રાધાસ્વામી સંપ્રદાય : વૈષ્ણવ ધર્મની એક શાખા. આ સંપ્રદાયનું બીજું નામ ‘સંતમત’ છે. આ સંપ્રદાયના સ્થાપક હુજુર રાધાસ્વામી દયાલ હતા. જેમને આદરાર્થ સ્વામીજી મહારાજ કહે છે. તેમનો જન્મ વિ. સ. 1875(ઈ. સ. 1819)માં થયો હતો. પાંચ-છ વર્ષની નાની ઉંમરથી તેઓ ઉપદેશ આપતા હતા. તે પછી પંદર વર્ષ સુધી પોતાના ઘરની એક કોટડીમાં બેસીને ‘સુરત શબ્દ…

વધુ વાંચો >

રાધિકાસાંત્વનમ્ : અઢારમી સદીનાં તેલુગુ કવયિત્રી મડ્ડુ પલાની રચિત વિલક્ષણ કાવ્ય. આ કૃતિનું બીજું નામ ‘ઇલાદેવીયમ્’ છે. કૃષ્ણનો પોતાનાં કાકી રાધા પ્રત્યેનો પ્રેમ એ દક્ષિણ ધારા(school)ના કવિઓ માટે સનાતન વિષય બની રહ્યો હતો. રાજ-દરબારનાં આ કવયિત્રી પૂર્વેના અનેક કવિઓએ પોતપોતાની દક્ષતા પ્રમાણે કૃષ્ણ-રાધાના પ્રેમનું કાવ્યગાન કર્યું હતું; પરંતુ મડ્ડુ પલાની સ્થાનિક રૂઢિપ્રયોગો, છંદ તથા શૈલી…

વધુ વાંચો >

રાધેશ્યામ ‘કથાવાચક’ (જ. 1890, બરેલી, ઉત્તર પ્રદેશ; અ. 1965) : હિંદીના નાટ્યકાર. નાનપણથી જ તેઓ સંગીત તથા નાટ્ય તરફ આકર્ષાયા હતા. તેમના પિતા સંગીતના શોખીન હતા અને ખાસ કરીને ભક્તિ-સંગીતના કલાકારોને ખૂબ પ્રોત્સાહન આપતા હતા. ભક્તિ-સંગીતના વાતાવરણમાં ઊછરેલા બાળ રાધેશ્યામને ગાતાં આવડી ગયું. 8 વર્ષની ઉંમરે તેમને ન્યૂ આલ્ફ્રેડ કંપનીએ ભજવેલાં નાટકો જોવાની તક મળી…

વધુ વાંચો >

રાનડે, જી. એચ. (જ. 1 ઑક્ટોબર 1897, સાંગલી; અ. 10 માર્ચ 1966) : ભારતીય શાસ્ત્રીય સંગીતના તજજ્ઞ તથા ગાયક કલાકાર. બાળપણથી સંગીતમાં રુચિ હોવાને કારણે શાલેય અભ્યાસની સાથોસાથ સંગીતનો અભ્યાસ પણ તેમણે ખૂબ લગન સાથે કર્યો. તેમની તાલીમ ગ્વાલિયર ગાયકીની હતી. પં. બાલકૃષ્ણબુવા ઈચલકરંજીકરના શિષ્ય પં. ગણપતિબુવા ભિલવડીકર તથા પં. ગુંડોપંત ઇંગળે – આ બે…

વધુ વાંચો >

રાનડે, મહાદેવ ગોવિંદ (જ. 18 જાન્યુઆરી 1842, નિફાડ, જિ. નાશિક; અ. 17 જાન્યુઆરી 1901, મુંબઈ) : સમાજસુધારક, સ્વાતંત્ર્ય-આંદોલનના અગ્રણી મવાળ નેતા અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી. તેમના પિતા કોલ્હાપુર રિયાસતના મંત્રી હતા. તેમનાં માતાનું નામ ગોપિકાબાઈ. પ્રારંભિક શિક્ષણ તેમણે નાશિકની ઍંગ્લો-વર્નાક્યુલર શાળામાં લીધું. 14મા વર્ષે મુંબઈ યુનિવર્સિટી-સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને 1862માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ…

