રાપર (તાલુકો) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નવ તાલુકાઓ પૈકી એક તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે.ની આજુબાજુનો 3,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો કચ્છના પૂર્વ ભાગમાં છેડા પર આવેલો છે. તેની ઉત્તર તરફ કચ્છનું મોટું રણ, પૂર્વ…

વધુ વાંચો >

રાપાકિવી કણરચના (Rapakivi texture) : કણરચનાનો એક પ્રકાર. આ પ્રકારની કણરચનાનું મૂળ ફિનલૅન્ડના ગ્રૅનાઇટની કણરચનામાં રહેલું છે. ત્યાંના લાક્ષણિક ગ્રૅનાઇટમાં આલ્બાઇટ કે ઑલિગોક્લેઝથી બનેલા સફેદ સોડિક પ્લેજિયૉક્લેઝના આચ્છાદન સહિતના થોડાક સેમી.ના વ્યાસવાળા, માંસ જેવા લાલાશ પડતા રંગવાળા, ગોળાકાર, ઑર્થોક્લેઝ કે માઇક્રોક્લિનથી બનેલા પોટાશ ફેલ્સ્પારના સ્ફટિકો જોવા મળે છે. આ ફેલ્સ્પારની આજુબાજુ સામાન્યપણે ગ્રૅનાઇટમાં હોય છે…

વધુ વાંચો >

રાપાકી, ઍડમ (જ. 24 ડિસેમ્બર 1909, લોવો-ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 10 ઑક્ટોબર 1970, વૉરસા) : પોલૅન્ડના સામ્યવાદી નેતા, અર્થશાસ્ત્રી અને પૂર્વ વિદેશપ્રધાન. મૂળ સમાજવાદી વિચારસરણીને વરેલા આ નેતા બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. પોલૅન્ડમાં સહકારી ચળવળના સ્થાપક મેરિયન રાપાકીના તેઓ પુત્ર હતા. તેમનું શિક્ષણ ફ્રાન્સ અને ઇટાલીમાં સંપન્ન થયું હતું અને શિક્ષણ દરમિયાન તેમણે…

વધુ વાંચો >

રાબિયા બસરી (જ. 714 કે 718; અ. 801, બસરા, ઇરાક) : મહાન સૂફીવાદી સ્ત્રી-સંત. કૈસિયવંશના એક ગરીબ પરિવારમાં જન્મેલ રાબિયાને બાળપણમાં કોઈ ઉઠાવી ગયું હતું અને તેમને દાસીરૂપે વેચી નાખવામાં આવ્યાં હતાં. બચપણથી જ ધાર્મિક વૃત્તિ અને અલ્લાહ પરની અપાર શ્રદ્ધાને લઈને માલિકે તેમને દાસીપણામાંથી મુક્ત કર્યાં હતાં. તે પછી તેમણે લાંબો સમય એકાંતવાસ સેવ્યો…

વધુ વાંચો >

રામ : સંસ્કૃત મહાકાવ્ય ‘રામાયણ’નું મુખ્ય પાત્ર. સરયૂતટસ્થ અયોધ્યાના ઇક્ષ્વાકુવંશીય રાજા દશરથ અને મહારાણી કૌશલ્યાના જ્યેષ્ઠ પુત્ર. મહામાનવ, મર્યાદાપુરુષોત્તમ, રઘુનાથ, રઘુપતિ, રાઘવ. એ જ આત્મારામ, અન્તર્યામી, પરમાત્મા. મહાતેજસ્વી અને સત્યપરાક્રમી. ગાંધીજીને પ્રિય ધૂન ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ’ અને સ્વામી રામદાસની પ્રસિદ્ધ ધૂન ‘શ્રીરામ જય રામ જય જય રામ’ એમને ઉદ્દેશીને જ ગવાય છે.…

