહિત હતા. તીર્થરામ નાના હતા ત્યારે માતાનું અવસાન થયું, તેથી મોટાભાઈની દેખરેખ નીચે ઊછર્યા. ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં તેમનો શાળા અને કૉલેજનો અભ્યાસ થયો. દસ…
વધુ વાંચો >રામદાસ
રામદાસ (જ. 1876; અ. 12 જાન્યુઆરી 1960) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક કલાકાર. તેમના પિતા પં. શિવનંદન મિશ્ર એક સારા સંગીતકાર હતા. કહેવાય છે કે પં. શિવનંદનનું સંગીત સાંભળી શ્રી ભાસ્કરાનંદ સ્વામી નામે મહાત્મા ખૂબ પ્રસન્ન થયા હતા અને તેમણે આપેલ આશીર્વાદ બાદ રામદાસજીનો જન્મ થયો હતો. બાળપણથી જ રામદાસને સંગીત પ્રત્યે ખૂબ…
વધુ વાંચો >રામદાસ (ગુરુ)
રામદાસ (ગુરુ) (જ. 1534; અ. 1581) : અમૃતસરનો પાયો નાખનાર શીખોના ચોથા ગુરુ. મૂળ નામ જેઠા. લાહોર પાસે ચુનેમંડી ગામે ખત્રી જાતિના સોધિ કુટુંબમાં જન્મ. પિતા હરિદાસ, માતા દયાકુંવરી. બાર વર્ષની વયે માતાપિતાનું અવસાન થતાં દાદી પાસે ઊછર્યા. નાનપણથી સાધુસંતોનાં દર્શન કરવા અને કથાવાર્તા સાંભળવા જતા. એક વાર શીખોના ગુરુ અમરદાસ પાસે ગયા અને ત્યાં…
વધુ વાંચો >રામદાસ, સ્વામી
રામદાસ, સ્વામી (જ. ચૈત્ર સુદ 9, શક સંવત 1530 (ઈ. સ. 1608), જાંબ, મહારાષ્ટ્ર; અ. મહા સુદ 6, શક સંવત 1603 (ઈ. સ. 1682), સજ્જનગડ, જિ. સાતારા) : મહારાષ્ટ્રના મહાન માનવધર્મી સંતપુરુષ તથા રામદાસી સંપ્રદાયના સ્થાપક, વિરક્ત રાજકારણી, શક્તિના ઉપાસક અને છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. સૂર્યોપાસક બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મૂળ નામ નારાયણ. અટક ઠોસર. વતન…
વધુ વાંચો >રામદાસી સંપ્રદાય
રામદાસી સંપ્રદાય : મહારાષ્ટ્રના અગ્રણી સંત સ્વામી રામદાસ (1608-81) દ્વારા સંસ્થાપિત ધાર્મિક સંપ્રદાય. તે શ્રી સંપ્રદાય, દાસ સંપ્રદાય, સમર્થ સંપ્રદાય જેવાં વિવિધ નામથી પણ ઓળખાય છે. સ્વામી રામદાસે તત્કાલીન પરિસ્થિતિને અનુસરીને તેમના આ સંપ્રદાયની રચના કરી હતી. પોતાના જીવનકાળ દરમિયાન તે જે ધર્મકાર્ય અને રાષ્ટ્રકાર્ય કરવા માગતા હતા તે કાર્યો તેમના પછી પણ અબાધિત રીતે…
વધુ વાંચો >રામદાસુ
રામદાસુ (જ. 1630, નેલકોંડાપલ્લી, ભદ્રાચલમ, જિ. ખમ્મમ, આંધ્રપ્રદેશ; અ. ?) : સત્તરમી સદીના તેલુગુ કવિ. તેઓ ‘પરમ ભાગવત’ નામથી પ્રસિદ્ધ હતા. પિતા લિંગન્ના તેલુગુ તથા સંસ્કૃત ભાષાઓના વિદ્વાન હતા. માતા કામન્નાના બંને ભાઈ અક્ધના અને માદન્ના પણ વિદ્વાન અને યુદ્ધકલા તથા અન્ય કલાઓમાં પ્રવીણ હતા. તેઓ બંને 1640 આસપાસ ગોલકોંડાના સુલતાનની સેવામાં મંત્રીપદે રહ્યા હતા.…
વધુ વાંચો >રામધારી સિંહ
રામધારી સિંહ : જુઓ દિનકર
વધુ વાંચો >રામન અસર
રામન અસર : પ્રકાશની કિરણાવલીને પ્રવાહી કે વાયુમાંથી પસાર કરતાં આવૃત્તિના ફેરફાર સાથે મળતી પ્રકાશના પ્રકીર્ણનની ઘટના (અસર). આકાશના નીલવર્ણ અને સમુદ્રના ભૂરાશ પડતા રંગના પાણીનું રહસ્ય જાણવાના ઇરાદાથી જ્યારે રામન પ્રકાશના પ્રકીર્ણનનો અભ્યાસ કરતા હતા ત્યારે એકવર્ણી પ્રકાશની કિરણાવલીને બેન્ઝીન, ટૉલ્યૂન જેવા કાર્બનિક પ્રવાહીમાં પસાર કરતાં પ્રકાશના પ્રકીર્ણનની ઘટના જોવા મળી. પ્રકીર્ણિત પ્રકાશ, મૂળ…
વધુ વાંચો >રામન, ચંદ્રશેખર વેંકટ (સર)
રામન, ચંદ્રશેખર વેંકટ (સર) (જ. 8 નવેમ્બર 1888, તિરુચિરાપલ્લી, ભારત; અ. 21 નવેમ્બર 1970, બૅંગ્લોર) : પ્રકાશના પ્રકીર્ણન ઉપર સંશોધન કરી રામન ઘટનાની શોધ કરનાર અને તે માટે 1930માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ભૌતિકવિજ્ઞાની. રામન બાળપણથી જ અસાધારણ હતા. 11 વર્ષની વયે તેમણે મૅટ્રિકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 1901માં તેઓ ચેન્નાઈની પ્રેસિડૅન્સી કૉલેજમાં…
વધુ વાંચો >રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બૅંગલોર
રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બૅંગલોર : જગપ્રસિદ્ધ વિજ્ઞાની સી. વી. રામનની સ્મૃતિમાં સ્થપાયેલી બૅંગલોરસ્થિત અદ્યતન સંશોધન સંસ્થા. બૅંગલોરમાં નંદી હિલ્સ ખાતે મૈસૂરના મહારાજાએ ભેટ આપેલી 10 એકર જમીન પર આવેલી આ સંશોધન સંસ્થાની સ્થાપના એશિયાના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા મહાન ભારતીય વિજ્ઞાની સર ચંદ્રશેખર વેંકટ રામનની સ્મૃતિમાં થયેલી. 2 એપ્રિલ 1934ના રોજ સર સી. વી. રામને…
વધુ વાંચો >