રામકૃષ્ણ મિશન (સ્થાપના 1 મે 1897) : રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોમાં ઊંડી આસ્થા ધરાવનારા અને તે ઉપદેશોને આમજનતા સુધી પહોંચાડી શકે તેમજ સંતપ્ત, દુ:ખી અને પીડિત માનવજાતની નિ:સ્વાર્થ સેવા કરી શકે એવા સાધુઓ અને સંન્યાસીઓનું સ્વામી વિવેકાનંદે સ્થાપેલું સંગઠન. તેઓ આ સંગઠન દ્વારા વેદાંતદર્શનના ‘तत्वमसि’ સિદ્ધાંતને વ્યાવહારિક રૂપ આપવા માગતા હતા. આથી સંન્યાસીઓએ ફક્ત આત્મકલ્યાણ માટે…

વધુ વાંચો >

રામગંગા નદી યોજના : ઉત્તરાંચલ રાજ્યના ગઢવાલ જિલ્લામાં કાલાગઢથી આશરે 3 કિમી.થી ઉપરવાસમાં આવેલા સ્થળે રામગંગા નદી પર તૈયાર કરવામાં આવેલો બહુહેતુક યોજના ધરાવતો બંધ. ભૌગોલિક સ્થાન : 29° 36´ ઉ. અ. અને 78° 45´ પૂ. રે. તેના જળરાશિથી સિંચાઈ, ઊર્જા-ઉપલબ્ધિ અને પૂરનિયંત્રણના હેતુ સર્યા છે. ઇતિહાસ : 1943માં સર્વપ્રથમ વાર ઉત્તર પ્રદેશના તત્કાલીન સિંચાઈ…

વધુ વાંચો >

રામગુપ્ત (ઈ. સ.ની ચોથી સદી) : ગુપ્ત વંશના સમ્રાટ સમુદ્રગુપ્તનો વારસદાર અને જ્યેષ્ઠ પુત્ર. સમ્રાટ સમુદ્રગુપ્તનું શાસન ઈ. સ. 375માં પૂરું થયું, ત્યારબાદ ગુપ્ત વંશાવળી અનુસાર ચંદ્રગુપ્ત બીજો ગાદીએ બેઠો; પરંતુ કેટલાક વિદ્વાનોના મતાનુસાર સમુદ્રગુપ્ત પછી રામગુપ્તે પાંચ વર્ષ રાજ્ય કર્યું હતું અને ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો સમ્રાટ બન્યો. વિશાખદત્તે ‘देवीच-द्रगुप्तम्’ નામનું નાટક સંસ્કૃત ભાષામાં લખ્યું…

વધુ વાંચો >

રામગોપાલ (જ. 20 નવેમ્બર 1912, મૈસૂર) : અગ્રણી ભારતીય નર્તક. ઓગણીસ સો વીસનાં વર્ષો દરમિયાન યુવાનર્તક ઉદયશંકરને યુરોપ અને અમેરિકામાં મળેલી જ્વલંત સફળતાથી ભારતમાં ભારતીય નૃત્ય વિશે નવી ચેતના તથા ઉત્સાહપ્રેરક વાતાવરણનો જન્મ થયો. ભારતીય નૃત્યના પુનરુત્થાનની પ્રક્રિયા ઉદયશંકરની સફળતાથી વેગીલી બની. ઉદયશંકરથી પ્રેરાઈ ઉચ્ચ કુટુંબનાં શિક્ષિત યુવા-યુવતીઓ નૃત્ય શીખવા તરફ વળ્યાં. તેમાંના એક તે…

વધુ વાંચો >

રામચકલી : ભારતનું બીડ અને ઝાડીવાળા પ્રદેશનું સુઘડ ઠસ્સાદાર અને ઉપયોગી પંખી. તેનું અંગ્રેજી નામ grey tit છે અને તેનું શાસ્ત્રીય નામ Parus major છે. હિંદીમાં તેને રામગંગડા કહે છે. તેનું કદ ચકલી જેવડું હોય છે. તે કલગી વિનાનું ચળકતું કાળું માથું અને ચળકતા ધોળા ગાલ ધરાવે છે. તેની પીઠ રાખોડી ભૂખરા રંગની હોય છે.…