વધુ વાંચો >

રામકુમાર (જ. 1924, સિમલા) : આધુનિક ભારતીય ચિત્રકાર. રામકુમાર તૈલરંગોમાં અમૂર્ત નિસર્ગદૃશ્યોનાં ચિત્રો સર્જવા માટે જાણીતા છે. 1950થી ’51 સુધી પૅરિસમાં આંદ્રે લ્હોતે (Andre Lhote) અને ફર્નાન્ડ લેહાર (Fernand Leger) પાસે ચિત્રકલાની તાલીમ લીધી. રામકુમારે 1951થી 1977 સુધીમાં દિલ્હીમાં 9 વૈયક્તિક પ્રદર્શનો, 1951થી 1973 સુધીમાં મુંબઈમાં 9 વૈયક્તિક પ્રદર્શનો, 1965માં કોલકાતામાં એક વૈયક્તિક પ્રદર્શન તથા…

વધુ વાંચો >

રામકૃષ્ણ દેવ (જ.  અ. ?) : ધ્રુપદ તથા ખયાલ ગાયકીના જાણીતા કલાકાર. તેઓ મધ્યભારતની ધાર રિયાસતના રહેવાસી હતા. સંગીતની ઉચ્ચ તાલીમ મેળવવા તેઓ ગ્વાલિયર ગયા અને ત્યાં તેમણે ધ્રુપદ તથા ખયાલ-શૈલીના સંગીતની ઉચ્ચ તાલીમ મેળવી. તેમનો અવાજ બારીક હોવાથી અને તેમની ફિરત જોરદાર હોવાને કારણે ટપ્પાની તાલીમ લેવાની તેમને સલાહ આપવામાં આવી. એથી તેઓ ટપ્પાની…

વધુ વાંચો >

રામકૃષ્ણ પરમહંસ (જ. 18 ફેબ્રુઆરી 1836, કામારપુકુર; અ. 15 ઑગસ્ટ 1886) : અર્વાચીન ભારતના મહાન સંત. મૂળ નામ ગદાધર. પિતા ખુદીરામ ચૅટરજી. નાનપણથી જ તેઓ રહસ્યવાદી દર્શનોની અનુભૂતિ કરતા હતા. માટીની મૂર્તિઓ બનાવવામાં તેમને ઘણો રસ હતો. શાળાના શિક્ષણ પ્રત્યે તેમને રુચિ ન હતી. પિતાનું અવસાન થતાં 17 વર્ષની ઉંમરે તેઓ મોટાભાઈ રામકુમારની સાથે કોલકાતા…

વધુ વાંચો >

રામકૃષ્ણ પિલ્લઈ, કે. (જ. 1870; અ. 1916) : મલયાળમ પત્રકાર. કેરળના પત્રકારત્વક્ષેત્રે તેમનું નામ અવિસ્મરણીય છે. તેઓ ‘સ્વદેશાભિમાની’ના કારણે વિશેષ જાણીતા હતા. એ નામ તેમના અખબારનું હતું. મલયાળમ પત્રકારત્વના ક્ષેત્રે તેમણે નિષ્ઠા, ત્યાગભાવના તથા નિર્ભીક સંપાદનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીકાળથી જ તેમના બળવાખોર મિજાજના પરિણામે તેમણે વહીવટી ભ્રષ્ટાચાર તેમજ સમાજમાંનાં અન્યાય અને અસમાનતા…

વધુ વાંચો >

રામકૃષ્ણમાચાર્યલુ, ધર્માવરમૂ (જ. 1853, ધર્માવરમૂ, જિ. અનંતપુર, આંધ્રપ્રદેશ; અ. 1912) : તેલુગુ નાટ્યકાર. આંધ્રપ્રદેશના તેઓ એક સૌથી જાણીતા અર્વાચીન નાટ્યકાર હતા. ત્રણ વર્ષની વયે તો તેઓ આખો ‘અમરકોશ’ કેવળ યાદશક્તિથી મધુર કંઠે ગાઈ શકતા. નાનપણથી જ તેઓ સંસ્કૃત, તેલુગુ અને અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવતા હતા. વકીલાતની પરીક્ષા પાસ કર્યા પછી, બેલરીમાં વકીલાત શરૂ કરી. શહેરમાંના…

વધુ વાંચો >