રાત્રિ-દેવતા : એક વૈદિક દેવી. ઋગ્વેદમાં ઉષા વગેરે દેવીઓની વાત કરવામાં આવી છે તેમાં રાત્રિ પણ એક દેવી છે. ઉષા જેમ પ્રકૃતિનું તત્વ છે, તેમ રાત્રિ પણ પ્રકૃતિનું તત્વ છે. દિવસને અંતે આવતી રાત્રિ પણ દિવસની પૂર્વે આવતી ઉષાની જેમ દ્યુની એટલે અંતરિક્ષની દીકરી છે. ઋગ્વેદમાં જે દેવદેવીઓ પોતાના મૂળ પ્રાકૃતિક સ્વરૂપમાં જ રહેલાં છે…

વધુ વાંચો >

રાધનપુર : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના નવ તાલુકાઓ પૈકીનો એક તાલુકો, તાલુકામથક તથા આઝાદી અગાઉનું એક દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ તાલુકો આશરે 23° 50´ ઉ. અ. અને 71° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 600 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં રાધનપુર નગર ઉપરાંત 54 જેટલાં ગામ આવેલાં છે. રાધનપુર તાલુકાની ઉત્તરે ભાભર…

વધુ વાંચો >

રાધા (રાધિકા) : શ્રીકૃષ્ણની પ્રેયસી અને કૃષ્ણલીલામાં ભાગ લેનાર ગોપીવિશેષ. વૈષ્ણવ ધર્મમાં, ખાસ કરીને ભાગવત સંપ્રદાયમાં મહત્વનું સ્થાન ધરાવનારા અને વસુદેવપુત્ર શ્રીકૃષ્ણની સાથે બાલલીલાઓમાં રાધા કેન્દ્રસ્થાને રહેલાં છે. રાધાના ઉલ્લેખો પ્રાચીન લોકસાહિત્યમાં ત્રીજીથી પાંચમી સદીના ગ્રંથોમાં ઉપલબ્ધ છે; પરંતુ મહાભારત અને અષ્ટાદશ પુરાણો પૈકી પ્રાચીન પુરાણોમાં રાધાનો ઉલ્લેખ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે ને તે…

વધુ વાંચો >

રાધાકૃષ્ણન, સી. (જ. 15 ફેબ્રુઆરી 1939, ચમરાવટ્ટમ, માલાપ્પુરમ્, જિ. કેરળ) : મલયાળમ સાહિત્યકાર અને ફિલ્મકાર. તેમણે કાલિકટ તથા પાલઘાટ ખાતે યુનિવર્સિટી-શિક્ષણ લીધું હતું. પાલઘાટ ખાતેની વિક્ટૉરિયા કૉલેજમાં પ્રયુક્ત વિજ્ઞાનના વિષયમાં તેમણે અનુસ્નાતક વિદ્યાર્થી તરીકે નોંધણી કરાવી હતી, પરંતુ અભ્યાસક્રમ પૂરો કરતા અગાઉ 1961માં તેમણે કોડઈકેનલ ખાતેની ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરીમાં વૈજ્ઞાનિક મદદનીશ તરીકેની જગ્યા સ્વીકારી લીધી. લગભગ…

વધુ વાંચો >

રાધાકૃષ્ણન્, સર્વપલ્લી (ડૉ.) (જ. 5 સપ્ટેમ્બર 1888, તિરુતાની, તામિલનાડુ; અ. 16 એપ્રિલ 1975, ચેન્નાઈ) : આજન્મ શિક્ષક, સર્વતોમુખી પ્રતિભા ધરાવતા મેધાવી ચિંતક, રાજનીતિજ્ઞ અને ભારતના રાષ્ટ્રપ્રમુખ. પિતા વીર સામટ્યા તહેસીલદાર હતા અને તેઓ તેમનું બીજું સંતાન હતા. આઠ વર્ષની વય સુધી વતન તિરુતાનીમાં વસવાટ કર્યો અને બાદમાં તિરુપતિમાં અભ્યાસ કર્યો. કૉલેજ-શિક્ષણ વેલોર અને ક્રિશ્ર્ચિયન કૉલેજ,…