વધુ વાંચો >

રામચરણ (જ. 1719, સૂરસેન, રાજસ્થાન; અ. 1798) : રામસનેહી સંપ્રદાયના સ્થાપક સંત. પૂર્વ કાળનું નામ રામકૃષ્ણ. વૈશ્ય પરિવારમાં જન્મ. મોટા થયે જયપુરના દરબારમાં નોકરી લીધી. 21મે વર્ષે એક ઘટનાથી જીવનપલટો આવ્યો. સ્વપ્નમાં પોતે નદીમાં તણાતા હતા ત્યારે કોઈ સાધુએ બચાવી લીધાનું દૃશ્ય જોયું. ઘર છોડી એ સાધુને શોધવા નીકળી પડ્યા. ઘણા દિવસ બાદ એક વાર…

વધુ વાંચો >

રામચરિતમાનસ : અવધી હિન્દીમાં રચાયેલી તુલસીદાસની સર્વશ્રેષ્ઠ ચરિત્રાત્મક પ્રબંધ રચના. એની મુખ્ય વિશેષતા એ છે કે તે ઓછા ભણેલાગણેલા માણસથી માંડીને કાવ્યના મર્મજ્ઞ વિવેચકોમાં સમાનરૂપે લોકપ્રિય રહી છે. ‘રામચરિતમાનસ’માં કવિએ રામના ચરિત્રનું વર્ણન કર્યું છે. તુલસીદાસે આ ગ્રંથની રચના હિંદીના લોકપ્રિય છંદ ચોપાઈ અને દુહામાં કરી છે. તેમણે ઘણી જગ્યાએ સવૈયા અને કવિત જેવા છંદોનો…

વધુ વાંચો >

રામચંદ્રન, એ. (જ. 1935, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1961માં તેમણે ફાઇન આર્ટનો ડિપ્લોમા મેળવ્યો. 1965માં ‘કેરળનાં ભીંતચિત્રો’ વિષય પર મહાનિબંધ લખીને શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. રામચંદ્રન વિશાળ કદના કૅન્વાસ પર તૈલરંગોથી ભારતીય પુરાકથાઓ અને નારીનાં શણગારાત્મક (decorative) ચિત્રો સર્જે છે. રામચંદ્રને દિલ્હીમાં 1966, ’67, ’68, ’70, ’75, ’77 અને ’78માં વૈયક્તિક પ્રદર્શનો…

વધુ વાંચો >

રામચંદ્રન્, એમ. જી. (જ. 1917, કૅન્ડી, શ્રીલંકા; અ. 24 ડિસેમ્બર 1987, ચેન્નાઈ) : દક્ષિણ ભારતીય ચિત્રોના અભિનેતા અને રાજકારણી. મૂળ નામ : મારુદર ગોપાલમેનન રામચંદ્રન્. તમિળ ચિત્રોમાં આદર્શવાદી અને ભલા તથા પરદુ:ખભંજક નાયકની જ મોટાભાગે ભૂમિકાઓ ભજવીને એક આદર્શ છબિ ઉપસાવનાર આ અભિનેતા ‘એમજીઆર’ તરીકે લોકપ્રિય બન્યા હતા. તેમના જન્મ સંબંધી એક વાયકા એવી છે…

વધુ વાંચો >

રામચંદ્રન, ગોપાલસમુદ્રમ્ નારાયણ (જ. 8 ઑક્ટોબર 1922, એર્નાકુલમ, કેરળ; અ. 7 એપ્રિલ 2001) : આણ્વિક જૈવવિજ્ઞાન, સ્ફટિકવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનના લબ્ધપ્રતિષ્ઠ સંશોધક અને અભ્યાસી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાંથી લીધું. 1942માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એસસી. (ઑનર્સ); 1944માં એ જ યુનિવર્સિટીમાંથી એમ.એસસી; 1947માં બૅંગલોરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ(I.I.Sc.)માંથી ડી.એસસી. થયા. 1947-49 દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીની કૅવેન્ડિશ પ્રયોગશાળામાં પોસ્ટડૉક્ટરલ સંશોધક…

વધુ વાંચો >