વધુ વાંચો >

રાનડે, રમાબાઈ (જ. 25 જાન્યુઆરી 1862; અ. 1924) : સમાજસુધારક અને મહિલા મતાધિકારનાં પુરસ્કર્તા નેત્રી. પિતા મહાદેવ માણિકરાવ કુર્લેકર આયુર્વેદના વૈદ્ય હતા. 11 વર્ષની વયે, 1873માં તેમનાં લગ્ન જાણીતા ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયાં. લગ્નસમયે તેમના પતિની વય 31 વર્ષની હતી અને રમાબાઈ સાવ અશિક્ષિત હતાં. રાનડે મહારાષ્ટ્રમાંના પ્રગતિશીલ જૂથના સન્માનનીય નેતા અને વિદ્વાન…

વધુ વાંચો >

રાનન્ક્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ ઉપવર્ગ મુક્તદલા (Polypetalae), શ્રેણી પુષ્પાસનપુષ્પી (Thalamiflorae) અને ગોત્ર રાનેલ્સમાં આવેલું છે અને લગભગ 35 પ્રજાતિઓ અને 1,500 જેટલી જાતિઓનું બનેલું છે. દુનિયાના સમશીતોષ્ણ અને વધારે ઠંડા પ્રદેશોમાં તેનું વિપુલ પ્રમાણમાં વિતરણ થયેલું છે. ભારતમાં હિમાલયમાં વધારે ઊંચાઈએ તેની ઘણી જાતિઓ જોવા મળે છે. તેની મુખ્ય પ્રજાતિઓમાં…

વધુ વાંચો >

રાની હબ્બાખાતૂન (1550-1597થી 1603 સુધીમાં, ચંદહાર, શ્રીનગર પાસે, કાશ્મીર) : કાશ્મીરી લેખિકા. 1550  સમય સંશોધકો અનુસાર બાહ્ય પ્રમાણોને આધારે 1597થી 1603 સુધીમાં માનવામાં આવે છે. શ્રીનગરથી આઠ માઇલ દૂર દક્ષિણમાં ચંદહારના એક ખેડૂત કુટુંબમાં જન્મ. પિતાનું નામ અબ્દુલ રાપર. બાળપણથી જ તેઓ તીવ્ર સ્મરણશક્તિ તથા પ્રખર બુદ્ધિમત્તા ધરાવતાં હતાં. મક્તબમાં કુરાનનું શિક્ષણ ગ્રહણ કર્યું હતું…

વધુ વાંચો >

રા’નોંઘણ-1 (ઈ. સ. 1026-1044) : સોરઠના ચૂડાસમા વંશ(875-1472)નો સાતમો શાસક અને રા’દયાસ(1003-1010)નો પુત્ર. ચૂડાસમા વંશનો સ્થાપક ચંદ્રચૂડ કે ચૂડાચંદ્ર મૂળે સિંધના ‘સમા વંશ’નો હતો અને તેનો વંશવેલો શ્રીકૃષ્ણ સુધી પહોંચે છે. તેથી ચૂડાસમા યદુવંશી હતા. ચૂડાચંદ મોસાળમાં વંથળી (વનસ્થલી) આવીને રહ્યો હતો અને મામા-વારસે ગાદી મળી હતી. ચંદ્રચૂડ યા ચૂડાચંદ્રનું મૂળ નામ ‘ચૂડા’ સાથે સમા…

વધુ વાંચો >

રા’નોંઘણ-2 (1067-1098) : સોરઠના ચૂડાસમા વંશનો નવમો શાસક અને રા’ખેંગાર-1(1044-1067)નો પુત્ર. પાટણના સોલંકીઓની જેમ ચૂડાસમાઓને પણ સોરઠની ગાદી મોસાળ પક્ષ તરફથી પ્રાપ્ત થઈ હતી. ચૂડાસમા વંશમાં નોંઘણ નામધારી ચાર શાસકો થઈ ગયા હતા. રા’નોંઘણ-2ના શાસનનાં શરૂઆતનાં વર્ષોમાં સત્તાવિસ્તાર માટે અનુકૂળ સ્થિતિ હતી. તેની સત્તાને પડકારી શકે તેવો પાટણનો સોલંકી રાજા ભીમદેવ (1022-1072) વૃદ્ધ થયો હતો…

વધુ વાંચો >