વધુ વાંચો >

રાધાકૃષ્ણ, વેલુરી (જ. 23 માર્ચ 1930, ચિરિવાડા, મધ્યપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની મદ્રાસ કૉલેજ ઑવ્ આર્ટસમાંથી અભ્યાસ કરી ચિત્રકલાનો ડિપ્લોમા હાંસલ કર્યો. આ પછી શાંતિનિકેતન જઈ આચાર્ય નંદલાલ બોઝ પાસે ચિત્રકલાનો વધુ અભ્યાસ કર્યો. આ પછી આગ્રા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચિત્રકલામાં એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. રાધાકૃષ્ણ બંગાળ શૈલીમાં જળરંગો વડે ગ્રામીણ પરિવેશનાં ચિત્રો માટે…

વધુ વાંચો >

રાધાકૃષ્ણ શર્મા, ચલ્લા (જ. 6 જાન્યુઆરી 1929, સોમવરપ્પડુ, જિ. કૃષ્ણા; અ. 1 નવેમ્બર 1998) : તેલુગુ સાહિત્યકાર. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. તથા એમ.લિટ્.ની ડિગ્રીઓ મેળવેલી. તેઓ તેલુગુ, તમિળ તથા અંગ્રેજી  એમ ત્રણ ભાષાઓમાં લખતા હતા અને કાવ્ય, નાટક, નિબંધ, વિવેચન, આત્મકથા જેવાં સાહિત્ય-સ્વરૂપોમાં 100 જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમણે તેલુગુ તથા તમિળમાંથી અંગ્રેજીમાં અનુવાદ…

વધુ વાંચો >

રાધા, મોહન (જ. 1907, પટણા, બિહાર) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમણે વિનયન અને કાયદામાં સ્નાતકની પદવી હાંસલ કરી. પછી મોગા ઘરાણાના મહાદેવ તેલી નામના ચિત્રકાર પાસે 14 વરસ ચિત્રકળાની તાલીમ લીધી. ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, મદનમોહન માલવિયા, મૌલાના આઝાદ, મોતીલાલ નહેરુ આદિ દેશનેતાઓનાં ત્વરાલેખનો કર્યાં અને એ પરથી પૂર્ણકદનાં અથવા તો એથીય મોટા કદનાં…

વધુ વાંચો >

રાધાવલ્લભીય સંપ્રદાય : હિંદુ ધર્મનો એક સંપ્રદાય. ઈ. પૂ. 1000થી વૈદિકી હિંસાની સામે પાંચ રાત્ર સંપ્રદાય[બીજાં નામ (1) ઐકાંતિક સંપ્રદાય, (2) સાત્વત સંપ્રદાય અને (3) ભાગવત માર્ગ]નો વિકાસ થયો હતો, જેમાં ઇષ્ટદેવ તરીકે વિષ્ણુ-નારાયણ અને એમના વિવિધ અવતારોની અર્ચના-ભક્તિ વિકસતી રહી. એ સંપ્રદાયમાં વાસુદેવ-સંકર્ષણ-પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચાર વ્યૂહોનો સમાદર થયેલો હતો અને એમાંથી ‘પર…

વધુ વાંચો >

રાધાસ્વયંવર : કાશ્મીરી કવિ પરમાનંદ (1791-1879) રચિત મહત્વનું બીજું ‘લીલા’કાવ્ય. પ્રથમ ‘લીલા’કાવ્યની જેમ આ કૃતિનો વિષય પણ ‘ભાગવત’(સર્ગ 10)માંથી લેવાયો છે અને આશરે 1,400 શ્ર્લોકોમાં આધ્યાત્મિક રૂપક ઉપસાવાયું છે. વાસ્તવમાં ધ્રુવપંક્તિ(‘સેત વિમર્શ દીપ્તિમાન ભગવનો’)ના પરિણામે કાશ્મીરની આગામી ‘પ્રત્યભિજ્ઞા’(ઓળખ)નું સર્જનાત્મક રૂપાંતર પ્રયોજાયું છે. દૃષ્ટાંતકથાની મર્યાદામાં રહીને, આ કાવ્યમાં સામાજિક વર્તણૂકના વ્યક્તિગત તથા આંતરવ્યક્તિગત વ્યવહાર-વર્તનનું પ્રતીતિજનક નિરૂપણ…

વધુ વાંચો >