રાણી સિપ્રીની મસ્જિદ : અમદાવાદમાં આસ્ટોડિયા ચકલામાં આવેલી મસ્જિદ. આ મસ્જિદ મુઝફ્ફરશાહ બીજાના અમલ વખતે (ઈ. સ. 15111526) સુલતાન મહમૂદશાહ બેગડાના પુત્ર અબુબકરખાંની મા રાણી અસનીએ ઈ. સ. 1514માં બંધાવી હતી. ‘સિપ્રી’ એનું બીજું નામ હતું. સલ્તનત સમયના સ્થાપત્યમાં આ મસ્જિદ નાજુકાઈ અને સૌન્દર્ય સહિત પ્રમાણસરની અને આયોજનની દૃષ્ટિએ સંપૂર્ણ છે. આ મસ્જિદ નાની હોવા…

વધુ વાંચો >

રાતડો : ફૂગના ચેપની અસર હેઠળ જુદા જુદા પાકોનાં પાન અને / અથવા તો તેની ડાળીને રાતા રંગમાં ફેરવતો રોગ. જુવાર, શેરડી, ડાંગર અને બાજરી જેવા પાકમાં જુદી જુદી ફૂગને લીધે પાન અને ડાળી ઉપર આક્રમણ થતાં અસરગ્રસ્ત ભાગમાં રાતા રંગનાં ટપકાં નિર્માણ થાય છે, જ્યારે પાકના થડ કે ડાળીની અંદર ફૂગનું આક્રમણ થવાથી અંદરની…

વધુ વાંચો >

રાતરાણી : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cestrum nocturnum Linn. (હિં. રજનીગંધા, રાત કી રાની; ગુ. રાતરાણી; અં. લેડી ઑવ્ ધ નાઇટ, નાઇટ સિસ્ટ્રમ, નાઇટ જૅસ્મીન, પૉઇઝન બેરી.) છે. તે સહિષ્ણુ (hardy), શુષ્કતારોધી (drought-resistant) અને લગભગ 3.0 મી. સુધીની ઊંચાઈવાળો ક્ષુપ છે. તેનાં પર્ણો સાદાં, અંડાકાર-લંબચોરસ (ovate-oblong), એકાંતરિક (alternate), 615…

વધુ વાંચો >

રાતા પ્રસ્તરો (red beds) : ફેરિક ઑક્સાઇડને કારણે લાલ રંગના બનેલા કણજન્ય જળકૃત ખડકો. ફેરિક ઑક્સાઇડ ખડકોના બંધારણમાં રહેલા કણોને ફરતા આવરણ રૂપે ચડતું હોય છે, આંતરકણછિદ્રોમાં તે ભરાઈ જતું હોય છે અથવા પંકિલ પરિવેદૃષ્ટિત દ્રવ્યમાં તે પ્રસરી જતું હોય છે. આ રીતે રંગપ્રસરણને કારણે ખડકસ્તરો રાતા રંગના બની રહે છે. અહીં રહેલું ફેરિક ઑક્સાઇડ…

વધુ વાંચો >

રાતાં ચૂસિયાં : કપાસના પાકને નુકસાન કરતી જીવાત. આ જીવાતનો સમાવેશ અર્ધપક્ષ (Hemiptera) શ્રેણીના પાયરોકોરેડી કુળમાં કરવામાં આવેલ છે. તેનું વૈજ્ઞાનિક નામ ડિસડર્કસ સિંગ્યુલેટસ (Dysdercus cingulatus Fab.) છે. ભારતના કપાસ ઉગાડતા લગભગ દરેક પ્રદેશમાં તેમની હાજરી જોવા મળે છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ રાજ્યોમાં તેના ઉપદ્રવથી કપાસના પાકમાં સારા એવા પ્રમાણમાં નુકસાન…

વધુ વાંચો >

રાતાં સરસરિેયાં : સંઘરેલા અનાજને નુકસાન કરતી અગત્યની જીવાત. આ કીટકની મુખ્ય બે જાતિઓ જોવા મળે છે. ટ્રાયબોલિયમ કેસ્ટેનિયમ અને ટ્રાયબોલિયમ કન્ફ્યુઝમ, જેનો ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના ટેનેબ્રિયોનિડી કુળમાં સમાવેશ કરેલ છે. ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં તેની હાજરી જોવા મળે છે. આ કીટક સૌપ્રથમ 1797માં નોંધાયેલ. તેનું મૂળ વતન ભારત કે ઑસ્ટ્રેલિયા માનવામાં આવે છે.…

વધુ વાંચો >

રાતી ભરતી : સમુદ્ર-મહાસાગર, સરોવર, જળાશય કે નદીમાં ક્યારેક જોવા મળતાં રાતા કે કથ્થાઈ રંગનાં પાણી માટેનો શબ્દપ્રયોગ. પાણીમાં દેખાતો આવો રંગ એકાએક લાખોની સંખ્યામાં વધી જતા સૂક્ષ્મજીવાણુઓને કારણે હોય છે. આ રંગ અમુક કલાકોથી માંડીને ઘણા મહિનાઓ સુધી રહેતો હોય છે. દુનિયાના જળજથ્થાઓના મોટાભાગના વિસ્તારોમાં આવી રાતી ભરતી જોવા મળતી હોય છે. રાતા રંગની…

વધુ વાંચો >

રાતો રાજાલાલ (scarlet-minivet) : ભારત દેશમાં વ્યાપક રીતે વસતું પંખી. તેનું હિંદી નામ છે પહાડી બુલાલચરમ. શાસ્ત્રીય નામ છે Pericrocotus flammeus. તેનું કદ બુલબુલથી જરાક નાનું, 22 સેમી.નું. નરનું માથું, પીઠનો વચલો ભાગ અને ડોક કાળાં, બાકીનાં બધાં અંગ  છાતી પેટ, પેડુ અને કેડ  લાલ ચટકદાર. પુખ્ત વયના નરનો રંગ કાજળ જેવો કાળો અને નીચેનો…

વધુ વાંચો >

રાતો સમુદ્ર : ઈશાન આફ્રિકા અને અરબ દ્વીપકલ્પને જુદા પાડતો સમુદ્ર. હિન્દ મહાસાગરનો લાંબો, સાંકડો ઉત્તર-પશ્ર્ચિમી ફાંટો. ભૌગોલિક સ્થાન : તે આશરે 13° 00´થી 30° 00´ ઉ. અ. અને 33° 00´થી 43° 00´ પૂ. રે. વચ્ચે વાયવ્ય-અગ્નિ દિશામાં વિસ્તરેલો છે. દુનિયાના ખૂબ જ વ્યસ્ત રહેતા જળમાર્ગો પૈકી આ સમુદ્રની ગણના થાય છે. સુએઝની નહેર મારફતે…

વધુ વાંચો >

રાતંજનકર, શ્રીકૃષ્ણ નારાયણ (જ. 31 ડિસેમ્બર 1900, મુંબઈ; અ. 14 ફેબ્રુઆરી 1974, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતક્ષેત્રના શિક્ષણયોગી, સંશોધક, પ્રચારક અને પ્રસારક તથા સંગીત-શિક્ષણસંસ્થાઓના સફળ સંચાલક. અંગત વર્તુળમાં ‘અણ્ણાસાહેબ’ નામથી વધુ પ્રચલિત. પિતા નારાયણરાવ રાતંજનકર સરકારના જાસૂસી વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર આસન્ન હતા, પરંતુ સંગીતકલામાં રુચિ હોવાથી પુત્રને પિતા પાસેથી તે બાબતમાં બાળપણથી સતત…

વધુ વાંચો >